________________
મૂર્તિપૂજા વિશે • ૫૧ વિશેની સ્થાનકવાસી માન્યતા મૂળમાંથી નીકળી જવાનો પ્રસંગ એમને કાશીમાં પ્રાપ્ત થયો હતો. એ વિશે એમણે પોતાની આત્મકથામાં સવિગત નોંધ્યું છે..
તેઓ કાશીની પાઠશાળામાં હતા ત્યારે મધ્યપ્રદેશમાં એક સ્થાનકવાસી સાધુએ પોતાના વ્યાખ્યાનમાં મૂર્તિપૂજા વિરુદ્ધ ખંડન ચાલુ કર્યું હતું. તેથી ત્યાંના મૂર્તિપૂજક જૈન સમાજમાં ઊહાપોહ ચાલુ થયો હતો. એ વખતે ત્યાંના સમાજના આગેવાનોએ શ્રી વિજયધર્મસૂરિને બરાબર શાસ્ત્રાર્થ કરી શકે એવી કોઈક વ્યક્તિને મોકલવા વિનંતી કરી. વળી એમની સાથે સંસ્કૃત ભાષા જાણનાર બીજા એક વિદ્યાર્થીને મોકલવાનું કહ્યું. સંસ્કૃત ભાષા માટે પંડિતજીને મોકલવાનું નક્કી થયું. એટલે પંડિતજીએ મૂર્તિપૂજા વિશે શાસ્ત્રીય અધ્યયન શરૂ કર્યું, તે વખતે એમના વાંચવામાં ઉપાધ્યાય શ્રી યશોવિજયજીકૃત પ્રતિમાશતક' નામનો ગ્રંથ આવ્યો. ઉપાધ્યાયજી મહારાજની તર્કયુક્ત દલીલો પંડિતજીના ચિત્તમાં બરાબર ઠસી ગઈ. એટલે મૂર્તિપૂજા શાસ્ત્રોક્ત છે અને યથાર્થ છે એ વિશે એમને પ્રતીતિ થઈ હતી.
પંડિતજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે, “ઇસ્લામની પેઠે સ્થાનકવાસી પરંપરાનો આત્યંતિક મૂર્તિવિરોધ એ તો મૂર્તિમાન્યતાની વિકૃત અતિશયતાની પ્રતિક્રિયા માત્ર છે. સ્થાનકવાસી પરંપરાએ મૂર્તિપૂજામાં દાખલ થયેલ વિકૃતિઓ અને અતિશયતાઓના દોષને નિવારવાનો વિવેકી પુરુષાર્થ કરવાને બદલે મૂર્તિ, મંદિર અને સંસ્થાઓનો, તેના ઇતિહાસનો અને તેને આશ્ચર્ય ઉદ્દભવેલી કલામય સંસ્કૃતિનો એવો છેદ ઉડાવ્યો કે તેને લીધે એ પરંપરામાં અનેક અસ્વાભાવિકતાઓ જન્મી છે અને વધારામાં હજારો વર્ષ થયાં વિકસતા શાસ્ત્રજ્ઞાનના વારસાનો મોટો સારભાગ પણ ગુમાવ્યો છે.'
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org