________________
સર્ગ - ૧૬
૩૪૯
પાંડવ ચિરત્રમ્ લીધો). પછી તે લાલ કમળના જેવા, બંદૂક ફુલ જેવા, કોમળ લાલ રંગવાળા હોઠ ઉપર નેમિએ શંખ મૂક્યો. ત્યારે લાલ કમળ પર ખેલતા હંસની જેમ અત્યંત શોભતો હતો. પછી ફૂલેલા ગાલવાળા સ્વામિ નેમિએ આ શંખ વગાડ્યો. તેના અવાજથી અમે અને પહેરેગીરે મૂર્છાને પામ્યા. તે પછી ધીરેધીરે ક્રમથી ચૈતન્ય પામેલો હું આપની પાસે આવ્યો. એ પ્રમાણે કહીને તે ગયા, પછી કૃષ્ણે ચિંતવ્યું કે ખરેખર અમારા કુળમાં આ નેમિ નામનો ચક્રવર્તી ઉત્પન્ન થયો છે. કારણ કે આ પંચજન્ય શંખ વગાડવા છતાં મારાથી આવો અવાજ ક્યારે પણ નીકળ્યો નથી. આથી સકલ વંશમાં ઉત્તમ મુગટ સમાન હિરવંશ છે. જે વંશ આવા પ્રકારના નરત્નથી શોભી રહ્યો છે. એ પ્રમાણે પ્રશંસા કરતા કૃષ્ણ નેમિએ અલંકૃત કરેલી આયુધશાળામાં આવી ગયા.
ત્યાં નેમિને જોઈ કૃષ્ણે કહ્યું : “હે બંધો ! તમારી તાકાત જોવા મારામાં કુતૂહલ જાગ્યું છે. આથી મુહૂર્તમાત્ર આપણે બંને જ યુદ્ધ કરીએ. નિર્વિકારી (ઇચ્છા વિનાના) હોવા છતાં નેમિએ તે સ્વીકારી લીધું. પછી બંને ભાઈઓ પિરવાર સાથે કસરત શાળામાં આવ્યા. ત્યાં જઈને કૃષ્ણ મલ્લયુદ્ધ માટે તૈયાર થયા.” કૃષ્ણને તૈયાર થયેલા જોઈને ગંભીર વાણીથી નેમિએ કહ્યું : “હે વાસુદેવ (કૃષ્ણ) ! આ પ્રમાણેનું યુદ્ધ નીચજનોને ઉચિત છે. શા માટે ફોગટ પૃથ્વી (જમીન)ની ધૂળથી શરીરને ખરડાવવું ? ભૂજા વાળવા વડે આપણા બલની પરીક્ષા ન થાય?” આથીય બંનેય ભાઈઓ પરસ્પર બાહુને નમાવવાનું યુદ્ધ કરવાનું સ્વીકાર્યું. તેમાં પ્રથમ કૃષ્ણે પોતાની લાંબી ભૂજાને તીર્શી લંબાવી. તે ભૂજાને નેમિએ કમળની નાલની જેમ વાળી દીધી. પછી નેમિએ પોતાની હિમપર્વતની દાઢા સરીખી જમણી ભૂજાને લાંબી કરી, ત્યારે નેમિની ભૂજારૂપ વેલને વાળવા માટે કૃષ્ણ પ્રયત્ન કરવા લાગ્યા.
જેમ કે જેના પાછળથી પગ વળી ગયા છે અને સર્વ તાકાતથી નૈમિના હાથરૂપ સ્તંભ પર કૃષ્ણ વૃક્ષ પર બંદર (વાંદરા)ની જેમ લટકી ગયા.
નેમિનો ભૂજારૂપ હાથ દોરામાત્ર પણ નમ્યો (ખસ્યો) નહિ. શું પવનથી મેરૂનું શિખર ચલાયમાન થાય છે ?
તે નેમિનું બલ જોઈને મોહિત થયેલા મનવાળા કૃષ્ણ વારંવાર ભેટી પડ્યા. આલિંગન આપીને આ પ્રમાણે બોલ્યા : ‘‘જેવી રીતે મારા બાહુબલથી બલભદ્ર ખુશી થયા, તેવી રીતે હે બંધો ! તમારા બાહુબલથી હું આનંદથી પુષ્ટ થાઉં છું.” એ પ્રમાણે પ્રશંસા-ગુણ ગાઈને નેમિને પોતાના સ્થાને મોકલી આપ્યા. અંતરથી ડરેલા કૃષ્ણે બલભદ્રને કહ્યું : “હે બંધો ! તમે આશ્ચર્ય ઉપજાવનારૂં નેમિનું બલ જોયું ને ? અહો ! આવા પ્રકારનું બલ તો ચક્રવર્તીનું પણ નથી હોતું, ઇન્દ્રનું પણ નથી હોતું, તો પછી આ નેમિ છ ખંડ પૃથ્વીને કેમ ન જીતે ?'’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org