Book Title: Pandav Charitram yane Jain Mahabharat
Author(s): Kalpyashsuri
Publisher: Jiravala Parshwanath 24 Tirthankar Trust

View full book text
Previous | Next

Page 419
________________ પાંડવ ચરિત્રમ્ ૩૮૬ સર્ગ - ૧૭ એમ વિચારીને હું બલભદ્રની સાથે પાડુ મથુરા તરફ ચાલ્યો. રસ્તે ચાલતાં ચાલતાં અમે બંનેય ભાઈઓ અનુક્રમે રસ્તાના શ્રમથી થાકેલા હસ્તિકલ્પપુર નગરના ઉદ્યાનમાં આવ્યા. પછી ભૂખથી પીડિત મને જોઈને બલભદ્ર ભોજન લાવવા માટે હસ્તિકલ્પપુરે પ્રવેશ્યા. મારી સાથે સંકેત કર્યો કે હસ્તિકલ્પપુરે ધૃતરાષ્ટ્રનો પુત્ર અચ્છદન્ત નામનો રાજા છે. તે પાંડવો પરના વૈરથી મારી સાથે અત્યંત વૈર રાખે છે. કારણ કે તે ક્રાત્મા છે. આથી તે બંધુ ! હું હસ્તિકલ્પ નગરમાં તમારા ભક્તપાન (આહાર-પાણી) માટે જાઉં છું. પરંતુ હું ત્યાં ગયેલો કોઈકથી અટકાવાયેલો જ્યારે સિંહનાદ કરું, ત્યારે તમારે ત્યાં ઝડપી આવી જવું. આવો સંકેત કરીને નગરમાં ગયો. ગયા પછી થોડીવારે બલભદ્ર કરેલો સિંહનાદ મેં સાંભળ્યો. તેથી ક્રોધથી ધમધમતો હું સિંહની જેમ છલાંગ મારતો દોડ્યો. બંધ કરેલા કિલ્લાના દરવાજાને પગની લાતથી ખોલીને અચ્છદત્તની સેનાને ભેદીને હાથીના બંધન સ્તંભને હાથમાં રાખેલા બલભદ્રને જોયા. નગરના દરવાજાની અર્ગલા લઈને પછી હું પણ અચ્છદત્ત પ્રતિ દોડ્યો. પછી મેં કહ્યું: “હે દુરાત્મન્ ! કૌરવોનો અંત કરનાર હું કૃષ્ણ છું. તમે શું ન જાણ્યું? અર્થાત્ તમે મને શું ન ઓળખ્યો. તૈયાર થા !” તે સાંભળી મરણથી ડરેલો અચ્છદત્ત મારા હાથમાં યમદંડ જેવી અર્ગલા જોઈને હાથ જોડી બોલ્યો : “હે કૃષ્ણ ! અહીં રહેલા કુરંગ (હરણ) જેવા સેવક ઉપર તમારો સિંહની જેમ આ કેવો ક્રોધનો અતિરેક ઇત્યાદિ કહેવા થકી સંતોષ પામેલો હું તેને ત્યાં જ મૂકીને વિવિધ પ્રકારના આહાર-પાણી સાથે બલભદ્રને લઈને ફરી તે વનમાં અમે આવી ગયા. તે વનમાં બલભદ્ર સાથે સ્નાન કરીને ભોજન કર્યું. ભોજન કર્યા પછી બંનેય ભાઈઓ પરસ્પર વાતો કરતા હતા. ત્યારે મેં પૂછ્યું: “હે ભાઈ ! નગરમાં જઈને ભોજન કેવી રીતે લાવ્યા?” બલદેવે કહ્યું: “સાંભળ, તારી પાસેથી હું નગરમાં ગયો. ત્યાં કંદોઈની દુકાનમાં મેં સુવર્ણનું કડું આપીને ખાવાનું (આહાર). લીધું. લીધેલો આહાર લઈને જ્યાં હું પાછો ફરું છું, ત્યાં કંદોઈએ રાજાની આગળ જઈને નામથી અંકિત કડું બતાવ્યું. પછી અચ્છદન્ત બલભદ્ર જાણીને સૈન્ય સમેત મને મારવા માટે આવી ગયો.” ત્યાં આવીને મને કહ્યું : “હે પાંડવ બંધુ ! ક્યાં જાવ છો. જો તું વસુદેવ રોહિણીનો પુત્ર હોય તો તૈયાર થા. ફરી પણ શસ્ત્રોને હાથમાં લે” તેથી હું ભોજનના પાત્રો એક સ્થાને મૂકીને સિંહનાદને છેડતા હાથીને બાંધવાનો સ્તંભ લઈને વૈરી સાથે સંગ્રામને માટે સામે ગયો. તેની સાથે જ્યાં યુદ્ધ કરું છું, તેટલામાં ત્યાં તું આવી ગયો. આ મારૂં ચરિત્ર છે (આ મારી વાત છે.)” પછી આહાર કરેલા અમે તે વનમાંથી નીકળી ચાલતા અનુક્રમે કૌશામ્બ નામના વનમાં આવ્યા. તે વનમાં ન્યગ્રોધ વૃક્ષ નીચે રહેલા અને માર્ગમાં ચાલવાથી લાગેલા થાકવાળા મને લવણવાળા આહારથી અને પુણ્યના ક્ષયથી તરસ લાગી. તેથી મેં બલભદ્રને કહ્યું : “હે બંધો ! મને તૃષા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438