________________
કાશીમાં પાઠશાળામાં અભ્યાસ • ૪૫
પાઠશાળામાં પંડિતજીને સંસ્કૃત ભણાવવા આવનારા પંડિતોમાં જનાર્દન નામના એક દક્ષિણી પંડિત પણ હતા. તેઓ પાઠશાળામાં રોજ પાંચ કલાક ભણાવતા. એમનો પગાર ત્યારે મહિને સાત રૂપિયા હતો. પંડિતજીની તૈયારી અને જરૂરિયાત જોઈ વિજયધર્મસૂરિજીએ એમને માટે વધારે પગાર આપીને એ પંડિતનો એક કલાક વધારી આપ્યો હતો.
જનાર્દન પંડિતના ઉચ્ચારો અત્યંત સ્પષ્ટ હોવાથી પંડિતજીને એમની પાસે ભણવાનું ફાવતું અને ગમતું. પંડિત એક કલાક નવું ભણાવતા અને એક કલાક જૂનું કિંઠસ્થ કરેલું, હોય તેનો મુખપાઠ લેતા, આમ બે કલાકમાં કામ પતી જતું. પંડિતજી જાતે વાંચી શકે નહિ, એટલે એમની એવી ઈચ્છા હતી કે તેમને માટે કોઈ પગારદાર વાચક રાખવામાં આવે તો સારું કે જેથી પોતાનો સમય અને શક્તિનો બરાબર લાભ ઉઠાવાય. પરંતુ સંકોચને કારણે તેઓ એ માટે મહારાજશ્રીને કહી શકતા નહોતા. તેમને વ્યાકરણનાં સૂત્રો વગેરે ગોખવાની એવી ધૂન લાગી હતી કે ખાતાં-પીતાં, ઊઠતા-બેસતાં બસ એનું રટણ જ ચાલતું. પુનરાવર્તન કરતી વખતે તેઓ સૂત્રોનું અર્થચિંતન પણ કરતા. કોઈ અર્થ ન સમજાય તો તેઓ અધ્યાપક તિવારીજીને પૂછી લેતા.
“પંડિતજીએ હેમચંદ્રાચાર્યનું વ્યાકરણ બૃહદ્રવૃત્તિ સાથે ચારેક વર્ષમાં એવી સરસ રીતે કંઠસ્થ કરી લીધું અને એના પુનરાવર્તનના સંસ્કાર એટલા બધા દઢ બન્યા હતા કે જીવનના અંત સુધી ગમે ત્યારે કોઈ કંઈ પૂછે તો તેઓ અધ્યાય, પાદ અને સૂત્ર ઉદાહરણ સહિત તરત કહી શકતા. પંડિતજીની આ કંઈ જેવી તેવી સિદ્ધિ નહોતી. પંડિતજીએ સંસ્કૃત વ્યાકરણ અર્થ સાથે એવું બરાબર કર્યું હતું કે હેમચંદ્રાચાર્યના એ વ્યાકરણના છેલ્લા આઠમા અધ્યાયમાં આપેલું પ્રાકૃત ભાષાનું વ્યાકરણ પણ એમને જાતે જ કરતાં આવડી ગયું હતું. આમ હેમચંદ્રાચાર્યના વ્યાકરણનો ચાર વર્ષ સુધી સતત અભ્યાસ કરવાને કારણે પંડિતજીને સંસ્કૃત ભાષામાં અસ્મલિત બોલવાનો મહાવરો પણ થઈ જ ગયો હતો. તદુપરાંત ત્યાર પછી પ્રાકૃત - અર્ધમાગધીમાં પણ તેઓ પ્રવાહબદ્ધ બોલી શકતા હતા.
આ અભ્યાસને પરિણામે પંડિતજીની એવી પાકી શ્રદ્ધા થઈ ગઈ હતી કે સર્વ શાસ્ત્રોના અભ્યાસ માટે વ્યાકરણનો અભ્યાસ અનિવાર્ય છે. ભારતીય પરંપરાના ઋષિઓ અને વિદ્વાનોની જે માન્યતા છે કે વ્યાકરણના જ્ઞાનથી બાકીનાં બધાં શાસ્ત્રો સારી રીતે સમજવાની ચાવી મળી જાય છે તે વાત સાચી છે. પંડિતજીને અનુભવે એ સમજાઈ ગયું હતું.
પંડિતજીએ સંસ્કૃત વ્યાકરણ શીખવાનું શરૂ કર્યું ત્યારે શ્રી અમીવિજયજી મહારાજે યોગ્ય રીતે વિચારીને જ એમને બાધા આપી હતી કે જ્યાં સુધી વ્યાકરણનો અભ્યાસ ચાલતો હોય ત્યાં સુધી બીજા વિષય શીખવા તરફ ચિત્ત ન દોડાવવું. બીજા વિષયોમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org