________________
સમેતશિખરની યાત્રા
કાશીમાં પાઠશાળાનું કાર્ય હવે વ્યવસ્થિત ગોઠવાઈ ગયું હતું. મહારાજશ્રીને લાગ્યું કે જૈન સાધુ તરીકે પોતે અને શિષ્યોએ વિહાર પણ કરવો જોઈએ. એ માટે એમણે સમેતશિખરની યાત્રાનો વિચાર કર્યો. મહારાજશ્રી યુવાન હતા, અદમ્ય ઉત્સાહી હતા, વિહારનાં કષ્ટ સહન કરવાની તત્પરતાવાળા, અનુભવવાળા હતા, ધર્મપ્રચારની ધગશવાળા હતા, તીર્થયાત્રાની ભાવનાવાળા હતા. એટલે એમણે બિહાર અને બંગાળમાં જઈ સમેતશિખર, પાવાપુરી, રાગૃહી વગેરે તીર્થોની યાત્રા માટે આયોજન કર્યું.
થોડાક સાધુઓ અને થોડાક વિદ્યાર્થીઓ કાશીમાં રહે અને થોડાક યાત્રામાં જોડાય એ રીતે એમણે આયોજન કર્યું હતું. એમની સાથે એમના ચાર સાધુ શિષ્યો હતા. પગપાળા આવી શકે એવા વીસ વિદ્યાર્થીઓ પસંદ કરવામાં આવ્યા હતા. બીજા વીસ વિદ્યાર્થીઓ ટ્રેનમાં પટના આવી એમની સાથે જોડાય એમ રાખ્યું હતું. કાશીનરેશે અને એક શ્રીમંત જૈન શ્રેષ્ઠીએ તમામ ખર્ચની રકમની જોગવાઈ કરી આપી હતી. મહારાજશ્રીનો પ્રભાવ એટલો બધો હતો કે ગોરા કલેક્ટરે રાત્રિમુકામ દરમિયાન તેઓને રક્ષણ મળે એ માટે પોલીસખાતા ઉપર ભલામણપત્ર લખી આપ્યો હતો. રાત્રિમુકામ માટે કોઈ મકાન ન મળે તો તંબૂઓ તાણીને રાત્રિમુકામ કરવા માટે તંબૂઓ આપવામાં આવ્યા હતા. રોજનો વીસ પચીસ માઈલનો વિહાર હતો.
જે વિદ્યાર્થીઓને તીર્થયાત્રામાં ન જોડાવું હોય તેઓને માટે પાઠશાળામાં વધુ વિદ્યાભ્યાસ કરવા માટેની જોગવાઈ પણ રાખી હતી. પંડિતજીના મનમાં દ્વિધા હતી કે આગળ અભ્યાસ કરવો કે તીર્થયાત્રા કરવી. તેઓ તીર્થયાત્રામાં જોડાય તો એમને માટે બધી વ્યવસ્થા બરાબર કરવામાં આવશે એવી વાત મહારાજશ્રીએ પંડિતજીને કરી હતી. છેવટે પંડિતજીએ સમેતશિખરની યાત્રામાં જોડાવાનો નિર્ણય કર્યો.
- ચાતુર્માસ પૂર્ણ થતાં મહારાજશ્રીએ કાર્તિક પૂર્ણિમાને દિવસે સમેતશિખરની યાત્રા માટે પ્રસ્થાન કર્યું. સાધુઓ, વિદ્યાર્થીઓ, નોકરો અને ગાડાંવાળાઓ એમ પચાસેક માણસનો કાફલો હતો. ચાલતાં જે થાકી જાય તે ગાડામાં બેસે એવી છૂટ હતી. મહારાજશ્રી સાથે એમના સાધુ શિષ્યોએ તો વિહાર જ કરવાનો હતો, પણ ઘણાખરા વિદ્યાર્થીઓ પણ પગપાળા જ યાત્રા કરવાના હતા. પંડિતજીને ચાલવાનું કે ગાડામાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org