________________
જન્મ અને કુટુંબ • ૭ પૂરો સંભવ છે. એમ પંડિતજીને પોતાના અન્ય કુટુંબીજનોના અન્ય જીવનપ્રસંગો સાથે મેળ બેસાડતાં લાગ્યું હતું.
પંડિતજીના પ્રપિતામહ તે માવજી મોના સંઘવી હતા. એમને ચાર પુત્રો હતા – ગાંગજી, તળશી, અમરશી અને મોતી. કુટુંબનો વિસ્તાર થતાં ગાંગજીને ચાર દીકરા, તળશીને એક. અમરશીને બે અને મોતીને ત્રણ દીકરા થયા હતા. એમાં તળશી સંઘવીના એક દીકરા તે સંઘજી સંઘવી, પંડિતજીના તે પિતા. સંઘજી બે વાર પરણ્યા હતા. એમને ચાર દીકરા અને બે દીકરી હતાં, એમની પ્રથમ પત્નીથી ખુશાલચંદ અને સુખલાલ થયા. બીજી પત્નીથી છોટાલાલ અને ઠાકરશી થયા. પહેલી પત્નીથી એક પુત્રી અને બીજી પત્નીથી પણ એક પુત્રી થઈ હતી. મોટી પુત્રી મણિ તે પંડિતજીની સગી બહેન હતી. બીજી પુત્રી ચંચળ તે પંડિતજીની સાવકી બહેન હતી.
પંડિતજીનું કુટુંબ ધાકડવંશી વિસા શ્રીમાળી જ્ઞાતિનું હતું. હવે જ્ઞાતિપ્રથા લુપ્ત થવા લાગી છે. પરંતુ એ જમાનામાં જ્ઞાતિપ્રથાની પકડ ઘણી દઢ હતી. પંડિતજીનું કુટુંબ સંઘવી કુટુંબ તરીકે ઓળખાતું. એ પરથી અનુમાન થાય છે કે પંડિતજીના કોઈ વડવાએ સંઘ કાઢ્યો હશે. પંડિતજીનું કુટુંબ જેન શ્વેતામ્બર સ્થાનકવાસી સંપ્રદાયનું હતું. જોકે પંડિતજી પોતે એવા કોઈ સંપ્રદાયમાં માનતા ન હતા, પરંતુ એમના કોઈ વડવાએ સંઘ કાઢ્યો હશે તો તે કાળે તેઓ મૂર્તિપૂજક હશે, અને પછીની કોઈ પેઢી સ્થાનકવાસી થઈ ગઈ હશે, એવું અનુમાન પંડિતજીએ કર્યું છે. જ્ઞાતિ અને સંપ્રદાયના આવા સંકુચિત પેટા વિભાગો માત્ર ઐતિહાસિક દૃષ્ટિએ સમજવા માટે જ છે. અન્યથા પંડિતજીના જીવનમાં એનું ખાસ કશું મૂલ્ય નહોતું.
માવજી સંઘવીનું કુટુંબ પહેલાં સૌરાષ્ટ્રમાં વઢવાણમાં વસેલું હતું. ત્યાંથી તેઓ લીમલી આવીને વસેલા. તેઓ મૂળ વઢવાણના હતા એની સાબિતી એ હતી કે વઢવાણમાં વાણિયાવાડમાં મયિારી સંપત્તિ તરીકે એમનું ઘર હતું અને દુકાનો પણ હતી. વળી પર્યુષણમાં આગલે દિવસે અંતરવારણાં એમના કુટુંબ તરફથી ત્યારે કરાવવામાં આવતાં હતાં.
માવજી સંઘવીના ચાર દીકરામાંથી ગાંગજી અને તળશી લીમલીમાં રહ્યા અને અમરશી અને મોતી લીમલીથી થોડા કિલોમીટર દૂર ખોલડિયાદ નામના ગામે સહકુટુંબ કાયમ રહેવા ચાલ્યા ગયા હતા. ચારે ભાઈઓ વચ્ચે બહુ સંપ હતો. પણ કુટુંબ મોટું થતાં વેપાર અને જીવનવ્યવહારની દૃષ્ટિએ ત્યાં રહેવા ગયા હતા.
ગાંગજી સંઘવી અને તળશી સંઘવીનું કુટુંબ લીમલીમાં સંયુક્ત કુટુંબની જેમ સાથે રહેતું હતું. ગાંગજી સંઘવીના સૌથી મોટા પુત્ર ત્રિભુવનદાસ તે ચારે ભાઈઓનાં સંતાનોમાં સૌથી મોટા હતા. બીજે નંબર તળશી સંઘવીના પુત્ર સંઘજી પંડિતજીના પિતાશ્રી) હતા. એટલે ઘરમાં છોકરાઓ ત્રિભુવનદાસને “બાપુ' કહેતા. તેઓ દેખાવડા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org