Book Title: Pandita Sukhlalji
Author(s): Ramanlal C Shah
Publisher: Gurjar Granthratna Karyalay

View full book text
Previous | Next

Page 59
________________ કાશીમાં પાઠશાળામાં અભ્યાસ પંડિતજી જેમનો સંગાથ કરીને કાશી પહોંચ્યા એ નાનાલાલ તો કાશીમાં આવતાંની સાથે જ માંદા પડ્યા. એમની માંદગી એટલી વધી ગઈ કે તરત એમને પોતાને વતન પ્રાંતીજ પાછા મોકલવા પડ્યા. ત્યાં પહોંચ્યા પછી તરત તેઓ ગુજરી ગયા. પંડિતજીએ નોંધ્યું છે કે આ નાનાલાલ જાણે પોતાને કાશી મૂકવા માટે જ આવ્યા હોય એવું થયું. શાસનસમ્રાટ શ્રી વિજ્યનેમિસૂરિ મહારાજના એક ગુરુબંધુ અને શ્રી વૃદ્ધિચંદ્રજીના પ્રખર શિષ્ય જે ‘કાશીવાળા' તરીકે ઓળખાય છે તે શ્રી વિજયધર્મસૂરિ મહારાજે એમના જમાનામાં જે એક ભગીરથ કાર્ય કર્યું હતું તે પોતાના શિષ્યોને લઈ જઈને કાશીમાં શ્રીયશોવિજયજી જૈન પાઠશાળા' સ્થાપવાનું હતું, ગુજરાતમાં માંડલથી ઠેક કાશી સુધીનો વિહા૨ બહુ મુશ્કેલીભર્યો હતો, કારણ કે જંગલોમાંથી જવાનું હતું. મુકામ કરવા માટે કેટલાંક ઠેકાણે મકાનો ન હોય તો ખુલ્લામાં રાત્રિમુકામ કરવો પડતો. જૈનોનાં ઘર નહોતાં,એટલે ગમે તે રીતે ગોચરીની વ્યવસ્થા કરવી પડતી. કાશી તેઓ પહોંચ્યા ત્યારે જૈનોને કોઈ મકાન ભાડે આપવા તૈયાર નહિ. છેવટે દૂરના ઉજ્જડ વિસ્તારમાં ખંડિયેર જેવી એક જર્જરિત ધર્મશાળાનું મકાન ભાડે મળી ગયું. બાબુ ધનપતસિંહની ધર્મશાળાનું એ મકાન હતું. મહારાજશ્રી. એમના છ સાધુઓ અને બાર વિદ્યાર્થીઓ સાથે ત્યાં રહેવા આવ્યા અને પગારદાર પંડિતો પાસે અભ્યાસ કરવા લાગ્યા. ધર્મશાળાનું મકાન પડું પડું થઈ રહ્યું હતું. જ્યારે જોરદાર પવન ફૂંકાય અને ધોધમાર વરસાદ પડે ત્યારે બધા મકાનમાંથી બહાર નીકળી જઈને બીજે આશ્રય લેતા. પાઠશાળાની ખ્યાતિ એવી વધવા લાગી કે ઉત્તર ભારત, મધ્યપ્રદેશ, ગુજરાત, રાજસ્થાન વગેરેથી વિદ્યાર્થીઓ આવવા લાગ્યા હતા. અજૈન વિદ્યાર્થીઓને પણ મહારાજશ્રી દાખલ કરતા. પંડિતજી જ્યારે ભણવા આવ્યા ત્યારે પાઠશાળામાં પચીસથી વધુ વિદ્યાર્થીઓ થઈ ગયા હાત. પંડિતજી કાશી પહોંચ્યા ત્યારે ચૈત્ર મહિનો ચાલુ થયો હતો. હવે સુદ પાંચમનો દિવસ આવ્યો. પંચમીનો દિવસ વિદ્યારંભ માટે સારો ગણાય છે. તે દિવસ જ શ્રી. ધર્મવિજ્યજી મહારાજના શિષ્ય શ્રી અમીવિજ્યજી મહારાજે અભિધાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152