Book Title: Pandav Charitram yane Jain Mahabharat
Author(s): Kalpyashsuri
Publisher: Jiravala Parshwanath 24 Tirthankar Trust

View full book text
Previous | Next

Page 432
________________ સર્ગ - ૧૮ ૩િ૯) પાંડવ ચરિત્રમ્ પાસે આવ્યો. ત્યાં સંકેત વડે બલભદ્રને પ્રેરીને આગળ ચાલ્યો. મુનિ ઇચ્છારહિત મનવાળા હોવા છતાં ભિક્ષાર્થ (ગોચરી માટે) ચાલ્યા. તે સુથારના સાર્થમાં બલભદ્ર મુનિ ગયા. સુથાર પણ બલભદ્ર મુનિને જોઈને હર્ષના અશ્રુથી ભરેલી આંખોયુક્ત સામે આવીને દાનના પાંચ પ્રકારના ભૂષણથી ભૂષિત અથવા દાનના પાંચ પ્રકારના દૂષણથી રહિત અન્નપાનાદિ આપવા માટે ઊભો રહ્યો. દાનના ભૂષણ કહે છે. તે આ પ્રમાણે – જેવી રીતે (૧) આનંદના આંસ, (૨) રોમરાજી ઊભી થવી, (૩) બહુમાન, (૪) પ્રિયવચન, (૫) અનુમોદના. આ પાંચ દાનના ભૂષણ છે. દાનના પાંચ દૂષણ - જેમ કે (૧) અનાદર, (૨) વિલંબ, (૩) મુખ ફેરવવું, (૪) અપ્રિય વચન અને (૫) પશ્ચાત્તાપ, આ પાંચેય સારા દાનને દૂષિત કરે છે. એ દાનના અવસરે સુથાર વિચારે છે. હું ધન્ય છું. કારણ કે આ અવસરે ભિક્ષા માટે મારે ઘેર આ મુનિ પધાર્યા છે. ભવસમુદ્રથી હું પાર ઉતરી ગયો છું. એમ વિચારીને ભોજન લઈને ઉપસ્થિત થયેલા તેની સામે બલભદ્ર મુનિ પાત્ર ધરે છે. સુથાર દાન આપે છે, ઊંચા મુખે હરણ સુથારના દાનને જોઈને હર્ષિત થયેલા મનવાળો તે હરણ અનુમોદના કરે છે. જેવી રીતે હર્ષના આંસુથી ભીંજાયેલ નેત્રવાળું હરણ ફરી ફરીને ભાવના ભાવે છે કે જો હું મનુષ્ય હોત તો મુનિ મહારાજને વારંવાર વહોરાવત. એવા પ્રકારની ભાવના જ્યાં ભાવે છે. તેટલામાં ઊંચા ભાવમાં ચડતા તે ત્રણેની ઉપર ઉપરથી અડધું છેદાયેલું અભિઘાતથી હણાયેલું ઝાડ પડ્યું. તેના પડવાના અભિઘાતથી મૃત્યુ પામેલા તેઓ ત્રણેય બ્રહ્મલોકમાં સરખી ઋદ્ધિવાળા દેવો થયા. એ પ્રમાણે તિર્યંચો ને મનુષ્યોને પ્રતિબોધતા એકસો વર્ષનું સંયમ પાળતા તે બલભદ્ર મુનિએ આ પશુઓને પ્રતિબોધિત કર્યા. ત્યારથી લઈને આ જંગલી પશુગણ શાન્ત મનવાળા થયા છે.” તે ધર્મઘોષ મુનિની આ પ્રમાણે વાણી સાંભળીને પાંડવ મુનિઓ વિષાદ અને ક્લેશથી ભરેલા આત્માને આ પ્રમાણે કહે છે. આવા પ્રકારના અદ્વિતીય ચારિત્રથી પવિત્ર આત્મા બલભદ્ર મુનિને અત્યંત ભાગ્યહીન એવા અમોએ વંદન કર્યા નહિ. હા ! અમને ધિક્કાર હો. અહો ! જે બલભદ્ર મુનિની કથા પણ કાનને અમૃત તુલ્ય લાગે છે. વિશ્વનું કલ્યાણ કરનારા તે મહામુનિને વંદતાં (વંદન કરવાથી) કર્મકાદવ કેમ દૂર ન થાય ? હવે આપણે નેમિજિનના ચરણકમલને વંદન કરીએ. તે જિનેશ્વર બહુ ભાગ્યે મળનારા ક્યારેક પુણ્યથી મળે છે. ત્યારે તો અમારા સર્વ પાપની તિલાંજલિ (દૂર) થશે જ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 430 431 432 433 434 435 436 437 438