________________
પ્રશક્તિ સ્વસ્તિ શ્રીમત્તપાગચ્છ ભટ્ટારક ઈન્ટ ગુણથી શોભતા શ્રી વિજયદાનસૂરીશ્વર તેમના શિષ્ય ગુણશાળીઓમાં અગ્રિમ શ્રી રાજવિજયસૂરિ જય પામો. તેમના શિષ્ય શ્રેષ્ઠ પંડિતપદને પામેલા દેવવિજયે ... ૧૬૬૦ના મહા માસની સુદ-બારસ અને ગુરુવારના દિવસે અહમદાવાદમાં જિર્ણ થયેલું પાંડવ ચરિત્ર અને શત્રુંજય માહાત્મ અને તેવી રીતે નળચરિત્ર શાસ્ત્રને જોઈને ભાવાર્થ વિચારીને સરળ હોવાથી ગદ્યમય પાંડવ ચરિત્રને પોતાને અને બીજાઓને પણ સુખપૂર્વક એટલે કે સહેલાઈથી સમજી શકાય અને ઉપકારક બને, તેથી મનોહર શબ્દયુક્ત વિસ્તારથી રચ્યું છે.
છઘસ્થપણાના કારણે જે કાંઈ વ્યાકરણ, આગમથી વિરૂદ્ધ લખાયું હોય તો અહીંયા પરોપકારની એક બુદ્ધિરૂપ ધનવાળા ગીતાર્થોએ તેની શુદ્ધિ કરવી.
વાચકો (ઉપાધ્યાયો)માં મુગટ સમાન, ગુરુઓમાં ચંદ્રસમાન શ્રી શાંતિચંદ્ર ઉપાધ્યાયના શિષ્ય પંડિત રત્નચંદ્ર પોતાની બુદ્ધિ વડે સંશોધન કરેલું આ પુસ્તક જ્યાં સુધી ચંદ્ર અને સૂર્ય છે, જ્યાં સુધી સાતપુડા પર્વતો છે અને તપાગચ્છ છે, ત્યાં સુધી જયને પામો.
ઇતિ પ્રશસ્તિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org