________________
બાલ્યકાળનાં સંસ્મરણો • ૧૧ સુધી વિદ્યાર્થીઓને કામ લાગતું. ક્યારેક સંયુક્ત કુટુંબમાં તો ભણનાર સભ્યો જ એટલાં બધાં હોય કે એકનું પુસ્તક બીજાને અવશ્ય કામ લાગે જ.
પંડિતજીના એ જમાનાનું શહેરોનું અને વિશેષતઃ ગામડાંઓનું જીવન અસ્વચ્છતાથી ભરેલું રહેતું. સ્વચ્છતાનો ખ્યાલ જ પ્રજામાં ઓછો હતો. ધૂળ માટીના રસ્તા, જ્યાં ત્યાં છાણ અને ઉકરડા હોય અને લોકો એનાથી ટેવાઈ ગયા હોય. ઘર સાફ કરીને કચરો ઘરના આંગણામાં જ નખાતો. શેરી વાળવાવાળો કચરો લઈ જાય ત્યાં સુધી એ કચરો ત્યાં જ પડ્યો રહેતો. લોકોનો સ્વચ્છતાનો ખ્યાલ જ ત્યારે અધૂરો અને કાચો હતો.
પંડિતજીને નિશાળમાં ભણાવનાર એક શિક્ષકનું નામ હતું ભાઈશંકર. તેઓ અત્યંત પ્રેમાળ હતા. માત્ર વિદ્યાર્થીઓ સાથે જ નહિ, વિદ્યાર્થીઓના વડીલો સાથે પણ તેઓ અને એમનાં ધર્મપત્ની ઘર જેવો સંબંધ રાખતાં. આથી ગામના લોકો પણ એમને બહુ ચાહતા. સારા પ્રસંગે એમને ભેટસોગાદો પણ આપતા. એ દિવસોમાં શિક્ષકોનો પગાર ટૂંકો હતો. છતાં ભાઈશંકર માસ્તર સંતોષી પ્રકૃતિના હતા. એથી જ બહોળો પરિવાર હોવા છતાં તેઓ સુખી હતા. તેમની બદલી થતાં જ્યારે એમને વઢવાણ જવાનું થયું ત્યારે આખું ગામ તેમને વિદાય આપવા એકઠું થયું હતું.
પંડિતજીને યાદ રહી ગયેલા બીજા એક શિક્ષકનું નામ હતું દિવેકર. તેઓ ગામમાં ફક્ત ચારેક મહિના રહ્યા હશે. તેમ છતાં પંડિતજીને તેમનું સ્મરણ કાયમ રહી ગયું હતું, કારણ કે એમના દેખાવ અને સ્વભાવમાં વિચિત્રતા હતી. તેઓ કદમાં ઠીંગણા અને મોટા પેટવાળા હતા. તેઓ પોતાના જ્ઞાન માટે બહુ અભિમાની તથા મારકણા સ્વભાવના હતા. વિદ્યાર્થીઓ એમને ચીડવીને નાસી જતા. કોઈક વિદ્યાર્થી પકડાય તો એને એમના હાથનો માર ખાવો પડતો.
ઘણાં વર્ષ પછી પંડિતજી જ્યારે કાશીથી ભણીને પાછા આવ્યા હતા અને ગુજરાત વિદ્યાપીઠમાં અધ્યાપક તરીકે જોડાયા હતા ત્યારે એક વખત જામનગર જતી ટ્રેનમાં તેમનો આકસ્મિક ભેટો થઈ ગયો હતો. તેઓ પંડિતજીને ઓળખે નહિ. વળી પંડિતજી ત્યાર પછી અંધ થઈ ગયેલા. દિવેકર માસ્તર ટ્રેનમાં અભિમાનપૂર્વક વાતો કરતા હતા. પરંતુ ઓળખાણ નીકળતાં અને પંડિતજી આટલા બધા આગળ વધી ગયા છે એમ જાણતાં તેઓ માનપૂર્વક તેમની સાથે વાત કરવા લાગ્યા હતા. એમના અવાજમાં તરત મૃદુતા આવી ગઈ હતી.
લીમલી ગામમાં શૈક્ષણિક વર્ષને અંતે બહારથી એજ્યુકેશનલ ઇન્સ્પેક્ટર પરીક્ષા લેવા આવતા. એમાં કૃષ્ણલાલ નામના એક ઇન્સ્પેક્ટરની સ્મૃતિ એમની કેટલીક લાક્ષણિકતાઓને કારણે પંડિતજીને કાયમ રહી ગઈ હતી. કૃષ્ણલાલ નામ પ્રમાણે વર્ષે શ્યામ હતા, પરંતુ પરણ્યા હતા કોઈ અંગ્રેજી ગોરી મેડમને. એથી એમનો રુઆબ ઘણો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org