________________
સમેતશિખરની યાત્રા - ૪૯ કાશીમાં પાછા ફરી પંડિતજી પોતાના અધ્યયનમાં લાગી ગયા. હવે પાઠશાળામાં આઠેક વિદ્યાર્થીઓ જ હતા. એટલે ભણાવનાર પંડિતનો એમને પૂરેપૂરો લાભ મળતો. વળી મિત્ર વ્રજલાલ સાથેનો સંબંધ ગાઢ થતો ગયો.
વચ્ચે રજાના દિવસો મળતાં પંડિતજીએ પોતાના વતનમાં જઈ આવવાનો વિચાર કર્યો, કારણ કે ત્રણ વર્ષથી તેઓ ગયા નહોતા. તેઓ કાશીથી નીકળી લીમલી પહોંચ્યા. ત્યાં એક મહિનો રોકાયા. વચ્ચે તેઓ પાલીતાણા જઈ શત્રુંજય તીર્થની જાત્રા પણ કરી આવ્યા. પોતે સ્થાનકવાસી હોવા છતાં શત્રુંજય તીર્થની પગે ચઢીને ભાવપૂર્વક યાત્રા કરવામાં એમને ઉપાધ્યાય શ્રી યશોવિજયજીના શત્રુંજય વિશેના સ્તવનની નીચેની પંક્તિઓની યથાર્થતાની પ્રતીતિ થઈ.
- ઉજ્વલ જિનગૃહમંડલી, તિહાં દીપે ઉત્તેગા;
માનું હિમગિરિ વિભ્રમે આઈ અંબર ગંગા. પાલીતાણાની આ યાત્રામાં તેમણે આદીશ્વર ભગવાનની ભાવપૂર્વક પૂજા કરી. મૂર્તિપૂજા વિશેના પંડિતજીના વિચારો હવે સ્પષ્ટ થઈ ગયા હતા. તેઓ મૂર્તિપૂજામાં માનવા લાગ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org