________________
બાલ્યકાળનાં સંસ્મરણો
પંડિતજીના કુટુંબમાં નોકરીએ રહેલા, પણ કુટુંબના જ એક સભ્ય જેવા બની ગયેલા તે મૂળજીકાકા હતા. તેઓ સાયલાના વતની હતા. પિતાજી સંઘજી એમને મૂળજીકાકા કહેતા. તેઓ ઉંમરમાં ગાંગજી અને સંઘજી કરતાં મોટા હતા. એટલે કુટુંબનાં છોકરાંઓ એમને ભાઈજી' કહેતાં.
જૂના વખતમાં કેટલાંક મોટાં શ્રીમંત ખાનદાન કુટુંબોમાં એવી કોઈક પુરુષ વ્યક્તિની નિમણૂક કરવામાં આવતી કે જે ઘરનો બધો કારભાર સંભાળે. હિસાબકિતાબ રાખે. શાક-ભાજી, અનાજ વગેરે લાવે, ઘ૨માં જ ખાય અને ઘરમાં જ રહે. સ્થાનિક વ્યક્તિ હોય તો રાત્રે ઘરે સૂવા જાય. જે વ્યક્તિ પ્રામાણિક, નિષ્ઠાવાળી, સદાચારી અને હોશિયાર હોય તેને આવી નોકરી મળતી. તે કરે નોકરી, પણ શેઠ-નોકર જેવો વ્યવહા૨ રહેતો નહિ. કુટુંબના એક સભ્ય જેવો જ વ્યવહાર સૌ એમની સાથે રાખે. કુટુંબના સભ્યોને એ વઢે પણ ખરા અને નાના છોકરાઓને વાંક હોય તો મારે પણ ખરા.
પંડિતજીના કુટુંબમાં નવી માના અવસાન પછી છોકરાંઓનું ઘરમાં ધ્યાન રાખવા માટે એક પ્રૌઢ માણસની જરૂર હતી. એટલે મૂળજીકાકાની નિમણૂક થયેલી. તેમણે બધાં છોકરાંઓને માતા જેટલું વાત્સલ્ય આપ્યું હતું. એથી પંડિતજીએ પોતાનાં સંસ્મરણોમાં એમને પુરુષમાતા’ તરીકે ઓળખાવ્યા છે. તેઓ બાળકોને રાત્રે વાંસો પંપાળી, વાર્તા કહી સૂવરાવે. પંડિતજી બાર વર્ષના થયા ત્યા સુધી આ ભાઈજીની સાથે જ હંમેશાં સૂતા. પંડિતજીએ એમની પાસેથી કેટલીયે જૈન ધાર્મિક વાર્તાઓ સાંભળેલી.
મૂળજીકાકા પોતે ધૂળી નિશાળમાં ભણેલા, પણ સાંજે રોજ સ્થાનકમાં વ્યાખ્યાન સાંભળવા માટે જતા. એટલે જૈન ધાર્મિક વિષયોમાં એમની જાણકારી ઘણી સારી હતી. કોઈ વાર વ્યાખ્યાતા કંઈ ભૂલે તો મૂળજીકાકા એમને યાદ અપાવતા. નિશાળના માસ્તરો કે ઘરના વડીલો છોકરાંઓને અકારણ વઢે કે ધમકાવે તો મૂળજીકાકા છોકરાંઓનું ઉપરાણું લેતા. આથી કોઈ વઢવા આવે તો છોકરાંઓ એમની પાસે પહોંચી જતાં. તેઓ છોકરાંઓનું એટલું બધું ધ્યાન રાખતા કે કંઈ જરૂર પડે કે કોઈ બોલાવે તો ખાતાં ખાતાં ઊભા થઈ જાય અને એ કામ પહેલું કરે. ક્યારેક તો ભાણા પરથી ખાતાં ખાતાં તેઓ ઊભા થયા હોય, એટલી વારમાં કૂતરું ઘરમાં ઘૂસીને એમના ભાણા સુધી પહોંચી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org