________________
(૩૯૨)
પાંડવ ચરિત્રમ
સર્ગ - ૧૮ જ કહે છે. સ્વસ્થ થયેલા ચેતનવાળા બલભદ્ર જ્યાં આ પ્રમાણે ચિંતવે છે. તેટલામાં દિશાઓને પ્રકાશિત કરતો કોઈક દેવ બલભદ્ર આગળ પ્રગટ થઈ આ પ્રમાણે બોલ્યો.
બલભદ્રને તેણે કહ્યું: “હું સિદ્ધાર્થ નામનો તારો સારથિ છું. તપના પ્રભાવથી દેવ થઈને તારી પાસે આવ્યો છું.”
જે તમે પહેલાં દીક્ષા સમયે મને કહ્યું હતું કે, હે ભાઈ ! તું દેવપણું પ્રાપ્ત કરે ત્યારે મને સંસાર સાગરથી ઉદ્ધરજે. તેથી હું તમને પ્રતિબોધવા માટે શિઘ અહીંયા આવ્યો છું પૂર્વે જે દૃષ્ટાંતો (દશ્યો, મેં તમને બતાવ્યા તે તમને પ્રતિબોધવા માટે બતાવ્યા હતા. પહેલાં નેમિનાથ પ્રભુએ જરાકુમારથી કૃષ્ણનું મૃત્યુ જે કહ્યું હતું, તે તેવી જ રીતે થયું. કહ્યું છે કે અરિહંત પરમાત્માની વાણી શું નિષ્ફળ થાય ? હે ભાઈ ! સંસારમાં જીવો ભાઈઓને પ્રાપ્ત કરે છે. પરંતુ ભાઈ ઉપર આ તારો કેવો સ્નેહ ? આ સંસારમાં ધર્મ શ્રેષ્ઠ ભાઈ છે. કહ્યું છે કે : દેહ નિત્ય મિત્ર જેવો, સ્વજનો પર્વ મિત્ર સરખા છે. ત્રીજો નમસ્કાર મિત્ર સરખો, ધર્મ પરમબંધુ છે. સવારે રાંધેલુ અનાજ તે મધ્યાન્હેં વિનાશ પામે છે. તેના રસથી બનેલી કાયામાં સારપણું શું?
ગર્ભમાં રહેલાને, જન્મેલાને, પથારીમાં રહેલાને, માતાના ખોળામાં રહેલાને, બાલને, વૃદ્ધને, યુવાનને, પ્રૌઢને, સકલ સજ્જનને, દુર્જનને, ઝાડની ટોચે, પર્વતના શિખરે (ટોચે), આકાશમાં, પાણીમાં, રસ્તામાં, પાંજરામાં, પાતાળમાં રહેલાને દુખે કરીને વારી શકાય એવો યમ બધાને હરે છે.
ગર્ભમાં, જન્મ સમયે, બાલ્યકાળ, યૌવનકાળે અને વૃદ્ધત્વમાં પણ કાળચર પ્રાણીઓના જીવિત રત્નોને હરે છે. દિવ્ય જ્ઞાનવાળા, ત્રણ જગતથી સ્તુતિ કરાયેલા, દેવેન્દ્ર-અસૂરગણથી નમન કરાયેલા ચરણોવાળા, અનંત વીર્યવાળા જે જિનેશ્વરો અત્યંત પરાક્રમી ચક્રવર્તિઓ, દેવો, બળવાન બળદેવો બીજા રાવણાદિ અશરણ એવા તેઓ યમના મુખથી શું પકડાયા નથી? અથવા નસીબ ઉલ્લંઘનીય નથી.
એવી સિદ્ધાર્થ દેવે કહેલી, મોહનો નાશ કરનારી વાણી સાંભળીને બલભદ્ર સિદ્ધાર્થને કહ્યું : “હે ભાઈ ! તે મને બોધ આપ્યો તે સારું કર્યું. હે ભાઈ સિદ્ધાર્થ ! કહે હમણાં તારું શું હિત કરું.” સિદ્ધાર્થે કહ્યું : “હમણાં ભગવાન નેમિજિન વિદ્યમાન છે. દુઃખથી પીડાતાને સુખ આપનારા મોક્ષ સુખદાયક તેઓની પાસે દીક્ષા લઈ તેમના ચરણકમલમાં રહીને મોક્ષસુખ માટે પ્રયત્ન કરો.” તે પ્રમાણે કહીને બલભદ્ર સિદ્ધાર્થની સાથે કૃષ્ણના શરીરનું અગ્નિકર્મ વિ. કર્યું. અત્યંત ઉદ્વિગ્ન મનવાળા બલભદ્ર સંસારથી વિમુખ જ્યાં થયા. તેટલામાં બલભદ્ર પોતાની આગળ વિદ્યાધર મહામુનિને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org