Book Title: Pandav Charitram yane Jain Mahabharat
Author(s): Kalpyashsuri
Publisher: Jiravala Parshwanath 24 Tirthankar Trust

View full book text
Previous | Next

Page 380
________________ સોળમો સર્ગ આ બાજુ એક દિવસ દ્વારકાથી કૃષ્ણનો સેવક કોરક નામનો હસ્તિનાપુરે યુધિષ્ઠિરની પાસે આવ્યો. સભામાં બેઠેલા યુધિષ્ઠિરને પ્રણામ કરીને તેમની નજીકમાં બેઠો. પછી યુધિષ્ઠિર મીઠા વચન વડે તેને બોલાવીને કુશલતા પૂછતાં પૂછે છે કે, “હે કોરક ! મહારાજાધિરાજ બલભદ્ર અને કૃષ્ણ પરિવારસહ કુશલ છે ને ? હે રાજેન્દ્ર ! આપની સૌમ્યદૃષ્ટિથી બધાય યાદવો કુશળ છે. તે આ પ્રમાણે કેટલાક કુમારો ઉદ્યાનમાં રહેલી નાની નાની વાવડીઓમાં વિલાસપૂર્વક ફરી રહ્યા છે. કેટલાક ક્રીડા ઉદ્યાનોમાં, પર્વતો ઉપર નવવધૂઓ સાથે ક્રીડા કરે છે. પરંતુ સકલ ગુણમણિ રોહિલાચલ વિશ્વ વિલક્ષણ શાંત ચિત્તવાળા નેમિકુમાર બીજા કુમારોની જેમ ક્યારેય રમત રમતાં નથી. તેમનું વિષયોથી અલૌકિક પરાભુખ જોઈને સમુદ્રવિજય અને શિવાદેવી માતા-પિતા આ પ્રમાણે કહેવા લાગ્યા. જેમ કે “તે માતાઓ ધન્ય છે જે પુત્રોને વધૂ સાથે ફરતાં જોઈને પોતાની આંખોમાં અમૃતનું અંજન કરે છે. હજુ સુધી જગતમાં હું એકલી જ અધન્ય છું. હા ! ખેદની વાત છે કે જેણે પોતાના પુત્રની વહુનું મુખકમળ જોયું નથી.” હવે શિવાદેવીએ સમુદ્રવિજય રાજાને કહ્યું : “હે સ્વામિન્ ! પુત્ર નેમિકુમારને બોલાવીને પરણવા માટેની વાત કરીને પરણાવી દો. જેથી કરીને મારો મનોરથ પૂર્ણ થાય.' પછી સમુદ્રવિજયે પુત્ર નેમિકુમારને બોલાવીને બાજુમાં બેસાડીને કહ્યું : “હે વત્સ ! તું સ્ત્રીને અંગીકાર કરી માત-પિતાનો મનોરથ (ઇચ્છા) પૂર્ણ કર. જેથી તેની સાથેનું તારું પાણિગ્રહણ થવાથી હું અને તારી માતા વહુનું મુખ જોઈને આનંદ પામીએ.’’ આ વચન સાંભળીને નેમિએ કહ્યું : “હાલ હું વિવાહ કરવા ઉત્સાહિત નથી, એવું નથી. પરંતુ જ્યારે સ્થિર પ્રેમવાળી, મારા પર અનુરક્ત અખંડ સુખને આપનારી મને અનુરૂપ કન્યા મળશે ત્યારે હું તમોને સંતોષ થાય તે માટે તેને વરીશ, પરણીશ.’ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438