Book Title: Pandav Charitram yane Jain Mahabharat
Author(s): Kalpyashsuri
Publisher: Jiravala Parshwanath 24 Tirthankar Trust
View full book text
________________
સર્ગ - ૧૭
૩૮૭
પાંડવ ચરિત્રમ્ પીડે છે.” બલભદ્રે કહ્યું : “હે કૃષ્ણ ! જ્યાં સુધી હું પાણી લાવીને આવું નહિ ત્યાં સુધી તું પ્રમાદ કરીશ નહિ. સાવધાન થઈને રહેજે.” મને એમ કહીને વનદેવતાને આપીને બલદેવ જલ લેવા ગયો. હું તો પથથી થાકેલા જાનુ ઉપર પગ મૂકીને, પિતાંબર વડે ઢાંકીને જ્યાં કેટલોક કાળ સુખપૂર્વક સૂઈ ગયો. ત્યાં તે હરણની ભ્રાન્તિથી પાદતલને વીંધ્યું. હે જરા સુનો ! આ તારી આગળ મેં મૂળથી જે બન્યું હતું તેની વાત કરી.
જરાકુમાર કૃષ્ણના મુખથી જ દ્વારિકાના દાહની વાત સાંભળીને પોતાના હાથે ભાઈને હણાયેલો જોઈને દેવને ઉપાલંભ પૂર્વક આ પ્રમાણે કહ્યું: “હે વિધે ! તારા વિલાસને ધિક્કાર હો ! એવા પ્રકારની દિવ્ય શોભાવાળી દ્વારિકાને કરીને ફરી તે ભસ્મસાત્ કેમ કરી ? હે વિધે ! તે મારા માતા-પિતાને અગ્નિમાં બાળ્યા.
હે વિધે ! સ્નેહભર્યા મારા ભાઈઓને તે અગ્નિમાં શા માટે ફેંક્યા ? હે કૃષ્ણ ! તારું રાજ્ય ક્યાં ગયું? હે બંધો ! દાસદાસીઓથી પરિવરેલા તારી ક્યાં તે અવસ્થા ! સુવર્ણ પલંગમાં શયન ક્યાં ! પક્ષીઓના સમૂહથી ભરેલ ન્યગ્રોધ (પીપળાના વૃક્ષ) નીચે ધૂળમાં આળોટવાનું ક્યાં ? હા ! ત્યાં પણ એને ક્યાં આ બાણ વડે માર મારવાનું? મને ધિક્કાર હો ! સુખપૂર્વક સૂતેલા ભાઈની હત્યાની કાળાશને ધિક્કાર હો.” એમ શોક કરતા મને કૃષ્ણ વાત્સલ્યથી કહ્યું : “હે બંધો ! વિલાપથી સર્યું. પ્રભુએ કહેલું શું મિથ્યા થાય છે ? કારણ કે જિનેશ્વર ભગવાને જે કહેલું હોય તે તે જ પ્રમાણે બને છે.”
આગળ નિશ્ચિત સમયે મારું મૃત્યુ થશે ત્યારે હું આ નેમિનિના ચરણકમળનું ધ્યાન ધરીશ, તો તું મારું આ કૌસ્તુભ રત્ન લઈ જલ્દી પાંડવોની પાસે દોડી જા. તેઓ તને ભાઈના પ્રેમથી રાજ્ય આપશે, નહીં તો બલવાન બલભદ્ર આવતાં તને હણી લેશે. પછી કૃષ્ણ આપેલું કૌસ્તુભ રત્નને લઈને વિદાય પામેલો હું અનુક્રમે આપની પાસે ઉપસ્થિત થયો છું. એ પ્રમાણે જરાકુમારની વાત સાંભળીને દ્વારકાનો નાશ અને કૃષ્ણનું મૃત્યુ જાણીને પરમ સૌજન્યતાથી ભરેલા પાંચેય પાંડવો મોટા શોકમાં પડ્યા. પછી તે પાંડવો શોકભર્યા હૃદયે મૃતકાર્ય કરીને સંસારની અસારતાનો વિચાર કરતાં વૈરાગ્યથી ઉત્તમ મનવાળા સંસારથી પરાગમુખવાળા ચિંતવે છે. જો શ્રી નેમિજિન ભવ્યોને પ્રતિબોધતા અહીં આવે ત્યારે ભગવાનની પાસે અમે દીક્ષા લઈશું. આ પ્રકારે ભાવના ભાવતાં પાંચ પાંડવો રાજ્ય કરતાં સુખનો અનુભવ કરે છે. આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાંડવ ચરિત્રમાં દ્રૌપદીને પાછી લાવવાનો અને દ્વારિકા દાહાદિ વર્ણન નામનો સત્તરમો સર્ગ પૂર્ણ થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438