________________
પાંડવ ચરિત્રમ્
(૩૧ ૨
સર્ગ - ૧૩ નહિ. હે પાંડવો ! એ રીતે વૈરભાવને ધારણ કરતા કર્ણને નિશ્ચય કરી મેં ભાઈ સંબંધી વૃત્તાન્ત તમને કહ્યો નહિ. બંધુ સ્નેહ જાણતાં અર્જુન કર્ણને ન હણે. કર્ણ હણાયા વિના દુર્યોધન પાસેથી રાજ્ય લેવાનું શક્ય નથી. આથી ભાઈનો સંબંધ કહ્યો નથી. કૃષ્ણની આ પ્રમાણેની વાણી સાંભળીને રડતા રડતા પાંડવોએ કર્ણની સર્વ ઔધવ દેહ સંબંધિ સર્વ ક્રિયા કરી.
ત્યાં દિવ્યરૂપને ધરનારા પંચાંગ નમસ્કાર કરવામાં તત્પર કેટલાક દેવોએ બે હાથે અંજલિ જોડી યુધિષ્ઠિરને વિનંતી કરી, હે દેવ ! પહેલા તે દિવ્ય સરોવરે જેણે તમારું બૂરું કર્યું હતું, તે અમે નાગલોકના દેવો છીએ. ત્યારે સંતુષ્ટ થયેલા અમારા સ્વામીએ વરદાન આપ્યું હતું. હે યુધિષ્ઠિર! જે તમને ગમે તે માંગો. ત્યારે તમે માતાની સાથે કહ્યું હતું કે કર્ણ અને અર્જુનના યુદ્ધમાં અર્જુનને સહાય કરવી તે આજ તમારા બેનું યુદ્ધ થતાં નાગેન્દ્રની આજ્ઞાથી અમે અર્જુનને સહાય કરી. કારણ કે કર્ણના રથના બે પૈડા નાભિ (અડધા) જેટલા ભૂમિમાં ખૂંચાડી દીધા. પછી તમે સવારે પરિવાર સહિત દુર્યોધનને હણીને સંગ્રામરૂપ સમુદ્રનો પાર પામનારા થશો. એવી દેવવાણી સાંભળીને હર્ષ પામેલા પાંડવોએ તે દેવોનો સત્કાર-સન્માન કરીને જલ્દી વિસર્જન (વિદાય) કર્યા.
આ બાજુ કૌરવેન્દ્ર દુર્યોધન રણસમુદ્રનો મુખ્ય આધાર કર્ણને હણાયો જાણીને શોકને ધરતાં પોતાની શિબિરમાં આવીને પલંગમાં ઉલટા સૂઈ ગયા (પડ્યા).
જેમ કે હવે શોકથી મૂચ્છિત થયેલ અર્ધ શ્વાસ લેતા બેભાન જેવા બનેલા અર્ધમિચિ આંખવાળા, છાતી પર હાથ પછાડતાં અને ખુલ્લા મુખે જોરથી રડ્યા.
નામ લેવાપૂર્વક હા કર્ણ ! હા કર્ણ ! એ પ્રમાણે વિલાપ કરતા ક્ષણવાર મૌન ધરી દુર્યોધન ત્યારે શોક કરતો ઉભો રહ્યો.
એ પ્રમાણે દુર્યોધનને શોકરૂપ સમુદ્રમાં ડૂબેલો જાણીને દ્રોણપુત્ર અશ્વત્થામાં આ પ્રમાણે બોલ્યા: હે મહારાજ ! તમારા જેવા પણ મહાત્માઓનો શોક પિશાચથી ગ્રહણ કરાય છે, તો અમારા જેવા હીન સત્ત્વશાલિનું શું કહેવું ? આથી ધીરજ ધરો. કારણ કે આજ પણ તમે સંગ્રામની સીમમાં ઉભા રહે છતે બિચારા કાગડા જેવા પાંડવો કોણ ? તે નાસી જશે. પાંડવો કંઈ જીતી ન શકાય તેવા નથી. આથી વૈરીને કાંટા સમાન મદ્રદેશાધિપ શલ્ય રાજાને સેનાપતિપણે સ્થાપવો.
ઇત્યાદિ અશ્વત્થામાદિના વચનથી શોકને થોડો ઓછો કરીને કાપેલું ઘાસ ફરી ઉગે તેમ તૈયાર થયો. તે રાત્રિ ગમે તેમ કરીને પસાર કરી.
સત્તરમો દિવસ પસાર થઈ ગયો. સૂર્યોદય વખતે મદ્રદેશના રાજા શલ્યને સેનાધિપતિપણે સ્થાપીને કૃતવર્મ કૃપાચાર્ય અશ્વત્થામાદિથી પરિવરેલો દુર્યોધન યુદ્ધભૂમિમાં આવ્યો તથા પ્રભાત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org