________________
૧૦ • પંડિત સુખલાલજી જાય તો પણ તેઓ ચિડાતા નહિ. વિ. સં. ૧૯૫૫ (ઈ. સ. ૧૮૯૯)માં મૂળજીકાકા નિવૃત્ત થયા અને લીમલી છોડી પોતાના વતન સાયલા ગયા ત્યારે છોકરાંઓએ પોતાની મા ગુમાવી હોય એવું દુઃખ અનુભવ્યું હતું.
ઉંમર થતાં મૂળજીકાકા નોકરી છોડીને સાયલા તો ગયા, પણ આજીવિકાનું ખાસ કોઈ સાધન નહોતું એટલે આર્થિક સંકડામણ અનુભવતા. એમની આર્થિક મુશ્કેલીની વાત સાંભળીને પંડિતજીને દુઃખ થતું, છતાં પોતાના દીકરા જેવા સુખલાલે સારી પ્રગતિ કરી છે અને પોતાના ભાવિનો માર્ગ ગોઠવી લીધો છે. એવું જાણીને મૂળજીકાકાને બહુ સંતોષ થયો હતો. કાશીમાં પંડિતજીને એક સ્પર્ધામાં એકાવન રૂપિયાનું ઇનામ મળેલું. એમાંથી એમણે દસ રૂપિયા મૂળજીકાકાને મોકલાવેલા. પંડિતજીને એ વાતનો રંજ રહી ગયેલો કે એકાવન રૂપિયાના ઇનામમાંથી મૂળજીકાકાને ફક્ત દસ રૂપિયા જ પોતે કેમ મોકલાવ્યા? બધા કેમ ન મોકલાવ્યા? પણ એ તો તે વખતની પરિસ્થિતિનું જ પરિણામ હતું.
પંડિતજી લીમલીની ગામઠી નિશાળમાં ભણેલા. એમને જ્યારે નિશાળે બેસાડવામાં આવ્યા ત્યારે કિનખાબની ડગલી અને માથે ટોપી પહેરી હતી. તે દિવસે વિદ્યાર્થીઓ સાથે ગીતો ગાતાં ગાતાં તેઓ માસ્તરની આગેવાની હેઠળ નિશાળે ગયા હતા. શાળામાં વિદ્યાર્થીઓને પતાસાં વહેંચવામાં આવ્યાં હતાં. એ દિવસોમાં વિદ્યાર્થીઓને બારાખડી શીખવવા માટે લાકડાનું પાટિયું અને ખડી વપરાતાં હતાં. વિદ્યાર્થીઓને અક્ષર ઘૂંટાવવામાં આવતા. એવી રીતે ચૂંટવાથી પંડિતજીના અક્ષરો સારા થયા હતા.
એ દિવસોમાં બાળકોને આંક મોઢે કરાવવામાં આવતા. રોજ સાંજે દરેક ઘરે છોકરાંઓ આંક બોલી જ જાય એવો ત્યારે રિવાજ હતો. વાણિયાના દીકરાઓ એથી ગણિતમાં અને હિસાબ કરવામાં કુશળ રહેતા. કેટલાક હિસાબ કરવામાં પલાખાની ચાવીઓ કામ લાગતી, જેથી હિસાબ ઝડપથી થતો. એ જમાનામાં પાઈ, પૈસો અને આનાનું ચલણ હતું. એક આનાની બાર પાઈ થતી. એટલે ઉદાહરણ તરીકે એક પલાખાની એવી ચાવી હતી કે જેટલે આને ડઝન તેટલી પાઈનું એક નંગ. આવાં પલાખાંની સ્પર્ધાઓ પણ થતી. આંક (દેશી હિસાબ) અને પલાખાંની છાપેલી ચોપડીઓ. આવતી. શિક્ષકો ઉપરાંત ઘરે વડીલો પોતાનાં છોકરાંઓને પલાખા શીખવતા.
પંડિતજીને શાહીથી કોપીબુક લખવાનો મહાવરો સારો થયો હતો. એમના અક્ષર સુંદર મરોડદાર થયા હતા. એટલે એમના પિતાજી દુકાનના હિસાબનું નામું એમની પાસે લખાવતા. બહારગામ ટપાલ લખવાની હોય તો તે પંડિતજી પાસે લખાવતા.
એ જમાનામાં પાઠ્યપુસ્તકો જલદી બદલાતાં નહિ અને કરકસરની સૌને ટેવ રહેતી. એમાં શરમ કે સંકોચ રહેતાં નહિ. એટલે વિદ્યાર્થીઓ પોતાનાં પાઠ્યપુસ્તકો પૂંઠું ચડાવીને સારી રીતે સાચવતા. આથી એકનું એક પુસ્તક ઉત્તરોત્તર ત્રણ-ચાર વર્ષ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org