________________
પાંડવ ચરિત્રમ્
૩૮૨
સર્ગ - ૧૭ આકુળ ભૂમિ પર પડ્યો. ફરી ચેતના પામેલો હું કૃષ્ણના ગળે વીંટળાઈને (વળગીને) જરાકુમાર એવો હું ઘણો રડ્યો. હા, ધિક્કાર હો. દેવે આ શું કર્યું ? મોટા ભાઈની હત્યા મને આપી. એમ અનેક પ્રકારે ઉપાલંભ નસીબને આપતો રખેવા મને કૃષ્ણ મૌન કર્યો. પછી જરાકુમાર એવા મેં કહ્યું: “હે ભાઈ ! મારા ગયા પછી તમને શું શું થયું ? જે જે થયું હોય તે તે તમે કહો.”
કૃષ્ણ કહ્યું : “પ્રભુએ કહ્યા બાદ નગરજનોએ મધ (દારૂ)નો ત્યાગ કર્યા પછી પૂરા નગરજનોના છ મહિના સુખપૂર્વક પસાર થયા. એમ સમય પસાર થતાં વૈશાખ માસ આવતાં કદમ્બવનના પાલકે (માળીએ) મારી સભામાં આવીને જણાવ્યું કે હે સ્વામિન્ ! કદમ્બવનમાં લોકોએ ત્યજી દીધેલો દારૂ ત્યાં એક પત્થરના કુંડમાં એકઠો થયો છે. તે દારૂને તમારા પુત્રો શાબ-પ્રદ્યુમ્નાદિ કુમારોએ પીધો છે. પુષ્પ-ફલાદિ વાળો તે દારૂ પીને જ્યાં ત્યાં અહીં-તહીં ભમે છે. ત્યાં ભમતા એવા તે શામ્બ-પ્રદ્યુમ્નાદિએ એકાંતમાં તપ કરતાં કૈપાયન ઋષિને જોયા. જોઈને ક્રોધે ભરાયેલા કુમારો હણો, હણો એમ બોલતાં ચારેય બાજુ ભમવા લાગ્યા. આ ઋષિ દ્વારિકાપુરી કેવી રીતે બાળવા સમર્થ બનશે, એમ કહીને બધાય કુમારોએ તે મહામુનિ દ્વૈપાયન ઋષિને માર્યા.”
એ પ્રમાણે શાખના કહેવાથી ઢેફા, લપાટ, લાકડી અને મુઠ્ઠી વડે હણી હણીને તમારા કુમારો વડે તેને મૃત:પ્રાય કર્યો.
આ મૃત્યુ પામ્યો છે એમ માનીને મૂચ્છ પામેલા એવા તેને છોડીને ઘરમાં આવી ગયા. મૂચ્છ ચાલી જતાં અને ગુસ્સાયુક્ત તેને જોઈને હું આવ્યો છું.
ઇત્યાદિ કહીને વનપાલક અટકી જતાં બલભદ્ર સાથે હું તે વનમાં ગયો. તે મહામુનિને ક્રોધથી ભયંકર આંખોવાળો જોઈને, બે હાથ જોડીને વિનયપૂર્વક કહ્યું : “હે મહામુનિ ! સમતાને ધારણ કરો, ક્રોધને છોડી દો. કહ્યું છે કે ક્રોધ અનર્થોનું મૂળ છે, ક્રોધ સંસાર વર્ધક છે. ધર્મનો ક્ષય કરનારો છો, તે કારણથી ક્રોધને છોડી દો. હે મુનિ ! દુષ્કર એવો આ તમારો તપ ક્યાં અને આવોકોપ ક્યાં ? પ્રકાશ અને અંધકારની જેમ બેઉનો એકી સાથે વાત (મિલન) કેવી રીતે હોય છે મહામુનિ ! તમારો મુક્તિ આપનારો મહાન તપ ક્રોધરૂપી અગ્નિથી ભસ્મીભૂત ન થાઓ. હે મુનિ ! અજ્ઞાનતાના કારણે મદ્યપાનમાં મોહાંધ બાલકરૂપે આ જે અપરાધ થયો છે–કર્યો છે. તે આજ તમે ક્ષમા કરવા માટે યોગ્ય છો અર્થાત્ બાળકોનો અપરાધ માફ કરશો. પછી ક્રોધથી લાલ આંખવાળા મુનિએ કહ્યું : હે કૃષ્ણ ! તારા શાંત વચનોથી સર્યુ (બસ કર, ક્રોધથી અંધ એવા મેં હમણાં જ નિયાણું કર્યું છે.
હે કૃષ્ણ ! આથી યાદવોની દ્વારિકાના નાશ માટે હું થાઉં. તમારા બે વિના એના બધા લોકોનો ભવિષ્યમાં પ્રલયકાર બનું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org