________________
કાશીમાં પાઠશાળામાં અભ્યાસ • ૪૩ ચિંતામણિ'નો પહેલો શ્લોક પંડિતજીને ઉચ્ચારાવી વિદ્યાભ્યાસનો આરંભ કરાવ્યો હતો. પંડિતજીએ કયા વિષયનો અભ્યાસ કરવો તેની વિચારણા થતાં અમીવિજયજી મહારાજે કહ્યું કે તમે હેમચંદ્રાચાર્યકત સિદ્ધહેમ શબ્દાનુશાસન' નામનું વ્યાકરણ ભણો.” પંડિતજીએ એ વ્યાકરણનું નામ જિંદગીમાં પહેલી વાર સાંભળ્યું. તેમણે પાણિનિના સિદ્ધાન્ત કૌમુદી'નું નામ સાંભળ્યું હતું. એટલે એમની ઇચ્છા એ વ્યાકરણ ભણવાની હતી. પણ શ્રી અમીવિજયજી મહારાજે કહ્યું કે “સિદ્ધહૈમ વ્યાકરણ તો સર્વાગીણ છે. એ પૂરું કરવું સહેલું નથી. તમારા જેવા જૈન જો આ વ્યાકરણ નહિ ભણે, તો શું બ્રાહ્મણો એ ભણશે? બીજા બધા “સિદ્ધહૈમ સાત હજાર શ્લોક પ્રમાણે લઘુવૃત્તિ સાથે ભણે છે. તમે અઢાર હજાર શ્લોક પ્રમાણ બ્રહદ્રવૃત્તિ સાથે ભણી શકશોશ્રી અમીવિજયજી મહારાજની ભલામણ અનુસાર પંડિતજીએ એ પ્રમાણે “સિદ્ધહૈમ' વ્યાકરણ બ્રહવૃત્તિ સાથે ભણવાનું ચાલુ કર્યું. પાઠશાળામાં બૃહદ્રવૃત્તિ સાથે ભણનાર માત્ર તેઓ એકલા જ હતા. વળી પાઠશાળાના બધા વિદ્યાર્થીઓમાં ઉંમરમાં તેઓ સૌથી મોટા હતા. ચોવીસ વર્ષની ઉમરે એમણે વ્યાકરણ ચાલુ કર્યું. એટલે પાઠશાળામાં એમનું માન ઘણું વધી ગયું.
શ્રી વિજયધર્મસૂરિજીએ પાઠશાળાના વિદ્યાર્થીઓ અને સાધુઓના અભ્યાસ માટે સારો પગાર આપીને બે પંડિતો રાખ્યા હતા. એક પંડિત તે અંબાદત્ત શાસ્ત્રી અને બીજા તે હરિનારાયણ તિવારી. અંબાદત્ત શાસ્ત્રી તે સમયના કાશીના સુપ્રસિદ્ધ નૈયાયિક સીતારામ શાસ્ત્રીના શિષ્ય હતા. હરિનારાયણ તિવારી તે સમયના ભારત વિખ્યાત વૈયાકરણી શિવકુમાર શાસ્ત્રીના શિષ્ય હતા. બંને પંડિતો પોતાના વિષમાં પારંગત હતા. અંબાદત શાસ્ત્રી ન્યાયદર્શન અને કાવ્યસાહિત્ય ભણાવતા હતા. હરિનારાયણ તિવારી વ્યાકરણ ભણાવતા. તેઓ બંને ભણાવવા માટે ઉત્સાહી હતા. અંબાદત્ત શાસ્ત્રી પાસે બધા સાધુઓ ભણવા બેસતા. શ્રી વિજયધર્મસૂરિ પોતે પણ ભણવા બેસતા. હરિનારાયણ તિવારી પાસે પંડિતજી વ્યાકરણ ભણતા. પોતાને હરિનારાયણ તિવારી જેવા સમર્થ ગુરુ પાસે વ્યાકરણ ભણવાનો અવસર સાંપડ્યો એને પોતાના જીવનના એક ઉત્તમ યોગ તરીકે પંડિતજીએ ઓળખાવ્યો છે.
પંડિતજીએ “સિદ્ધહેમ' વ્યાકરણ શીખવાનું ચાલુ કર્યું ત્યારે શ્રી અમીવિજયજી મહારાજે પંડિતજીને પ્રોત્સાહિત કરીને એવી બાધા લેવડાવી હતી કે જ્યાં સુધી વ્યાકરણનો અભ્યાસ પૂરો ન થાય ત્યાં સુધી બીજો કોઈ વિષય શીખવો નહિ. જેથી એમનું ચિત્ત બીજા વિષયો માટે ચંચલ ન થતાં પોતાના વિષયમાં બરાબર કેન્દ્રિત થાય. ભણનારનું વિવિધ વિષયો ભણવા માટે મન લલચાય એ સ્વાભાવિક છે. પણ એમ વિષયો બદલવાથી એક વિષયમાં વિદ્યાર્થી, પારંગત જલદી ન થઈ શકે. શ્રી અમીવિજયજીએ જ્યારે બાધા લેવડાવી તે વખતે પંડિતજીને માટે કેટલીક મુશ્કેલીઓ હતી, પણ તે નજીવી હતી. વસ્તુતઃ એથી પંડિતજીને એકંદરે લાભ થયો છે. જો બાધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org