________________
મૂર્તિપૂજા વિશે
પંડિતજીનો જન્મ જૈન ધર્મમાં મૂર્તિપૂજામાં નહિ માનવાર સ્થાનકવાસી સંપ્રદાયમાં થયો હતો.એમના જમાનામાં સંપ્રદાયની ચુસ્તતા ઘણીબધી હતી. સ્થાનકવાસીઓ અને તેરાપંથીઓ પોતે મૂર્તિમાં કે એની પૂજામાં માને નહિ. વડીલો મંદિરમાં ન જાય અને પોતાનાં બાળકોને પણ મંદિરમાં જતાં રોકે. કેટલાક તો મંદિરવાળી શેરીમાંથી પસાર પણ ન થાય કે મંદિરની ધજા સામે નજર સુધ્ધાં કરે નહિ. તેઓ બાળકોને અટકાવે એટલે બાળકોને કુતૂહલ થાય. પંડિતજી કિશોર હતા અને આંખે દેખતા હતા ત્યારે વઢવાણમાં કેટલીક વાર કોઈ ન દેખે એ રીતે મંદિરમાં ચૂપચાપ જઈ આવતા. મંદિરમાં ભક્તો કેસર સુખડ કેવી રીતે ઘસે છે તથા ભગવાનની પૂજા કેવી રીતે કરે છે તે નિહાળી આવતા. ક્યારેક એવી રીતે જતાં પકડાઈ જતા તો ઘરનાં સ્વજનોનો કે જ્ઞાતિના આગેવાનોનો ઠપકો પણ તેમને મળતો.
અંધાવસ્થા આવ્યા પછી પંડિતજીના જીવનમાં જે એક મહત્ત્વની ઘટના બની તે વિદ્યાભ્યાસ માટે કાશી જવાની હતી. સંજોગવશાતુ જે મુનિની પ્રેરણાથી અને આશ્રયથી કાશી જવાનું એમને પ્રાપ્ત થયું એ મુનિ શ્રી વિજયધર્મસૂરિ મહારાજ મૂર્તિપૂજક સમુદાયના હતા. કાશીમાં જઈને પંડિતજીએ એમની પાઠશાળામાં રહીને શાસ્ત્રાભ્યાસ કર્યો હતો. શ્રી વિજયધર્મસૂરિ મૂર્તિપૂજક હતા, પરંતુ પાઠશાળામાં દર્શન-પૂજા વગેરે બધા વિદ્યાર્થીઓ માટે ફરજિયાત નહોતાં. પંડિતજી કોઈ કોઈ વાર દેખાદેખીથી બીજા વિદ્યાર્થીઓ સાથે મંદિરમાં જતા અને સ્તુતિપાઠ કરતા.
મૂર્તિ તો માત્ર પાષણ છે. પથ્થરની ગાય દૂધ આપી શકતી નથી. મૂર્તિ જડ છે અને મૂર્તિપૂજા એ તો માત્ર જડની પૂજા છે. એવી એવી દલીલો સ્થાનકવાસીઓ તરફથી જે થતી એના સંસ્કાર પંડિતજીના બાળમાનસ પર પડેલા હતા. પણ તે એટલા દઢ નહોતા. બીજી બાજુ મૂર્તિ માટે જેમ એમને દ્વેષ નહોતો, તેમ ખાસ રૂચિ પણ નહોતી. વિ. સં. ૧૯૫૯માં વઢવાણમાં પાઠશાળાના ઉજમશી માસ્તર સાથે મૂર્તિપૂજા વિશે ચર્ચાવિચારણા થઈ હતી. એ વખતે ઉજમશી માસ્તરના સમજાવ્યાથી મૂર્તિપૂજા વિશેની જન્મગત સ્થાનકવાસી દઢ માન્યતા કંઈક મોળી પડી હતી. પરંતુ પંડિતજીની મૂર્તિપૂજા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org