________________
જૈન સાધુઓનો સંપર્ક અને મંત્રસાધના
અંધત્વ પામ્યા પછીનાં કિશોરાવસ્થાનાં વર્ષોમાં પંડિતજીની પ્રવૃત્તિનું એક મુખ્ય કેન્દ્ર તે જૈન ઉપાશ્રય હતો.
1 લીમલી જૈન સાધુસાધ્વીઓના વિહારમાં વચ્ચે આવતું ગામ હોવાથી કચ્છ, સૌરાષ્ટ્ર, ગુજરાત અને મારવાડ તરફ વિહાર કરનારાં સાધુસાધ્વીઓ ત્યાં મુકામ કરતાં. ઉપાશ્રયમાં સગવડ સારી હતી. લોકોનો આદરભાવ પણ સારો રહેતો. એટલે કેટલાંક સાધુસાધ્વી તો એક મહિનો લીમલીમાં રોકાતાં.
અંધત્વને કારણે તથા વિદ્યા તરફ પોતાની વધતી જતી રૂચિને કારણે પંડિતજી રોજેરોજ ઉપાશ્રયમાં જતા અને વખતોવખત ત્યાં પધારતાં સાધુસાધ્વીના સંપર્કમાં રહેતા અને તેમની વૈયાવચ્ચ કરતા. ક્યારેક તેઓ રાતના ઉપાશ્રયમાં જ સૂઈ જતા. દરેક સાધુસાધ્વી પાસેથી તેમને કંઈક નવું જાણવા મળતું. આખો દિવસ તેઓ નવરા હોવાને કારણે તેમને સૂત્રો વગેરે કંઠસ્થ કરવાનું મન થયું હતું. ઉચ્ચ સ્વરે તેઓ સૂત્રો સારી રીતે બોલી શકતા. સૂત્રોની સાથે મંત્રી પણ શીખવાનું એમણે ચાલુ કર્યું. એક એવી માન્યતા છે કે સાધુસંન્યાસીઓની હૃદયપૂર્વક જો આપણે સેવા-ચાકરી કરીએ તો તેઓ આપણને ગુપ્ત વિદ્યાઓ શિખવાડે તથા મંત્રતંત્રની ગુપ્ત સાધના-પદ્ધતિ પણ બતાવે. સાધુઓના નિકટના સંપર્કમાં આવવાને કારણે પંડિતજીને પણ એવી ઈચ્છા થઈ હતી. એમની યોગ્યતા જાણીને જાણકાર સાધુઓ પડિતજીને મંત્ર અને તંત્રની સાધના કેવી રીતે કરવી, તે પ્રત્યેકનું શું ફળ હોય છે વગેરે સમજાવતા, પંડિતજી એ બધામાં એવા નિષ્ણાત થતા ગયા કે વખત જતાં કેટલાંક સાધુસાધ્વીઓ અંધ સુખલાલ પ્રત્યે માનથી જોતાં અને વળી કેટલાંક નવદીક્ષિત સાધુસાધ્વી પંડિતજી પાસેથી શીખવાની ઈચ્છા ધરાવતાં એથી ગામના લોકોમાં પંડિતજીનું માન વધી ગયું હતું. લીમલીમાં પંડિતજીના એક સમયવયસ્ક મિત્ર ગુલાબચંદને પણ આ વિષયમાં રસ પડ્યો હતો. પછીથી તો તેઓ બંને સાથે મળીને કેટલીક મંત્રસાધના કરવા લાગ્યા હતા.
એ દિવસોમાં સાયલામાં મેઘરાજજી મહારાજ નામના એક સ્થાનકવાસી વયોવૃદ્ધ સાધુ બિરાજમાન હતા. તેઓ પણ મંત્રવિદ્યાના સારા જાણકાર હતા. એક વખત પંડિતજીએ જાણ્યું કે અક્કલબેરાની માળાથી જો જાપ કરીએ તો વિશેષ લાભ થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org