Book Title: Pandav Charitram yane Jain Mahabharat
Author(s): Kalpyashsuri
Publisher: Jiravala Parshwanath 24 Tirthankar Trust

View full book text
Previous | Next

Page 410
________________ સર્ગ - ૧૭ ૩િ૭૭] પાંડવ ચરિત્રમ્ કરાવી તમે ખરાબ કર્યું છે. કારણ કે એ ત્રણ ખંડના અધિપતિ અર્થે ભરતનો સ્વામિ છે. તમે ક્યાં જશો ? તમારા માટે કૃષ્ણની ભૂમિ સિવાય બીજે ક્યાંય પણ સ્થાન નથી.” હવે પાડુરાજા કુન્તીની સાથે વિચાર વિમર્શ કરીને કૃષ્ણના ક્રોધને શાંત પાડવા અને પાંડવોને રહેવા માટે કુન્તીને મોકલી, પછી હાથી પર બેઠેલી દ્વારિકાના ઉદ્યાન સુધી જ્યાં આવ્યા, તેટલામાં ત્યાં નેમિ ભગવાનનું સમવસરણ જોઈને પગે ચાલીને સ્વામિ પાસે જઈ નમીને પ્રભુની દેશના સાંભળવા લાગ્યા. ત્યાં આવેલી દેવકી પણ પ્રભુની દેશના સાંભળે છે. એ પ્રમાણે સર્વ પર્ષદા પ્રભુના મુખથી નીકળેલ વચનરૂપ અમૃતને કર્ણ (કાન)રૂપ કટોરાઓ વડે પીને આનંદ પામ્યા. બીજી દેશના પૂર્ણ થયે છતે દેવકીએ જિનને નમીને હાથ જોડીને પૂછ્યું: “હે પ્રભો ! મારા ઘરમાં એકસરખા રૂપવાળા છ સાધુઓ આવ્યા છે. પરંતુ પ્રીતિને ઉત્પન્ન કરનારી કૃષ્ણ સમાન શ્રીવત્સથી શોભિત છાતીનું સ્થલ એકબીજાનું ભ્રમ કરનારું છે. અર્થાત્ ખબર ન પડે તેવું છે, એટલે કે એકસરખા છે. વળી મને બાલ્યપણામાં અતિમુક્ત મુનિએ કહેલું કે : “હે દેવકી ! ભવિષ્યમાં તને અતિ ઉત્કૃષ્ટ રૂપવાળા આઠ પુત્રો થશે. તેના જેવા પુત્રોને બીજી કોઈપણ સ્ત્રી જન્મ નહિ આપે. તે પણ અસત્ય થયું. કારણ કે કોઈપણ નારીએ તે કૃષ્ણના સમાન રૂપવાળાને જન્મ આપ્યો નથી.” દેવકીએ કહેલું સાંભળીને પ્રભુએ કહ્યું : “હે દેવકી ! આ તારા જ પુત્રો છે.” પછી સ્વામિએ કહ્યું : “ભજિલપુરે ધર્મમાં અપ્રમાદિ કલ્યાણકારી નાગશ્રેષ્ઠીની સુલસા નામની સ્ત્રી છે.” તે સુલતાને બાળપણમાં તે જ મુનિએ કહ્યું હતું. આ બાલિકા મૃતવત્સા બનશે. તે સાંભળીને તે સુલસા બાલિકાએ કુમારપણામાં સુવર્ણમયી હરિણગમૈષી દેવની પ્રતિમા બનાવડાવી અને પ્રતિષ્ઠા કરાવી તે દેવની પૂજાથી હરિણગમૈષી દેવ ખુશ થયો. નાગશ્રેષ્ઠીની સાથે લગ્ન કર્યા પછી દિવ્ય પ્રભાવથી તને અને સુલતાને એમ બંને એક સાથે ગર્ભકાળ શરૂ થયો. પછી સમય પૂર્ણ થતાં સાથે પ્રસવ થતાં તે બંને ગર્ભનું તે દેવે પરિવર્તન કર્યું. (એટલે કે તમે જન્મ આપેલ પુત્રોને સુલસા પાસે મૂકયા અને તેને (સુલસાએ) જન્મ આપેલ મૃત પુત્રીઓને તમારી પાસે મૂકી.) તેથી આ છએ તમારા જ પુત્રો છે, સુલતાના નથી. આથી આ છએ પણ કૃષ્ણના ભાઈ હોવાથી કૃષ્ણ સરીખા તમારા નેત્રોને અમૃત અંજન સરીખા આનંદ કરનારા થયા છે. એ પ્રમાણે સાંભળીને દેવકી નેહથી મોહિત થયેલ પુત્રની પાસે જઈને સ્નેહભરી દૃષ્ટિથી આનંદના અશ્રુથી ભરેલી આંખોવાળી હર્ષના કારણે રોમાંચિત થયેલા શરીરમાં આવેલા દૂધવાળી તેણી. પોતાના પુત્ર મુનિવરોને લાંબાકાળ સુધી વારંવાર વંદન કર્યા. પછી પ્રભુની પાસેથી આનંદિત મનથી કૃષ્ણ કુન્તીને (ફોઈને) પોતાના ઘેર લઈ ગયા. ત્યાં કેટલાક દિવસો રોકાઈને કુન્તીએ અવસર પામીને કૃષ્ણને કહ્યું : “હે કૃષ્ણ ! તે દેશપાર કરેલા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438