________________
સર્ગ - ૧૭
૩િ૭૧
પાંડવ ચરિત્રમ્ એક દિવસ જગતને જોવાના કૌતુકવાળા મહામુનિ નારદ આકાશમાર્ગે જતાં એકાએક યુધિષ્ઠિરના ઘરે આવ્યા. તે નારદને જોઈને પાંડવો સાથે બધા ઉડ્યા અને નમસ્કાર કર્યા, પરંતુ તે દ્રૌપદીએ નારદને અસંયમી છે, એમ જાણીને ઉઠવા આદિ વિનય ન કર્યો. તેથી ઇર્ષા, અભિમાનથી રુટ થયેલ નારદ ચિંતવે છે – પાંચ ભરથારથી ગર્વિત થયેલી આ દ્રૌપદી ઊભા થવારૂપ મારો વિનય કરતી નથી, તો તેને ગંભીર દુઃખસાગરમાં ફેંકું. જેથી કરીને તે મારી અવજ્ઞાનું ફળ પામે. એમ ચિંતવીને નારદ દેવમુનિ ગગન ગામિની વિદ્યા વડે આકાશ માર્ગે ઉઠ્યા.
એક વખત યુધિષ્ઠિરના ઘરે ઉપરના માળે યુધિષ્ઠિરની સાથે સુખપૂર્વક નિદ્રા લેતી સૂતેલી દ્રૌપદીનું કોઈકે અપહરણ કર્યું. પ્રભાતે દ્રૌપદી વિનાનો ખાલી પલંગ જોઈને ગભરાયેલા યુધિષ્ઠિર ભાઈઓની સાથે અહીં-તહીં વનાદિઓમાં ભમી ભમીને દ્રૌપદીને જુએ છે. પરંતુ ક્યાંય પણ ભાળ મળી નહિ. તેથી તે પાંડવોએ દ્રૌપદીના દુઃખ સમૂહથી ભરેલા કૃષ્ણની પાસે દ્વારિકામાં કુન્તીને મોકલી. ત્યારે હાથી પર બેઠેલી તે કુન્તી ક્રમપૂર્વક જતી દ્વારિકા પહોંચી. કૃષ્ણ સામે જઈને પ્રવેશ કરાવ્યો. પછી દાન-સન્માન, ભોજનાદિ કરીને પૂછ્યું : “હે ભૂઆ(ફોઈ) આવવાનું શું કારણ? કુન્તીએ કહ્યું : “હે કૃષ્ણ ! યુધિષ્ઠિરની પાસેથી રાત્રિએ સુખપૂર્વક સૂતેલી દ્રૌપદીનું કોઈક અપહરણ કરી ગયું છે. તેથી તારા બંધુ પાંડવોએ વન, ઉદ્યાન આદિ સર્વ જગ્યાએ તેણીની શોધ કરી. પરંતુ ક્યાંય તે મળી નહિ. તેણીના સમાચાર લેવા માટે પુત્રોએ મોકલેલી એવી હું આપની પાસે આવી છું.” આ વચન સાંભળીને કૃષ્ણ કહ્યું : “હે ફોઈ ! તમે ચિંતા ન કરો. હું બરાબર તપાસ કરીને દ્રૌપદીને લાવીશ. તમે સ્વસ્થ થાઓ (નિશ્ચિત રહો).” સવારે સભામાં બેઠેલા કૃષ્ણ શું કરવું એવી ચિંતાને કરે છે. તેટલામાં નારદદેવ મુનિ ત્યાં આવ્યા. કૃષ્ણ ઊભા થઈને આસન વગેરે આપવા વડે સંતોષ પમાડેલા નારદે કૃષ્ણને કુશળક્ષેમ પૂછ્યા.
પછી કહ્યું : “હે કૃષ્ણ ! તમે આજ કંઈક ઉદાસ મુખવાળા દેખાવ છો, તો શું આપના મનમાં કંઈ ચિંતા છે (આપના મનમાં શું વિચાર ચાલે છે).” કૃષ્ણ કહ્યું: “હે દેવમુને ! હસ્તિનાપુરથી યુધિષ્ઠિરની પાસેથી રાત્રિએ કોઈક દ્રૌપદીનું અપહરણ કરી ગયું છે. તેને કોણ ઉપાડી લઈ ગયું, તે જણાતું નથી. ક્યાં ગઈ ? તેની ચિંતા મનમાં પ્રવર્તિ રહેલી છે.” નારદ મુનિએ કહ્યું: “હે કૃષ્ણ ! તું એકલો જ હજાર રાણીઓનું રક્ષણ કરી શકે છે, તો પછી પાંચે પાંડવો મળીને એક એવી તેણીનું રક્ષણ કેમ ન કર્યું?” આવી નારદની કહેલી વાત સાંભળીને કૃષ્ણ ચિંતવ્યું, એનું જ આ કર્તવ્ય દેખાય છે. એટલે કે તેને જ આવું કામ કર્યું જણાય છે. તેથી એણે (કૃષ્ણ)વિચાર્યું આ મારી આગળ બધું સત્ય કહેશે. પછી કૃષ્ણ નારદને પૂછ્યું : “હે મહામુને ! તમે ક્યાંય પણ તેણીને જોઈ હોય તો જે સત્ય હોય તે કહો. તેણી ક્યાં છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org