Book Title: Pandav Charitram yane Jain Mahabharat
Author(s): Kalpyashsuri
Publisher: Jiravala Parshwanath 24 Tirthankar Trust

View full book text
Previous | Next

Page 409
________________ પાંડવ ચરિત્રમ્ ૩૭૬ સર્ગ - ૧૭ બે વાસુદેવના શંખના અવાજનું મિલન એ એક આશ્ચર્ય થયું છે. તે શંખનાદ સાંભળીને કપિલ પાછો વળીને અપરકંકામાં આવી ગયો. પડી ગયેલા મઠ, દેવકુલ, શિખર, પ્રાસાદો વડે વેરવિખેર અપરકંકાને જોઈને પૂછ્યું : “હે પદ્મનાભ ! તારી અપરકંકા નગરી આવી કેમ દેખાય છે ?પદ્મનાભે સાચી વાત કરતાં ગુસ્સે થયેલા કપિલે તેને દેશમાંથી કાઢી મૂકીને તેના સ્થાને તેના પુત્રને બેસાડીને પોતે ચંપાનગરીમાં આવ્યો. સમુદ્રના માર્ગે જતી રથમાં બેઠેલી દ્રૌપદીને યુધિષ્ઠિરે પૂછ્યું : “હે પ્રિયે ! તે દુર્જન રાજાની આગળ પસાર કરેલ છ મહિનાની અવધિ સુધી શું ચિંતવ્યું હતું ?” દ્રૌપદીએ કહ્યું : “હે દેવ, મેં જાણ્યું હતું કે છ માસને અંતે મારો પતિ આવશે જ. ત્યાં સુધી હું છઠ્ઠના પારણે આયંબિલ કરીશ. છ માસ સુધીમાં પતિ નહિ આવે તો અનશન કરીને મરણ સ્વીકારીશ. એ પ્રમાણે મેં ચિંતવ્યું હતું.” પછી એ છએ રથો સમુદ્રનો પાર પામ્યા. ત્યારે કૃષ્ણ પાંડવોને કહ્યું: “હે બંધુઓ ! જ્યાં સુધી હું લવણસમુદ્રના અધિપતિ સુસ્થિતને છોડીને આવું ત્યાં સુધી તમે આગળ જઈને બાસઠ (૬૨) યોજન વિશાલ પ્રવાહવાળી ગંગા નદીને ઉતરી જાવ.” કૃષ્ણની આજ્ઞાને પામીને પાંડવો ગંગા પાસે આવીને કોઈક નાવને મેળવીને ગંગાને ઉતર્યા. પછી તે પાંડવો ચિંતવે છે. જેમ કે આ જન્મથી બળવાન એવા કૃષ્ણનું બાહુબલ જોઈશું, એમ વિચારીને કૃષ્ણને માટે નાવ પાછી મૂકી નહિમોકલી નહિ. તેથી સુસ્થિતને વિદાય કરી, ડાબા હાથમાં રથને મૂકીને બીજા જમણે હાથે ગંગાને તરવા કૃષ્ણ તૈયાર થયા. ગંગાની મધ્યમાં આવીને થાકેલા કૃષ્ણ ચિંતવ્યું. જેના થકી આ ગંગા નદી ઉતર્યા તે પાંડવો પ્રશંસનીય છે. કૃષ્ણનો ભાવ જાણીને ગંગા દેવીએ સ્થળ બનાવ્યું. તે જગ્યાએ થોડીવાર વિશ્રામ લઈને કૃષ્ણ ગંગાનો પાર પામ્યા. ત્યાં ગંગાતીરે જઈને કૃષ્ણ પાંડવોને પૂછ્યું : “તમે લોકો ગંગા કેવી રીતે ઉતર્યા.” તેઓએ કહ્યું : અમે નાવથી ઉતર્યા તો પછી અમને નાવ કેમ ન મોકલી.” કૃષ્ણ આ પ્રમાણે પૂછતાં તેઓએ કહ્યું : “તમારું બાહુબલ જોવા માટે નાવ મોકલી નહિ.” તેથી કોપથી લાલ થયેલા કૃષ્ણ આ પ્રમાણે કહ્યું: “હે પાંડવો ! કંસ, કેશિ, જરાસંઘ આદિના વધ સમયે અને પદ્મનાભને જીતવામાં મારું બળ જોયું નહિ? મારું બળ તો હમણાં જ જુઓ.” એમ કહીને ક્રોધથી કાંપતા કૃષ્ણ લોખંડના દાંડાથી પાંડવોના રથોને લોખંડના ભૂકાની જેમ ચૂરી નાખ્યા. પછી ક્રોધાવેશમાં આવેલા કૃષ્ણ પાંડવોને કહ્યું: “હે પાંડવો ! જો મારી ભૂમિમાં રહેશો તો પુત્ર, બાંધવો અને સૈનિક વિનાના થઈ જશો.” એમ કહીને કૃષ્ણ દ્વારિકામાં આવી ગયા. શ્યામ થયેલા મુખવાળા પાંડવો પણ હસ્તિનાપુર આવ્યા. ઘેર આવેલા પાંડવોએ માતા-પિતાના પૂછવાથી ગંગા ઉતરતા થયેલી વાતને માતા-પિતાને કહી. પાડુરાજાએ કહ્યું : “હે પુત્રો ! કૃષ્ણને કોપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438