________________
બાલ્યકાળનાં સંસ્મરણો - ૧૩ આશ્ચર્યચકિત થઈને જોઈ રહેતી. તેઓ સ્વભાવના આકરા હતા અને વર્ગમાં કોઈ વિદ્યાર્થી સાથે ઝઘડો થાય તો એને બરાબરનો મેથીપાક જમાડતા. બ્રાહ્મણ નાગરદાસને લાડવા ખાવાનો બહુ શોખ હતો. એ જમાનામાં કોઈ જમણવાર હોય તો લાડવા અચૂક ખાવા મળતા. પરંતુ નાગરદાસને ઘરે પણ લાડુ ખાવાની ઇચ્છા થાય ત્યારે તેઓ પંડિતજીને ઘરેથી ઘી, ગોળ અને લોટ લઈ આવવાનું કહેતા. પંડિતજી ઘરેથી છાનામાના તે લઈ જતા. પછી ઘર બંધ કરીને નાગરદાસ લાડવા બનાવતા અને તેઓ બંને આનંદથી ખાતા, આ રીતે બંનેની દોસ્તી સારી જામી હતી.
નાગરદાસ હોશિયાર અને બહાદુર હતા. તેઓ પણ પોતાના મોટા ભાઈની જેમ શિક્ષક થવા ઇચ્છતા હતા. એ માટે તેઓ રાજકોટની ટ્રેનિંગ કૉલેજમાં ભણવા ગયા હતા. રાજકોટમાં એક વખત રાતના ચોર આવ્યા હતા. એ વખતે નાગરદાસ ચોરોની પાછળ દોડ્યા હતા અને તેમણે ચોરોને પકડી પાડીને બરાબર માર્યા હતા, એમના આ પરાક્રમની વાત ચારે બાજુ પ્રસરી હતી. ત્યારથી નાગરદાસ બહાદુરી માટે જાણીતા થઈ ગયા હતા. ત્યાર પછી મૂળી રાજ્ય એમના જેવા બહાદુર માણસને ફોજદાર તરીકે નોકરીમાં રાખી લીધા હતા. ફોજદાર નાગરદાસ ઊંટ કે ઘોડા પર બેસી ફરવા નીકળતા ત્યારે એમનો રુબાબ જોવા જેવો રહેતો, તેઓ ક્યારેક એ રીતે લીમલી આવતા અને પંડિતજીને મળતા. અને શાળાનાં પોતાના દિવસોનાં સંસ્મરણો વાગોળતા. આગળ જતાં નાગરદાસ મૂળી રાજ્યના પોલીસ ઈન્સ્પેકેટર બન્યા હતા.
લીમલી ગામની એ જમાનાની જે કેટલીક વ્યક્તિઓનાં સંસ્મરણો પંડિતજીને તાજાં રહ્યાં હતાં એમાં ગામના મુખી પ્રેમચંદ હતા. તેઓ ધંધુકાથી લીમલીમાં નોકરી કરવા આવેલા. મુખી હોવાને કારણે મળેલી સત્તાનો ગેરલાભ તેઓ ઉઠાવતા. મુખીનો પગાર તો બાર રૂપિયાનો જ હતો. પોતાના હાથ નીચે બે સિપાઈ અને એક એક હવાલદાર હોવાથી તેઓ ગામમાં બધાં સાથે સખ્તાઈથી વર્તતા. સિપાઈઓને ત્યારે એ પ્રદેશમાં પૂરવાઈયા કહેતા, કારણ કે એવી નોકરી કરવા આવનાર માણસો પૂર્વ ભારતના ભૈયાઓ રહેતા. મુખીને વેઠે બોલાવવાની સત્તા રહેતી, વેઠ એટલે મજૂરીની રકમ ચૂકવ્યા વિના, સત્તાથી મફત કામ કરાવવાની પ્રથા. ઢેડ, ભંગી, કુંભાર, હજામ વગેરેને વેઠે લઈ જવાતા. મુખિયાણી ખેડૂતો પાસેથી લીલા ચણાના પોપટા મફત મગાવતાં, અને મુખી શાળાના હેડમાસ્તરને કહેવડાવતા કે વિદ્યાર્થીઓને પોપટા ફોલવા પોતાને ઘરે મોકલે. ગામના મુખીનો હુકમ હોય તો તેનો અનાદર ન થઈ શકે. એટલે હેડમાસ્તર શાળાના છોકરાઓને મુખીના ઘરે મોકલતા. એવી રીતે મુખીના ઘરે પોપટા ફોલવા જવાના એ દિવસોનું સ્મરણ પંડિતજીને વર્ષો સુધી તાજું રહ્યું હતું.
લીમલી ગામમાં એક પીર થઈ ગયા. એ પીરની દરગાહ ગામમાં હતી. એ પીર શેખવા પીર' તરીકે જાણીતા હતા. ગામના લોકોને પીરમાં બહુ શ્રદ્ધા હતી. કેટલાયે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org