________________
સર્ગ - ૧૮
પાંડવ ચિરત્રમ્
૩૯૮
‘હે ભોળી ! તેં આ ઔચિત્ય વિનાનું શું કરવા માંડ્યું છે ?” એમ કહીને તેને તે પાપથી રોકી. તે કારણે બલદેવ મહામુનિએ પોતાના રૂપને નિંદતા આ પ્રમાણેનો અભિગ્રહ કર્યો.
કઠિયારા વગેરેએ આપેલા આહાર-પાણી આદિથી પારણું કરીશ, બીજાથી નહિ. એવો વનમાં અભિગ્રહ કર્યો.
ત્યારથી લઈને તે જ વિધિપૂર્વક પારણું કરે છે. અત્યંત ઉગ્ર તપને કરતા આ જ વનમાં તે
રહ્યા હતા.
પછી તે કઠિયારા લોકોએ પોતપોતાના રાજાઓ પાસે જઈને તે મુનિના તપના તેજની પ્રશંસા કરી. ડરી ગયેલા તે રાજાઓ આ પ્રમાણે વિચારે છે કે નક્કી તપને કરતા આ મુનીશ્વર આપણું રાજ્ય ઝડપી લેવા ઇચ્છે છે. તેથી આ મહામુનિને આપણે હણી નાખીએ. એ પ્રમાણે ચિંતવીને તે રાજાઓ સૈન્યો સાથે આવીને તુંગિરિવરને ઘેરી વળ્યા. તેટલામાં બલભદ્રની નિત્ય સેવા કરનારા સિદ્ધાર્થ દેવે ઊંચી છલાંગોને મારતા ક્રોડો સિંહો વિકુર્યા.
તેઓથી ત્રાસ પામેલા સર્વ સૈનિકો અને ગભરાઈ ગયેલા તે રાજાઓ તે જ વખતે મુનિને નમીને પાછા વળ્યા.
તે દિવસથી લઈને તે બલભદ્ર મુનિનું લોકમાં નૃસિંહ નામ પ્રસિદ્ધ થયું. તે ઉપશમરસમાં નિમગ્ન બલભદ્ર મુનિ તપ કરતાં વનના વાઘ, હરણ, સસલા, સિંહાદિ જીવોને પ્રતિબોધતા હતા. એ રીતે કેટલોક કાળ ચાલી ગયો. તેઓએ પ્રતિબોધિત કરેલા તે જીવોમાંથી કેટલાક શ્રાવક થયા, કેટલાક ભદ્રક (સરળ) ભાવપણાને પામ્યા. કેટલાક સમ્યક્ત્વ પામેલા વનમાં વિચરે છે, કેટલાક દેશવિરતિ, કેટલાકે પાપકર્મને છોડી દીધા, કેટલાકે અનશન સ્વીકાર્યું, કેટલાક કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. કેટલાક બલભદ્ર ઋષિના સેવક થયેલા સુશિષ્યોની જેમ સેવા કરે છે. એ પ્રમાણે કાળ જતાં કોઈક હરણને જાતિસ્મરણ જ્ઞાન થયું અર્થાત્ જાતિસ્મરણ પામેલો કોઈક હરણ પૂર્વભવની પ્રીતિથી અત્યંત ભક્તિપૂર્વક સુશિષ્યની જેમ મુનિની ઉપાસના કરે છે. તે વનમાં ભમી ભમીને કઠિયારા, સુથાર વગેરે સાર્થોને જોઈને પ્રણિપાતાદિ, નમસ્કારાદિ સંકેત થકી શુદ્ધ અન્નને (ગોચરીને) આપનારાને બતાવે છે.
મહામુનિ પણ તેના ઉપર ઉપકારની બુદ્ધિથી ધ્યાનને પાળીને તેના બતાવેલા રસ્તે સાર્થમાં જઈને તેઓની પાસેથી શુદ્ધ અન્ન (ગોચરી)ને લઈને પંદર ઉપવાસને અંતે, માસક્ષમણને અંતે, બે માસને અંતે પારણું કરે છે. એ પ્રમાણે કાળ પસાર થાય છે -
એક દિવસ કોઈક ૨થકાર સાર્થ સાથે તુંગી પર્વતની નજીકમાં રહેલા વનમાં આવ્યો. તે હરણ અહીંતહીં ભમતા સુથારના સાર્થને જોઈને તે સાર્થમાં ફરીને ત્યાંથી નીકળીને બલભદ્ર મુનિની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org