Book Title: Pandav Charitram yane Jain Mahabharat
Author(s): Kalpyashsuri
Publisher: Jiravala Parshwanath 24 Tirthankar Trust
View full book text
________________
સર્ગ - ૧૮ | ૩િ૯૩)
પાંડવ ચરિત્રમ્ જોયા. બલભદ્ર તે મુનિની સામે જઈને વંદન કરી અત્યંત હર્ષપૂર્વક પોતાનું આવવાનું કારણ પૂછ્યું. મુનિએ કહ્યું કે ભદ્ર! આપની ઈચ્છા જાણીને નેમિનાથ પ્રભુએ દીક્ષા માટે અમને મોકલ્યા છે. તે મુનિના મુખથી ધર્મોપદેશ સાંભળીને તેમની પાસે બલભદ્ર ભાવપૂર્વક સંયય ગ્રહણ કર્યું. સંયમ લઈને તે જ દિવસથી શરીર પર પણ મમત્વ વિનાના તેમણે છઠ્ઠ, અક્રમાદિ તપ શરૂ કર્યો.
વૈરાગી એવા તેઓ શરીરપર જીવિત (જીવન)પર પણ રાગ વિનાના, શત્રુઓ પર પણ શત્રુતા વિનાના, વનમાં પણ ભય વિનાના અમૃતમય અને શાન્તધર્મના વચનરૂપ તરંગ વડે ત્યાં ત્યાં તે તે લોકોને કોમળ બુદ્ધિવાળા તેઓ ઉપકાર કરતાં વિચરે છે.
વન, ગ્રામ, ખાણ, નગર, ખેટક, કર્બરાદિમાં અવરોધ વિના બલભદ્ર મુનિ ઇચ્છા પ્રમાણે વિચરે છે. બલભદ્રમુનિની છાયાની જેમ સિદ્ધાર્થ દેવ સેવાને કરતાં વૈયાવૃત્ય કરનારા થયા. એક બાજુ બલભદ્ર મહામુનિ પૃથ્વીને પાવન કરતાં વિચરે છે. બીજી બાજુ નેમિજિન પૃથ્વીને પાવન કરતાં વિચરે છે. એ પ્રમાણે ધર્મઘોષ મુનિના મુખથી બલભદ્ર અને કૃષ્ણનું વૃત્તાંત સાંભળીને અત્યંત વૈરાગ્યથી ભરેલા મનવાળા અને જલ્દી સંસારને છોડવાની ભાવનાવાળા પાંચે પાંડવોએ ફરી મુનિને નમીને પોતાના ભવો અને પુણ્યનું પૂછ્યું. “હે પ્રભો! અમે પૂર્વભવમાં કોણ હતા ? તે ભવમાં અમે એવું શું પુણ્ય કર્યું હતું. જેથી આવી મહાઋદ્ધિને પ્રાપ્ત કરી અને વળી અમે કેવા કેવા પ્રકારનો તપ કર્યો હતો ? જે તપથી આવા પ્રકારનું શારીરિક (કાય) બલ પ્રાપ્ત કર્યું છે ? એવું જ્ઞાન વડે અમને સત્ય શું છે તે કહો.”
ભગવાન ધર્મઘોષ નામના મુનિએ કહ્યું – “હે પાંડવો ! તમે સાવધાન થઈને તમારા પુણ્યને સાંભળો પૂર્વભવમાં કોઈક નગરની નજીકમાં રહેલા ગામડામાં ખેડૂત એવા તમે સુરતિ, શાન્તનુ, દેવસુમિત અને સુભદ્ર નામના ભાઈઓ હતા એક વખત તમે પાંચેય ભાઈઓ દારિદ્રના કાદવમાં ડૂબેલા, (દરિદ્રપણાથી દુઃખી થયેલા) સંસારથી ઉદ્વિગ્ન થયેલા, યશોધર મુનિની દેશનાથી વૈરાગી બનેલા તમે પાંચેયે તેમની પાસે સંયમ ગ્રહણ કર્યું. પછી સારી રીતે સંયમને ગ્રહણ કરનારા તમે પોતાના દેહમાં નિઃસ્પૃહ તારૂપ સૂર્યના કિરણો વડે કર્મરૂપ કાદવને શોષવા લાગ્યા.
પહેલાં સુરતિ નામના મુનિએ કનકાવલિ તપ કર્યો તે આ પ્રમાણે – એક ઉપવાસ પછી બે ઉપવાસ (છઠ્ઠ) પછી ત્રણ ઉપવાસ (અટ્ટમ) પછી આઠ અઠ્ઠમ ફરી એક ઉપવાસ પછી છઠ્ઠ એ પ્રમાણે એક એક ઉપવાસ વધારતાં ૧૬ ઉપવાસ સુધી પહોંચ્યા. ફરી ચોત્રીસ અટ્ટમ પછી ફરી ૧૬ ઉપવાસ, પછી ૧૫ ઉપવાસ, એ પ્રમાણે એક એક ઓછા કરતાં એક ઉપવાસ સુધી ઉતર્યા. ફરી પણ આઠ અટ્ટમ, પછી અઠ્ઠમ અને પછી ઉપવાસ, એ પ્રમાણે એક લતા થાય. એક વર્ષ પાંચ મહિના અને બાર દિવસે એક લતા પૂર્ણ થાય એ પ્રમાણે ચાર લતા મળીને પાંચ વર્ષ, નવ મહિના અને અઢાર દિવસે તે કનકાવલિ તપ પૂર્ણ થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438