________________
વીસમી સદીની વિરલ વિભૂતિ
આત્માની શક્તિ અનંત છે, પણ ક્યારેક દેહ આત્માની શક્તિને દબાવી દે છે. વૃદ્ધાવસ્થા આવતાં મનુષ્યની હરવાફરવાની શક્તિ ઓછી થઈ જાય છે. કેટલાકની
સ્મરણશક્તિ પણ કુંઠિત બની જાય છે. નાનપણમાં વિકલાંગ બનનાર કેટલીય વ્યક્તિઓ પોતાનો જીવનવિકાસ પોતાની ભાવના કે ઇચ્છા અનુસાર સાધી શકતી નથી. આમ છતાં વખતોવખત એવાં દૃષ્ટાન્તો જોવા મળશે કે જેઓએ પોતાની શારીરિક નિર્બળતાને અતિક્રમીને પોતાનો જીવનવિકાસ સુપેરે સાધ્યો હોય અને બીજા માટે તેઓ ઉદાહરણરૂપ બન્યા હોય. વર્તમાન સમયમાં અપંગો માટે વિવિધ પ્રકારનાં વૈજ્ઞાનિક સાધનો નીકળ્યાં છે અને આધુનિક પદ્ધતિથી એવી સરસ તાલીમ અપાય છે કે અપંગ વ્યક્તિ પણ પોતાના જીવનને સામાજિક, ધાર્મિક અને આધ્યાત્મિક દૃષ્ટિએ ઓસ્વી અને સમૃદ્ધ બનાવી શકે છે.
પ્રજ્ઞાચક્ષુ પંડિત સુખલાલજી સંઘવી એટલે વીસમી સદીનું એક અનેરું આશ્ચર્ય. કિશોરાવસ્થામાં અંધ થયા પછી એમણે પોતાના દીર્ઘ જીવનકાળ દરમિયાન અપ્રતિમ પુરુષાર્થથી જે સિદ્ધિઓ પ્રાપ્ત કરી તેની વિગતો જાણતાં આશ્ચર્યમુગ્ધ થઈ જવાય છે, આદર-બહુમાનથી એમનાં ચરણોમાં મસ્તક ઝૂકી જાય છે. અંધત્વનું ઓછુંવત્તું પ્રમાણ દુનિયામાં સર્વત્ર રહ્યા કરે છે, પણ લાખો-કરોડો અંધ માણસોમાંથી કોઈક વિરલ વ્યક્તિ જ મહાન કાર્યો કરી, પોતાની તેજસ્વી પ્રતિભા વડે આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ બને છે. પંડિત સુખલાલજીને એ કોટિમાં મૂકી શકાય. કદાચ પાશ્ચાત્ય જગતમાં તેઓ હોત અને આટલું કાર્ય કર્યું હોત તો વધુ વિશ્વખ્યાતિ એમને મળી હોત ! વસ્તુતઃ એવી ખ્યાતિ માટે એમણે કાર્ય કર્યું નહોતું કે એ એમનું જીવનધ્યેય નહોતું, પણ આપણને એવી સરખામણી કરવાનું અવશ્ય મન થાય.
- પંડિત સુખલાલજી (જન્મ ૮-૧૨-૧૮૮૦ – સ્વર્ગવાસ ૨-૩-૧૯૭૮)ની ૯૭ વર્ષની જીવનયાત્રા ઘટનાસભર, પ્રેરક અને બોધક છે. પંડિતજીનો જન્મ એક જૈન વણિક કુટુંબમાં થયો હતો, પરંતુ એક વિદ્યાવ્યાસંગી બ્રાહ્મણ પંડિતની જેમ એમણે જીવનભર
કાર્ય કર્યું હતું. એથી જ કેટલાયે અપરિચિત બ્રાહ્મણ પંડિતો પંડિતજી જન્મે બ્રાહ્મણ Jain Education International For Private & Personal Use Only
www.jainelibrary.org