________________
પાંડવ ચરિત્રમ્
૩૪
સર્ગ - ૨ ફેલાવવા માત્રથી પડી ગયો. તે જોઈને સત્યભામા હસી પડી (હસી) તથા અન્ય રાજાઓ પણ હસી પડ્યા. લોકો વડે હસાયેલો જોઈને કૃષ્ણ શું કરે છે ? તે કહે છે.
ત્યારે તે ધનુષ્ય પર ક્રોધથી બે હાથ મૂકીને કૃષ્ણ તેઓના હાસ્યસ્થાને અદ્ભૂત રસને પીરસ્યો.
સત્યભામાં તેને જ્યાં જોઈ રહી છે તેટલામાં (ત્યાં) કંસના સુભટો આ પ્રમાણે નિષ્ફર વાણી બોલ્યા... તે આ પ્રમાણે, પકડો પકડો. હે સુભટો ! આ બાણનું આરોપણ કરનાર લંપટને.... કારણ કે કંસ આમના પર ક્રોધિત થાય છે. તે સાંભળીને સિંહ-બાલની જેમ કૃષ્ણ અનાવૃષ્ણિને આગળ કરીને તે સુભટોને ભેદીને મંડપમાંથી વાદળમાંથી સૂર્યની જેમ બહાર નીકળી ગયા. પછી અનાવૃષ્ણિ કૃષ્ણને ગોકુલમાં બલભદ્રની પાસે મૂકીને પોતે શૌર્યપુર ગયો. તેની પાછળ ગયેલા સુભટોએ પાછા ફરીને કંસને કહ્યું : “હે રાજેન્દ્ર ! આ અમારા જેવાથી સાધ્ય નથી (જીતી શકાય તેમ નથી.) કિન્તુ આ દેવો કે દાનવોથી પકડવા માટે શક્ય નથી.” વળી કંસે મલ્લયુદ્ધના બહાનાથી સર્વે રાજાઓને બોલાવ્યા. તેના ભાવને જાણીને વસુદેવે પણ સમુદ્રવિજય આદિ બધા જ વડીલોને કંસનો ભાવ જણાવ્યો તથા મનમાં રહેલી શિક્ષા રામ (બલભદ્ર)ને આપી.
કંસે સર્વ રાજાઓને આવેલા જોઈને ઊંચા મંચ પર બેસાડ્યા. કંસ પણ એક સુંદર ઊંચા મંચ પર વિમાનમાં ઇન્દ્ર બેઠો હોય તેમ બેઠો.
વિમાનમાં ઇન્દ્રની જેમ દશદિપાલ જેવા દશાર્ક મંચ પર બેઠા પછી કંસે મલ્લોને બોલાવ્યા. તે મલ્લોના ચાણૂર અને મૌષ્ટિક નામના બે મલ્લ નાયકો છે. તે મલ્લો દરરોજ મલ્લયુદ્ધથી રમતાં વિચરે છે (ફરતા હતા).
બીજી બાજુ ગોકુલમાં રહેલા કૃષ્ણ રાજાઓને ગોકુલની આગળ જતાં જોઈને મલ્લયુદ્ધ જોવાની ઇચ્છાથી બલભદ્રને કહ્યું : “હે આર્ય ! આપણે પણ મથુરા જઈ મલ્લયુદ્ધને જોઈએ. તમે મારી ઇચ્છાને નષ્ટ કરશો નહિ અર્થાત્ ના પાડશો નહિ.” ત્યારે બલભદ્ર વિચાર્યું અને હમણાં પિતાની આજ્ઞા કહેવા માટેનો સમય આવ્યો છે. એ પ્રમાણે નિશ્ચય કરીને બલરામે (બલભદ્ર) યશોદાને કહ્યું : “હે યશોદા ! અમને બંનેને જલ્દી સ્નાન કરાવ. કારણ કે અમે મલ્લયુદ્ધ જોવા માટે મથુરા જવા ઇચ્છીએ છીએ.” તેણીએ ઉત્તર આપ્યો. હમણાં મારે સમય નથી, મારે કામ ઘણું છે. ત્યારે આપપૂર્વક ક્રોધથી લાલ આંખવાળા બનેલા બલભદ્રે કહ્યું : “રે દાસી ! ગર્વથી ભરેલી અમને શું તું જાણતી નથી?” એ પ્રમાણે કહીને યશોદાને નિષ્ફર (કઠોર) વચનોથી તરછોડીને કૃષ્ણને હાથમાં લઈને સ્નાનને માટે કાલિન્દી નદીએ બલભદ્ર આવી ગયા. તે નદીની નજીકમાં વાનર વૃક્ષની નીચે રહીને બલભદ્ર કૃષ્ણને કહ્યું : “હે વત્સ ! તું હમણાં વિષાદ મુખવાળો કેમ દેખાય છે ?”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org