________________
૪૦ • પંડિત સુખલાલજી મળવું જોઈએ એમ લાગ્યું. તે વખતે રત્નચંદ્રજી અને છોટાલાલ ત્રિકમલાલ પારેખ એ બે આ સંસ્થાના સેક્રેટરી હતા. પંડિતજી અને ખુશાલચંદ તેઓને મળ્યા. પંડિતજીની અપંગ જેવી સ્થિતિ જોઈને તેઓ નવાઈ પામ્યા. તેઓ બંનેએ માંહોમાંહે અંગ્રેજીમાં વાત કરી. પંડિતજી અંગ્રેજી જાણતા નહોતા, પણ ખુશાલચંદ સમજતા હતા. સેક્રેટરીઓનો આશય પંડિતજીને મોકલવાનો નહોતો, કારણ કે ત્યાં અંધવ્યક્તિ કેવી રીતે રહેશે અને એમની સંભાળ કોણ લેશે? સેક્રેટરીઓએ કહ્યું કે કાશીથી ધર્મવિજયજી મહારાજનો સુખલાલ માટે કોઈ પત્ર આવ્યો નથી. વળી કાશી જવાવાળા બીજા કોઈ વિદ્યાર્થી હજુ આવ્યા નથી. એટલે સંગાથનો પ્રશ્ન પણ ઊભો થાય છે. એટલે અમે કાશી પત્ર લખીએ છીએ. એનો જવાબ આવતાં હજુ થોડા દિવસ લાગશે. માટે તમારે અહીં વિરમગામમાં રહેવું હોય તો અહીં રહો અથવા ઘરે જવું હોય તો ઘરે જઈ શકો છો, જવાબ આવશે એટલે અમે તમને જણાવીશું.” તેઓ ત્યાંથી પાછા ફર્યા. પછી ખુશાલચંદે રસ્તામાં કહ્યું, સુખલાલ, બંને સેક્રેટરીઓની તને મોકલવાની બિલકુલ ઈચ્છા નથી. તેઓની અંગ્રેજીમાં થયેલી વાતચીત પરથી મને એ સ્પષ્ટ સમજાઈ ગયું છે.”
આવી પરિસ્થિતિમાં પંડિતજીએ ખુશાલચંદને કહ્યું, “તો પછી આપણે વીરમગામથી વઢવાણ પાછા જઈએ. હું વઢવાણામાં થોડા દિવસ રોકાઈશ. તેમનો જવાબ આવશે તો ઠીક, નહિ તો હું લીમલી ઘરે પાછો ચાલ્યો આવીશ.”
પંડિતજી વઢવાણમાં હતા ત્યાં અઠવાડિયામાં વીરમગામથી વઢવાણ તાર આવ્યો કે “સુખલાલને કાશી જવાની સંમતિ મળી ગઈ છે. માટે જલદી વિરમગામ મોકલો.” ખુશાલચંદ અને પંડિતજી તૈયારી કરીને વિરમગામ પહોંચી ગયા. બીજા સ્નેહીઓ પણ વળાવવા આવ્યા, પંડિતજી પોતાના નિર્ણયમાં મક્કમ અને સ્વસ્થ હતા. ખુશાલચંદ અને સ્નેહીઓ ગળગળા થઈ ગયા. પંડિતજી સાથે નાનાલાલ નામના પ્રાંતિજની શાળાના શિક્ષક આવવાના હતા. બંને આ બાજુનો પ્રવાસ પહેલી વાર કરવાના હતા, બંને બિનઅનુભવી હતા.
પંડિતજીને વિરમગામ સ્ટેશનેથી છેક કાશીના રાજઘાટ સ્ટેશને પહોંચવાનું હતું. વિ. સં. ૧૯૬૦ના ચૈત્ર મહિનાનો ઉનાળો હતો. ટ્રેન દ્વારા એટલો પ્રવાસ કરવાનું એ દિવસોમાં સરળ નહોતું. ત્રણેક ઠેકાણે ગાડી બદલવી પડતી. દરેક ટ્રેનમાં કુદરતી હાજત માટેની સગવડ હોય જ એવું નહોતું. દેખતા માણસને પણ કંટાળો આવે અને કદાચ ત્રાસ પણ પડે તો પંડિતજીની તો શી સ્થિતિ થાય ? એમની સાથે આવેલા બીજા ભાઈ નાનાલાલ આવા પ્રવાસના બિનઅનુભવી અને સ્વભાવે મોળા તથા ભીરુ હતા.
પંડિતજી અને નાનાલાલને એ પણ ખબર નહોતી કે વચ્ચે કયાં કયાં સ્ટેશનો આવે છે. તથા મોટા સ્ટેશનોએ ગાડી કેટલી મિનિટ ઊભી રહે છે. તેઓ જે ગાડીમાં બેઠા હતા એમાં ફક્ત બેસવાની સગવડ હતી. લઘુશંકાદિ માટે સગવડ નહોતી. એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org