________________
પાંડવ ચરિત્રમ્
૨૨
સર્ગ - ૨ આ પ્રકારના વચન સાંભળીને આનંદ પામેલી રાણી પૃથ્વીના નિધાનની જેમ ગર્ભને ધારણ કરે છે. તે ગર્ભના પ્રભાવથી તે કુન્તીના સ્તનો પુષ્ટપણાને અને શ્યામમુખપણાને અને ગાલોએ પીળાપણાને ધારણ કર્યા. તે કુન્તીનો તે ગર્ભ મોટો થતાં ત્રણ માસના અંતે આ પ્રકારના તેને દોહદો ઉત્પન્ન થયા.
તે આ પ્રમાણે જૈન ધર્મમાં આસક્ત થઈ, સમસ્ત નગરમાં અમારિનું પ્રવર્તન કરાવવાની ભાવના, કેદીઓને છોડાવવા જિનમંદિરમાં પૂજા કરવાની ઇચ્છા, રાજા પાડુએ તે બધા મનોરથો પૂર્ણ કર્યા. એ પ્રમાણે કાળ પસાર કરતાં નવ માસ અને સાડા સાત (ગા) દિવસ ગયે છતે
યેષ્ઠા નક્ષત્ર આવ્યું છતે ચંદ્ર-મંગલ દિવસે વૃશ્ચિક રાશિમાં ઉચ્ચ ગ્રહ શુભમુહૂર્ત ચક્રી જન્મયોગે રાણી કુન્તીએ પુત્રને જન્મ આપ્યો. તે પુત્રને જોઈને અંતઃપુરમાં રહેનારા બધા લોકો અને નોકરો પ્રસન્ન મુખ (ચિત્તવાળા) બન્યા. ભીખને, ધૃતરાષ્ટ્રને, પાર્ટુને અને વિદૂરને વધામણી (ખબર) આપી. તેવી રીતે અંતઃપુરમાં રહેલી અંબાલિકાને અંબિકા અને અંબાને અને સત્યવતીને જલદી જઈને વધામણી (ખબર) આપી. તેઓ બધાએ તેને પ્રીતિપૂર્વક દાન (ભટ) આપી. આપેલું ક્યારેય પણ નિષ્ફળ જતું નથી.
કારણ કે- સુપાત્રમાં આપેલું મુક્તિનું કારણ બને છે. તેથી બીજા એટલે કે અપાત્રને આપેલું દયાને વધારનારું, મિત્રને આપેલું પ્રીતિને વધારનારું, રાજાને આપેલું સન્માન આપનારું, નોકરને આપેલું ભક્તિને વધારનારું, શત્રુને આપેલું વૈરને દૂર કરવામાં સમર્થ બનનારું અને ભટ્ટ આદિને આપેલું યશને આપનારું થાય છે. અહો ! આપેલું ક્યારેય પણ નિષ્ફળ જતું નથી.
તે પુત્રનો જન્મ થતાં આ પ્રકારની આકાશવાણી થઈ. આ પુત્ર સત્ય બોલવામાં મુખ્યત્વે સજ્જનોમાં પ્રધાન, સમગ્ર બુદ્ધિને ધરનારો શૂરવીર, અચંચલ (સ્થિર) ગંભીરતાનું સ્થાન, વિનયવાન, ન્યાયવાન, ધર્મમાં રતિવાળો એવો તે ચક્રવર્તી રાજા થશે અને વૃદ્ધાવસ્થામાં (મોટી ઉંમરે) વ્રત પાળીને મોક્ષપદને પામશે. યુગ્મ-૧-૨.
તે આકાશવાણી સાંભળીને ભીષ્માદિ સર્વેને અત્યંત આનંદ થયો, ત્યારે તે નગરમાં રહેનારા પૌર લોકોએ જાતે જ મહામહોત્સવ કર્યો. પાડુનો આદેશ કેવલમાત્ર સાધનરૂપ જ સિદ્ધ થયો. તેવી રીતે સ્વજનવર્ગ તે પુત્રના પહેલા દિવસે કુળને ઉચિત વ્યવહાર કરે છે.
અશુચિકર્મ કર્યા પછી અગિયારમો દિવસ પસાર થયે છતે ભીષ્મ વગેરેએ કંઈક અંગલક્ષણ જોઈને યુદ્ધમાં સ્થિર જાણીને યુધિષ્ઠિર એ પ્રમાણે સાર્થક નામ આપ્યું. તેવી રીતે તપોધર્મમાં અગ્રણી એવી પૃથાનો પુત્ર હોવાથી ધર્મપુત્ર એ પ્રમાણે પણ બીજું નામ આપ્યું તથા ત્રણે લોકમાં પ્રસિદ્ધ અજાતશત્રુ એ પ્રમાણે પણ ત્રીજું નામ પાડ્યું. પાર્ટુના પુત્રજન્મને લઈને ઘણા રાજાઓએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org