________________
અંધત્વ • ૨૫ કરે. એ વખતે પંડિતજી દૂર ખાટલા પર સૂતા હતા, પણ જાગતા પડ્યા હતા. એવામાં મહિલાઓમાં ચાલતી વાતચીતના શબ્દો પંડિતજીના કાને પડ્યા. ભાભીએ પોતાના અંધા દિયરના ગુસ્સાની વાત કરી હશે, પરંતુ બહેનનાં સાસુએ શિખામણ આપતાં કહ્યું, દિયર એટલે દિયર. દિયરની ગાળ એ તો ઘીની નાળ, મને ય મારા દિયર આડુંઆવડું સંભળાવે પણ હું તો હસી કાઢું છું. પરંતુ પછી દિયર મને જ પૂછતા આવે છે. તારો આ દિયર જો દેખતો હોય તો પાટુ મારી ભોંયમાંથી પાણી કાઢત, આંખ ગઈ એ તો કર્મની ગત છે. તું જ ઘરમાં મોટી, એટલે તારે સહન કરવું જોઈએ.”
આ સાંભળીએ ભાભીએ કશો જવાબ ન આપ્યો. પણ ડૂસડાં ભર્યા. પંડિતજીએ બધું દૂર રહ્યા મૂંગે મોઢે સાંભળ્યું. એ સાંભળતાં જ પંડિતજી વિચારમાં પડી ગયા કે મારી બહેનનાં સાસુએ દિયર માટે કશું ન કહ્યું, પરંતુ ભાભીને શિખામણ આપી. અને ભાભીએ પણ રોષ ન ઠાલવતાં માત્ર રડીને જ જવાબ આપ્યો. આમ વિચારતાં વિચારતાં જાણે “બ્રહ્મજ્ઞાન થયું હોય તેમ પંડિતજીએ મનમાં ગાંઠ વાળી કે હવેથી ગુસ્સો કરીને ભાભીને દૂભવવી નથી. ત્યારથી એમનો ભાભી પ્રત્યે સદૂભાવ વધી ગયો.
પંડિતજીનાં મોટાં બહેન મણિબહેનને વઢવાણ પરણાવેલાં, એ તેમનાં સગાં બહેન હતાં. તેઓ સાસરેથી આવે ત્યારે ઘરમાં રસોઈ બનાવવાની જવાબદારી તેઓ જ ઉપાડી લેતાં. તેઓ બધા ભાઈઓને પાસે બેસાડીને વહાલથી જમાડતાં. દુર્ભાગ્યે આ મણિબહેનનું ત્યાર પછી નાની વયમાં અવસાન થયું હતું.
પંડિતજીની બીજી બહેનનું નામ ચંચળ હતું. તે સાવકી બહેન હતી. તે ઉંમરમાં નાની હતી, પરંતુ તે પણ ભાઈઓનું બરાબર ધ્યાન રાખતી. તે શાન્ત અને હસમુખી હતી. મણિબહેન ગુજરી ગયાં ત્યારે વિધુર થયેલા બનેવી સાથે નાની બહેન ચંચળનાં લગ્ન થયાં હતાં. પંડિતજી બહારગામથી જ્યારે લીમલી પાછા આવે ત્યારે ચંચળ સાસરેથી અચૂક લીમલી મળવા આવે અથવા પોતાને ત્યાં વઢવાણ મળવા બોલાવે. ચંચળબહેન પણ પચાસની ઉંમરે પહોંચતાં પહેલાં અવસાન પામેલાં. તેઓ છેલ્લે બીમાર હતાં અને મરણપથારીએ હતાં ત્યારે સંજોગવશાત પંડિતજી અમદાવાદથી એમની ખબર જોવા નહિ જઈ શકેલા એ વાતનું એમને કાયમ દુઃખ રહ્યા કર્યું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org