________________
૩૭૨.
પાંડવ ચરિત્રમ્ (૩૭૨)
સર્ગ - ૧૭ તે સાંભળીને નારદે કહ્યું: “હે કૃષ્ણ ! એક દિવસ હું આકાશગામિની વિદ્યા વડે પરિભ્રમણ કરતાં ઘાતકીખંડના દ્વીપ ઉપર ગયો. ત્યાં અપરકંકા નામની નગરીમાં પદ્મનાભ નામનો રાજા રાજ્ય કરે છે. તેના મહેલમાં મેં દ્રૌપદી સરીખી કોઈક મૃગલોચના (સ્ત્રી) જોઈ છે.”
એમ કહીને આકાશમાર્ગે ઉડીને નારદ બીજે ક્યાંય ચાલી ગયા. કૃષ્ણ વિચાર્યું, નક્કી આ કામ એનું જ છે. આ બધું નારદે કર્યું છે. નારદે કહેલું બધું કૃષ્ણ કુન્તીને કહ્યું. પછી તે કુન્તીએ પાડુ અને પાંડવોને કહ્યું. તેથી તે પાંડવો સૈન્યની સાથે પિતાની આજ્ઞાથી કૃષ્ણ કુન્તીના દ્વારા કહેવડાવ્યું કે પૂર્વ દિશામાં રહેલા સમુદ્રતટે નિવાસના સંકેતવાળા સ્થાન પર તમે જજો પછી તે અનુસાર તેઓ પૂર્વ દિશા તરફ ચાલ્યા. અનુક્રમે આગળ જતાં સિંધુ (સાગર) કિનારે નિવાસ કર્યો. ત્યાં આવેલા કૃષ્ણને મળ્યા.
પછી કૃષ્ણ લવણ સમુદ્રના અધિષ્ઠાયક સુસ્થિતને આરાધવા માટે લવણ સમુદ્રના કિનારા પર પૌષધશાળામાં પૌષધ વ્રતનો સ્વીકાર કરી અઠ્ઠમ (ત્રણ ઉપવાસ) તપ કર્યો. તે તપથી ખેંચાયેલા લવણ સમુદ્રના અધિષ્ઠાયકે આવીને કૃષ્ણને કહ્યું : “હે કૃષ્ણ ! એવું શું પ્રયોજન (કારણ) છે. જેથી મને યાદ કર્યો છે.” કૃષ્ણ કહ્યું : “કોઈએ દ્રૌપદીનું અપહરણ કર્યું છે. ઘાતકીખડે રહેલી અપરકંકા નામની નગરીમાં પોત્તર રાજાના મહેલમાં છે, તેમ નારદે કહ્યું છે. આથી પાંડવોની સાથે હું ત્યાં જઈને તેને પાછી લાવવા ઇચ્છું છું.”
પાંડવોની સાથે મને લવણ સમુદ્રમાં રસ્તો આપ. જેથી કરીને દ્રોપદીને પાછી લઈ આવું. કૃષ્ણનું કહેવું સાંભળીને લવણસમુદ્રના અધિપતિએ કહ્યું : “હે કૃષ્ણ ! તમે હુકમ કરતાં હોતો સૈન્ય સાથે પદ્મનાભને હણીને દ્રૌપદી તમને સોંપું. આપના સેવક એવા મને આજ્ઞા કરો. આવા નાના કામ માટે તમારે જાતે આવો શું પ્રયત્ન કરવો ?” ત્યારે કૃષ્ણ કહ્યું : “આ બધું કામ તારાથી થઈ શકે તેમ છે, પરંતુ એ પ્રમાણે કરેલું કાર્ય અમારા અપયશનું કારણ બનશે. તેથી અમારા છ રથોને ઘાતકીખંડમાં જવા માટે માર્ગ આપો.” સુસ્થિતે કહ્યું : “ભલે, એમ કરો. તમારા રથની પાછળ પાંડવોના પાંચ રથો લવણસમુદ્રને તરી જાય (પાર ઉતરી જાય).” પછી તે પાંડવો કૃષ્ણના રથને આગળ કરીને લવણસમુદ્રમાં પાંચે રથો સાથે ચાલે છે (તરે છે). દિવ્ય પ્રભાવે ઘાતકીખંડમાં આવેલી અમરકંકા નગરીની નજીકમાં રહેલા ઉદ્યાનમાં બધાય કૃષ્ણ આદિ પાંડવો રથોમાંથી ઉતર્યા. તે ઉદ્યાનમાં સ્થિરતા કરીને કૃષ્ણ દારૂક સારથિને સમજ (શિખામણ) આપી. લેખ આપીને પદ્મનાભની પાસે મોકલ્યો. દારૂકે ત્યાં જઈને પાદપીઠ ઉપર ડાબો પગ મૂકીને ભાલાની અણી પર મૂકી પત્રિકાને ભેટણારૂપે આપી.
પછી ભયંકર ભૂફટી ચડાવીને કૃષ્ણનો સારથિ દારૂક બોલ્યો : “હે ઉદ્ધત રાજા ! જંબુદ્વીપના અધ ભરતને ભોગવનારા પાંડવ સાથે છ રથવાળા કૃષ્ણ મારી સાથે આમ કહેવડાવ્યું છે. રે !
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org