________________
૩૦૦ પંડિત સુખલાલજી
આ બધા કુટુંબકલહ વખતે પંડિતજીની ઉંમર નાની હતી. તેઓ બધું સમજે ખરા, પણ અભિપ્રાય આપવા જેટલી કે તેમનો અભિપ્રાય લેવા જેટલી તેમની ઉંમર નહોતી. એમના મોટા ભાઈ વખતચંદ આ બધી બાબતોમાં રસ લેતા, અભિપ્રાય આપતા અને પક્ષ પણ લેતા.
ત્રિભુવનદાસ ચતુર અને વ્યવહારદક્ષ હતા. તેઓ સંઘજીનો લાભ લેતા આથી સંઘજીને પૈસેટકે ઘસાવું પડતું. ઊછીનાં આપેલાં નાણાં પાછાં મેળવવા માટે કહેવાતું નહિ. પરંતુ સંઘજીના મોટા દીકરા વખતચંદને આ બધું ગમતું નહિ. તેઓ એ માટે પિતાશ્રીને ઠપકો પણ આપતા.
આમ વિ. સં. ૧૯૫૬ પછીનાં કેટલાંક વર્ષ સંઘવી કુટુંબમાં મજિયારી મિલકતની વહેંચણીના ઝઘડાઓને લીધે ક્લેશ કંકાશ ચાલ્યા કરતો હતો. આ બધી ઘટનાઓની અસર કિશોર વયના પંડિતજીના મન પર પણ થતી હતી.
પંડિતજીના કિશોરકાળના જમાનામાં ગામડાંઓમાં છાપાં, ચોપાનિયાં કે વાર્તા વગેરેના ગ્રંથો આવતા નહિ તોપણ ગામડાંના લોકો એવા રસથી સાવ વર્ચિત રહેતા નહિ, કારણ કે વિવિધ જ્ઞાતિઓમાં લડાઈ-ઝઘડા થતા અને એની વાતો પણ રસપૂર્વક થતી અને પ્રસરતી. વિવિધ વયજૂથના લોકો વચ્ચે અને વિવિધ સ્તરના લોકોનાં જૂથોમાં થતી ધર્મ, અર્થ અને કામની વાતો સાંભળવામાં અને નવું કંઈક જાણવામાં પંડિતજીને બહુ રસ પડતો હતો. હેમચંદ્રાચાર્યે કાવ્યાનુશાસનમાં વિવિધ રસની ચર્ચા કરીને વિવિધ રસનાં જે લક્ષણો બતાવ્યાં છે એની પ્રતીતિ પંડિતજીને પોતાના કિશોરકાળના અનુભવોને આધારે થઈ હતી. પંડિતજીનું જીવન કિશોરકાળથી જ અનુભવસમૃદ્ધ બનતું ગયું હતું.
- સૌરાષ્ટ્રનાં ગામડાંઓ એ જમાનાનું જીવન વિલક્ષણ પ્રકારનું હતું. સૌરાષ્ટ્રમાં દેશી રાજ્યોની સંખ્યા સમગ્ર ભારતની દષ્ટિએ સૌથી વધારે હતી. રાજાનો પાટવીકુંવર ગાદીએ આવે અને રાજાના બીજા દીકરાઓ-પાટવીકુંવરના ભાઈઓ-ભાયાતોને ભાગે આજીવિકા તરીકે ગ્રામ ગ્રાસ આવતો (ગ્રાસ એટલે કોળિયો એટલે કે આજીવિકા) પોતાના ભાગમાં આવેલાં ગામો પણ બીજીત્રીજી પેઢીએ વહેંચાઈ જતાં અને એમ કરતાં થોડીક જમીન રહેતી. રાજવીકુટુંબ એટલે મૂળ ક્ષત્રિયો અથવા રજપૂતો. મહેનત કરી કમાવાની વૃત્તિ તેમનામાંથી નીકળી ગયેલી. તેમનું જીવન બેઠાડું થઈ ગયું હતું. તેઓ અફીણ વગેરેના વ્યસની થઈ ગયેલા. ગામના ચોરે બેસી તેઓ ગપાટા મારતા અથવા જૂની વાતો માટે ગૌરવ લેતા. પણ એમ કરતાં કરતાં કેટલાયે ગરાસિયાઓનાં જીવન સાવ ગરીબ જેવાં થઈ ગયેલાં.
નાના ગામડામાં રહેતા વાણિયાઓમાં બહારગામ જઈ વેપારધંધો કરવાની હિંમત હોશિયારી જો ન હોય તો ગામમાં જ વેપારધંધો કરવો પડે. ગામમાં વેપારને જેટલો અવકાશ હોય તેના કરતાં વેપારીઓ વધુ હોય, એટલે સ્પર્ધા થાય. એમાંથી ઈર્ષ્યા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org