________________
(સત્તરમો સર્ગ) હસ્તિનાપુરના સામ્રાજ્યરૂપ કમળના વનમાં ખેલતાં રાજહંસ સમા પાંડવોએ ઘણા દિવસો પસાર કર્યા.
ન્યાયનીતિમાં નિપુણ રાજ્યનું પાલન કરતાં તેઓના દિવસો પસાર થાય છે, તો પણ તે પાંડવોનો ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચારે પ્રકારના ધર્મમાં પુરુષાર્થ કરતાં કાળ જાય છે. ધર્મથી મોક્ષ પણ પ્રાપ્ત થાય છે. તે ધર્મ કેવો છે, તેનું વર્ણન કરે છે.
જેમ કે જે દાનને આપે છે, યથાશક્તિ બ્રહ્મચર્યનું પાલન કરે છે. વિધિપૂર્વક તપ કરે છે. ભાવપૂર્વક ભાવનાને ભાવે છે. નિરંતર નવી નવી ધર્મની ઉન્નતિ (પ્રભાવના-પ્રચારાદિ). કરે છે, કરાવે છે. અનુમોદે છે. તે મોક્ષને પ્રાપ્ત કરે છે.'
કહ્યું છે કે - તે ધન્ય છે, યશનું ઘર છે. તેઓ થકી જ વસુંધરા (પૃથ્વી) રત્નપ્રસૂતા કહેવાય છે. જે બલથી, વીર્યથી, બુદ્ધિથી, લજ્જાથી અને લક્ષ્મી વડે શ્રી જિનશાસનની ઉન્નતિ કરે છે. (પ્રભાવના કરે છે).
પોતાના દેશમાં સર્વત્ર ધર્મ પ્રવર્તાવે છે. જિનમંદિરો અને જિનપ્રતિમાઓથી પૃથ્વીને શોભિત કરે છે. ભગવાનની પ્રતિષ્ઠા અને યાત્રાથી તેઓનો કાળ પસાર થાય છે. કહ્યું છે કે, મહાત્માઓ ધર્મથી ધનને લક્ષ્મીને) મેળવીને ધર્મમાં પ્રયત્ન કરે છે. આથી ધર્મ કરવામાં તત્પર પાંડવો પણ ધર્મને કરે છે. એક દિવસ પૌષધશાળામાં પૌષધ લઈને રહેલા પાંચેય પાંડવો નેમિનાથ ભગવાન આવે એવું ઇચ્છતા મેઘને મોર જેમ સ્મરે તેમ નેમિનાથનું સ્મરણ કરે છે. નેમિનાથ ભગવાન પણ કેવળજ્ઞાનથી તેઓના મનના વિચારો જાણીને પૃથ્વી પર વિચરતાં લોકોને પાવન કરતાં દેવ, મનુષ્યના સમૂહથી પરિવરેલા અષ્ટપ્રાતિહાર્યથી શોભતા નેમિજિન હસ્તિનાપુર આવ્યા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org