________________
પાંડવ ચરિત્રમ્
૨૨ ૨.
સર્ગ - ૯ તેથી ત્યાં (તે વનમાં) ક્રીડા તો દૂર રહી ઇત્યાદિ વચનો સાંભળીને ક્રોધિત થયેલા તમારા ભાઈએ સૈનિકોને આ પ્રમાણે કહ્યું: “હે સૈનિકો ! તે વનમાં જાઓ, તે વનમાં પ્રવેશ કરતા જે કોઈ તમને રોકે તેને તમારે હણી નાખવો.”
તેનું વચન સાંભળીને દુર્યોધનના સૈનિકોએ તે વનપાલકોને પાછા પાડીને સમગ્ર સૈન્ય વનમાં પ્રવેશ કર્યો. પછી તમારા ભાઈ તૈયાર થઈને પ્રવેશ કરીને મહેલમાં રહ્યા. તે મહેલની નજીક ચારે દિશાઓમાં કર્ણ, દુઃશાસન વગેરે આવાસો કરીને ચંદ્રની નજીકમાં ગ્રહોની જેમ સુખપૂર્વક રહ્યા છે. પછી તમારા ભાઈ મારી સાથે તે નંદનવનની ઉપમા સમાન તે વનમાં ઇન્દ્ર-ઇન્દ્રાણીની જેમ સુખપૂર્વક ક્રીડા કરે છે અને ઉશ્રુંખલ એવા તે સૈનિકોએ તે વનને જેમ મત્ત હાથી નલિની વનને ઉખેડી નાખે છે, તેમ મૂળ, ફલ, પુષ્પ, પત્ર ગ્રહણ કરવા થકી અત્યંત વેરાન (રમણભમણ) કરી નાખ્યું.
આ બાજુ અસંખ્ય સુંદર વિદ્યાધરના વિમાનો વડે અને ક્રોડો વિદ્યાધર સુભટ વડે વ્યાપ્ત (સંકીર્ણ) આકાશને દુર્યોધનાદિ બધા સૈનિકોએ જોયું. તેથી ડરી ગયેલા વેપારીઓએ પોતાની દુકાનો બંધ કરી અને તંબૂઓ છોડીને માલસામાન વાહનમાં ચડાવી દીધો. ગરીબ સ્ત્રીઓ બાળકોને લઈને સામાન બાંધીને નાસવા માટે તૈયાર થઈ. કોટિ સુભટો (સૈનિકો) યુદ્ધ માટે તૈયાર થયા.
રાજાઓના મહેલોમાં રહેલા હાથી, ઘોડા, રથો, સજ્જ (તૈયાર) કરાયા. પાયદળ તૈયાર થયું અને તમારા ભાઈએ બધા સૈનિકોને હાંકી કાઢ્યા.
સોમદત્ત, ભગદત્ત કલિંગ દેશનો રાજા જયદ્રથ વિશલ્ય, ભૂરિશ્રવ, ચિત્રસેન, બૃહદ્બલ, સુશર્મ, કૃત, વર્માદિ રાજાઓ વિદ્યાધર સેના સાથે સંગ્રામ માટે આવ્યા અને તે પરસ્પર બાણોની શ્રેણી વડે લડવા લાગ્યા અને તેવી રીતે છત્રીશ પ્રકારના દંડ શસ્ત્રો વડે યુદ્ધ કરવા લાગ્યા. તે શસ્ત્રોના નામ આ પ્રમાણે છે.
ચક્રધનુષ, વજ, ખગ, યુરિકા (છરી), તોમર, કુન્ત (ભાલો), શૂલ, શક્તિપાશ, ત્રિશુલ, મુગર, મક્ષિકા, ભલ્લ, ભિન્દમાલ, મુષ્ટિ, યષ્ટિ (લાકડી), ગદા, શંકુ, પરશુ (કુહાડી), અરિષ્ટ, કણય, કંપન, હલ, મુશલ, ગોલિકા, કર્તરી (કાતર), કરપત્ર (કરવત) તરવારિ (તલવાર) કુંદાલ, દુઃસ્ફોટ, ગોફિણ (ગોફણ), દારૂ, બાવક, બસ એ પ્રમાણે આ છત્રીસ પ્રકારનો દંડાયુદ્ધો છે. એની સાથે તેઓ પરસ્પર પ્રહાર કરે છે. પરંતુ બેમાંથી એક પણ જય કે પરાજય પામતા નથી. ત્યારે તમારા ભાઈ બોલ્યા : “તમે ખોટું અયોગ્ય યુદ્ધ કરો છો. કારણ કે, તમે વિમાનમાં બેસી આકાશમાં રહી યુદ્ધ કરો છો. અમે તો ભૂમિ પર રહી વાહનમાં બેસીને લડીએ છીએ, તે સાંભળીને વિદ્યાધરો વિમાનો ત્યાગીને ઈર્ષ્યા સહિત ભૂમિ પર રહી પરસ્પર યુદ્ધ કરવા લાગ્યા.” તમારા ભાઈએ સંમોહન અસ્ત્ર મોકલ્યું. વિદ્યાધરોએ પણ સંમોહનાસ્ત્ર ફેંક્યું. એ પ્રમાણે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org