________________
કાશી પહોંચ્યા • ૪૧ માટે તો ટ્રેનમાંથી ઊતરી સ્ટેશન પર પ્લેટફોર્મમાં રાખેલી સગવડનો ઉપયોગ કરવાનો રહેતો. પરંતુ એમ કરવા જતાં ટ્રેન ઊપડી જાય તો શું કરવું? પંડિતજી અને નાનાલાલને જુદા જુદા સ્ટેશને મળતી નવી નવી મીઠાઈઓ અને અન્ય વાનગીઓ ખાવાનો રસ લાગ્યો. પરંતુ ત્યાર પછી લઘુશંકાની કુદરતી હાજત દબાવી રાખવી પડી. છેવટે રહેવાય નહિ એટલે મારવાડમાં મોરી બેડા નામના સ્ટેશન પર સામાન સાથે તેઓને ઊતરી જવું પડ્યું. એટલી વારમાં ગાડી તો ઊપડી ગઈ. તેઓ બંને સ્ટેશન માસ્તર પાસે પહોંચ્યા. સ્ટેશન માસ્તર ગુજરાતી હતા. એટલે તેમની વાત સહાનુભૂતિપૂર્વક સાંભળી પછી એક ગાડી જવા દઈ બીજી જે ફાસ્ટ ગાડી હતી તેમાં સંડાસવાળા ડબ્બામાં તેમને બેસાડ્યા. આવી હાડમારીવાળી મુસાફરી કરતાં કરતાં તેઓ બંને આગ્રા પહોંચ્યા. ત્યાં ગાડી બદલીને બીજી ગાડીમાં બેઠા. છેવટે જ્યારે કાશીના રાજઘાટ નામના સ્ટેશને ઊતર્યા ત્યારે રાત પડી ગઈ હતી. એટલે ગામમાં જતાં ડર લાગતો હતો. કારણ કે પંડિતજીએ લલ્લુજી મુનિ પાસેથી સાંભળ્યું હતું કે ‘વારા ધૂર્તવત્'. એટલે કોઈ છેતરી ન જાય એટલા માટે સ્ટેશન પાસેની ધર્મશાળામાં તેઓ રાત રોકાયા, બીજે દિવસે સવારે ઘોડાગાડી કરીને તેઓ યશોવિજયજી જૈન પાઠશાળામાં પહોંચ્યા. ત્યાં પંડિતજી શ્રી ધર્મવિજયજી મહારાજને પહેલી જ વાર મળ્યા અને પોતાનો કૃતજ્ઞતાનો ભાવ દર્શાવ્યો. મહારાજશ્રીએ તેમનું એવું ઉમળકાભેર સ્વાગત કર્યું કે વિરમગામથી કાશી આવવાનું પંડિતજીનું રસ્તાનું કષ્ટ વિસરાઈ ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org