________________
બાલ્યકાળનાં સંસ્મરણો • ૧૭ જાણકારી તેઓ ધરાવતા થયા હતા. એ જમાનામાં વઢવાણમાં જૈનોના સ્થાનકવાસી સમાજના બે નવયુવાનોએ દીક્ષા લીધી હતી. તેઓ વઢવાણથી વિહાર કરી પોતાના ગુરુ ભગવંત શ્રી અમીચંદજી ઋષિ સાથે લીમલી પધાર્યા હતા. અમીચંદજીના શિષ્ય ઉત્તમચંદજી મહારાજને મળવા પંડિતજી ઉપાશ્રયમાં જતા. મહારાજ પંડિતજીને નરકનાં ચિત્રો બતાવીને પાપનો ઉદય આવે ત્યારે કેવાં કેવાં દુઃખો ભોગવવાં પડે છે તે સમજાવતા. એથી પંડિતજીએ ત્યારે કેટલાક નિયમો શ્રદ્ધાપૂર્વક ધારણ કર્યા હતા. એ દિવસોમાં લીમલીમાં મુખ્ય વસતી સ્થાનકવાસીઓની હતી, કેટલીક વાર મૂર્તિપૂજક સંપ્રદાયના સાધુસાધ્વી પણ પધારતાં. ગામના શ્રાવકો બંને ફિરકા તરફ પૂરો આદરભાવ ધરાવતા. એક વખત ખાંતિવિજયજી નામના એક તપસ્વી મહારાજ પધાર્યા હતા. ત્યારે પંડિતજી ઉપર એમનો ઘણો મોટો પ્રભાવ પડ્યો હતો. લીમલીના જૈન કુટુંબોનું ધાર્મિક જીવન ત્યારે મુખ્યત્વે આચાપ્રધાન હતું.
લીમલી ગામના લોકો હિંદુ સંન્યાસીઓ તરફ પણ એવો જ આદરભાવ રાખતા. એક વખત એક ગિરનારી બાલા હનુમાનદાસજી લીમલી પધાર્યા હતા. તેઓ ગામ બહાર એક ધર્મશાળામાં ઊતર્યા હતા. ગામના એક ગરાસિયા સજ્જન જીજીભાઈ એમના ખાસ ભગત હતા. જીજીભાઈ લોભી પ્રકૃતિના હતા, પરંતુ હનુમાનદાસજી માટે તેમણે ધર્મશાળા બંધાવી હતી અને સદાવ્રત ખોલ્યું હતું. હનુમાનદાસજી ઊંચી કક્ષાના સંત અને સાધક હતા. તેઓ કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર ઢેઢવાસમાં પણ જતા. પંડિતજીને આ પ્રભાવશાળી અવધૂત બાવા હનુમાનદાસજી પ્રત્યે ઘણો આદરભાવ થયો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org