Book Title: Pandav Charitram yane Jain Mahabharat
Author(s): Kalpyashsuri
Publisher: Jiravala Parshwanath 24 Tirthankar Trust

View full book text
Previous | Next

Page 416
________________ સર્ગ - ૧૭ ૩િ૮૩). પાંડવ ચરિત્રમ્ આથી તમારી કૃપાથી સરો. એ પ્રમાણેનું મુનિ વાક્ય સાંભળી બલભદ્ર કૃષ્ણને કહ્યું કે આ વિરૂપ હીન અંગવાળો, વાંકો હોઠ, વાંકુ નાકવાળો ક્યારે પણ શાંતિ નહિ પામે. કહ્યું છે કે - વક્ર, પગ, નાસિકા, હાથ, મોટા હોઠ, મોટા દાંત અને હીન અંગ, વિષમ આંખવાળો, ક્યારે પણ શાંતિ પામતો નથી. મુનિનું નિયાણું સાંભળીને ખેદ ભરેલા મનવાળા બલભદ્ર અને કૃષ્ણ સ્વગૃહે આવી ગયા. પછી બધા લોકો નિયાણું સાંભળીને મુનિનો તિરસ્કાર કરવા લાગ્યા. તે દિવસથી દ્વારકામાં રહેનારા બધાય નગરના લોકો પ્રભુના ઉપદેશથી અને મારી આજ્ઞાથી એક જ ધર્મકાર્યમાં સજ્જ થયા. કાળને જાણનારા સ્વામિ શ્રી નેમિજિન પૃથ્વી પર વિચરતાં તે વખતે ત્યાં આવ્યા. દેવોએ રચેલા સમવસરણમાં બેસીને દેશના આપી. તે દેશનાને સાંભળીને સ્વામિની પાસે વસુદેવ (કૃષ્ણને છોડીને) વિના સમુદ્ર વિજયાદિ દશાહએ પત્નીની સાથે દીક્ષા લીધી. શામ્બ-પ્રદ્યુમ્નાદિ કુમારોએ પણ દીક્ષા લીધી. રુક્મિણી આદિ મારી રાણીઓએ પણ દીક્ષા લીધી. તેઓની પાછળ ઘણા લોકોએ પણ દીક્ષા લીધી. તેથી મેં સ્વામિને પૂછ્યું, હે પ્રભો ! હવે ભાવિ કેવું છે ? સ્વામિએ કહ્યું, આજથી લઈને બાર વર્ષના અંતે આ દ્વારિકા નગરીનો નાશ થશે. એ પ્રમાણે મને કહીને પ્રભુ બીજે વિહાર કરી ગયા. ઉપવાસ, છઠ્ઠ, અક્રમાદિ તપ કરતાં લોકોના અગિયાર વર્ષ નિર્વિધે પસાર થઈ ગયા. ત્યારે લોકોએ જાણ્યું કે તપના પ્રભાવથી પાપાત્મા દ્વૈપાયન નાસી ગયો છે. કારણ કે લોકોના અગિયાર વર્ષ સકુશલ પસાર થઈ ગયા હતા. ફરી દારૂ આદિમાં આસક્ત લોકો સ્વેચ્છાચારી બની ગયા. અહો ભવિતવ્યતાને ટાળી શકવી દુર્લભ છે. એવી કોઈપણ રીત નથી કે જે પ્રાણીઓ વડે પોતાના દેહની છાયા જેમ ભવિતવ્યતાને ઓળંગી શકાય અર્થાત્ ભવિતવ્યતાને ટાળી શકાય. તેવી તેવી બુદ્ધિ, તેવી મતિ અને તેવી ભાવના જાગે છે. જેવી ભવિતવ્યતા હોય, વળી સહાયકો પણ તેવા જ જાણવા (મળે છે). મહાન પુરુષોને પણ જે ભાવિમાં બનવાનું છે, તેવા ભાવો ઉત્પન્ન થાય છે. શિવને નગ્નપણું, કૃષ્ણને સર્પનું શયન મળ્યું છે. જે ભવિષ્યમાં બનવાનું છે, તે ભાવોનો જો પ્રતિકાર થતો હોય તો બલભદ્ર, યુધિષ્ઠિરાદિને દુઃખો આવત નહિ. કૃષ્ણ, મહાદેવ, બ્રહ્મા અને દેવો વડે પણ લલાટે લખાયેલી રેખા ભૂંસવી શક્ય નથી. એવા પ્રકારની ભવિતવ્યતાને કારણે બારમું વર્ષ ચાલતું હતું, ત્યારે અનેક ઉપદ્રવ થયા. અકાલે વાદળોનો ગર્જરવ, અકાલે ભૂકંપ, ઉલ્કાપાતાદિ થયા. ક્યારેક અગ્નિ વિના વિચિત્ર ઘરોમાંથી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438