________________
૧૪ ૭ પંડિત સુખલાલજી
લોકો એમની માનતા માનતા. લોકો શ્રીફ્ળ ચડાવે અને નિવેદ (નૈવેદ્ય) ધરે. પંડિતજીનું સંઘવી કુટુંબ પણ એવી શ્રદ્ધા ધરાવતું હતું. પંડિતજી પાંચમા ધોરણમાં હતા ત્યારે વર્ગમાં શિક્ષક દીવાલ ૫૨ નકશો ટીંગાડી છોકરાઓને વારાફરતી બોલાવી અમુક ગામ, નદી પર્વત વગે૨ે નકશામાં બતાવવાનું પૂછતા. જવાબ ન આવડે તો શિક્ષક કાગળની ભૂંગળી કરી એના વડે નકશામાં એ સ્થળ બતાવતા.
આવી રીતે એક વખત પાઠ ચાલતો હતો તે દરમિયાન શિક્ષક થોડી વાર માટે બહાર ગયેલા, તે વખતે પંડિતજીના મનમાં એક કૌતુકભર્યો વિચાર ઉદ્ભવ્યો. તેઓ મનોમન બોલેલા કે જો ‘શેખવા પીર’ સાચા હશે તો નકશો નીચે પડી જશે. બન્યું પણ એવું કે નકશો દીવાલ પરથી પડી ગયો. શિક્ષકે આવીને નકશો પડેલો જોતાં વિદ્યાર્થીઓને પૂછ્યું કે આ કોણે પાડ્યો ? જેના પર શંકા ગઈ એવા વિદ્યાર્થી પાસે જવાબ કઢાવવા માર પણ માર્યો. પણ નકશો તો એની મેળે જ પડી ગયો હતો. વિદ્યાર્થીઓ તો પોતાની બેઠક ૫૨ બેસી જ રહ્યા હતા. પંડિતજીએ પણ કશું કહ્યું નહિ. એટલે શિક્ષકે માની લીધું કે કોઈક કારણસર નકશો નીચે પડી ગયો હશે.
‘શેખવા પી૨'ને પંડિતજીએ યાદ કર્યા અને નકશો પડી ગયો એનો પંડિતજીના મનમાં અર્થ એ થયો કે પીર સાચા છે. આવી ઘટનાથી બાળકના મનમાં શ્રદ્ધા વધી જાય. પંડિતજીએ પોતાના મનની આ વાત શિક્ષકને, બીજા કોઈ વિદ્યાર્થીઓને કે ઘરમાં કોઈને કહી નહોતી. પરંતુ મોટા થયા ત્યારે પંડિતજીને સમજાયું હતું કે એ ઘટના તો માત્ર ‘કાકતાલીય’ ન્યાય જેવી હતી.
પંડિતજીએ કિશોરાવસ્થામાં સહજ કુતૂહલથી તમાકુ ખાવાનો અખતરો ચૂપચાપ કરેલો. નિશાળના ચોકમાં એક પૂરવઇયાએ તમાકુનાં પાંદડાં સૂકવવા મૂકેલાં, એ ખાવા માટેનાં પાન છે એમ પંડિતજીએ સાંભળ્યું હતું. એટલે જિજ્ઞાસાને વશ થઈને પંડિતજીએ સૂકવવા મૂકેલાં પાનમાંથી કેટલાંક લઈને છાનામાનાં ખાઈ લીધાં. એથી એમને બેચેની લાગવા માંડી. શિક્ષકની રજા લઈને તેઓ ઘરે જવા નીકળ્યા, પરંતુ રસ્તામાં ચક્કર આવતાં પડી ગયા અને બેભાન થઈ ગયા. બીજાઓ એમને ઊંચકીને ઘરે લઈ ગયા. ભાનમાં આવ્યા ત્યારે ઊલટીઓ થઈ. ઘરનાંએ કોઈક બીમારી સમજી ઉપચાર ચાલુ કર્યાં, પણ પછી પૂરવઇયા દ્વારા ખબર પડી કે કદાચ તમાકુનાં પાન ખાવાને લીધે ચક્કર આવ્યાં હશે. પૂછવામાં આવતાં પંડિતજીને એ વાત કબૂલ કરી લીધી. એ માટે એમને સખત ઠપકો મળ્યો હતો. પણ આ ઘટના પછી તમાકુ ન ખાવાનો એમણે સંકલ્પ કર્યો હતો.
પોતે કાશી ભણવા ગયા ત્યારે ત્યાં ભણાવવા આવતા પંડિતોમાંથી કેટલાક પાનતમાકુ ખાતા. તમાકુની તૈયાર કરેલી ગોળીની સુગંધ આકર્ષક હોય છે. પરંતુ પંડિતજીએ તમાકુ ન ખાવાનો સંકલ્પ કર્યો હોવાથી એ વાતમાં મક્કમ રહ્યા હતા. પરંતુ ત્યાર પછી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org