________________
કિશોરકાળ
મનુષ્યના જીવનઘડતરમાં કેટલાંક પરિબળો સહજ રીતે કામ કરતાં હોય છે. બાલ્યકાળ કે કિશોરકાળમાં પડેલી કેટલીક વિશિષ્ટ કે વિચિત્ર ટેવો જીવનભર ચાલ્યા કરે છે. પંડિતજીએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે જાતમહેનત, આજ્ઞાંકિતતા, સાહસિકતા, જિજ્ઞાસા વગેરેએ એમના બાલ્યકાળનાં વર્ષોમાં જીવનઘડતર માટે ઘણું મહત્ત્વનું કાર્ય કર્યું હતું. પંડિતજીનું ગામડાનું જીવન હતું અને પોતે ઉચ્ચ વણિક કોમના હતા, છતાં ગમે તે પ્રકારની મહેનત - મજૂરીનું કામ કરતાં તેઓ સંકોચ અનુભવતા નહિ. છાપરા પર ચડીને નળિયાં સંચવાનાં હોય, માટીની ગાર કરીને તગારામાં ભરવાની હોય, દીવાલ ચણવા માટે તગારાં ઊંચકીને આપવાનાં હોય, ઘાસની ગાંસડીઓ વખારમાં ભરવાની હોય, એ ખૂંદીબુંદીને એની થપ્પીઓ કરવાની હોય, ખેડૂતોને ત્યાંથી આવેલું અનાજ સાફ કરવાનું હોય, અનાજ સડે નહિ એ માટે એમાં ચૂનો, રાખ, દિવેલ કે લીમડાનાં પાન ભેળવવાનાં હોય, મોટી મોટી ઊંચી કોઠીઓમાં તે અનાજ ભરવાનું હોય - આવાં બધાં કામ પંડિતજી હોંશે હોંશે કરતા. એમના મોટા ભાઈ આવાં કામ કરવામાંથી મુક્તિપૂર્વક છટકી જતા. વળી એવું કામ કરતાં એમને શરમ પણ આવતી. પરંતુ પંડિતજી એવું કામ પોતાનું હોય કે પારકું હોય, પ્રેમ અને આનંદથી કરતા. એથી તેઓ બધાંને બહુ વહાલા લાગતા હતા.
પંડિતજી રમતગમતોના પણ ઉત્સાહી હતા. એમનું શરીર ખડતલ હતું. તેઓ ગેડીદડો, ભમરડો ફેરવવો, ગંજીફો, ચોપાટ, કોડી, નવકાંકરી, હતૃત. દોડકૂદ વગેરે વિવિધ પ્રકારની રમતોમાં પણ પ્રવીણ હતા. ગામના તળાવમાં તેઓ મોટા છોકરાઓ સાથે જઈને તરતાં શીખતા. શરૂઆતમાં ઊંડા પાણીમાં જતાં તેમને ડર લાગતો, પણ પછી પાણીમાં હાથપગ પછાડીને તરતાં આવડી ગયું હતું. ઊંચેથી પાણીમાં હિંમતપૂર્વક તેઓ ભૂસકા પણ મારતા.
લીમલીમાં પંડિતજીના ઘરે એમનો પોતાનો એક ઘોડો હતો અને બીજા બે ઘોડા કાકાઓના હતા. ઘોડાઓને પાણી પાવા તથા નવરાવવા માટે તળાવે લઈ જવાનું કામ કરતી વખતે ઘોડેસ્વારીનો સારો મહાવરો કિશોરવયમાં જ એમણે કરી લીધો હતો. ગામડાંમાં ઊછરેલાં છોકરાંઓને કૂદકો મારીને ઘોડા ઉપર ચડતાં ન આવડે એવું બને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org