________________
સર્ગ - ૧૫
૩િ૪૫
પાંડવ ચરિત્રમ્ ધન-ધાન્ય, સ્વર્ણ, રત્ન, મણિ, માણિજ્યાદિ નવ પ્રકારના પરિગ્રહ વિશે જે કાંઈ મૂર્છા કરી હોય તે પણ તમારું પાપ નાશ પામો. આ જન્મથી પણ જે કંઈ ચાર પ્રકારનો આહાર છે, તે રાત્રિએ ખાધો હોય તે પણ તમારું પાપ નાશ પામો..
“ચાર મહાવ્રતો અને સૂત્રથી અને અર્થથી પણ અગિયાર અંગને ફરી યાદ કરી ઉજ્જવલ બનાવો. એટલે કે સ્વાધ્યાય દ્વારા ઘટ્ટ બનાવો.”
દેવ, નારક, તિર્યંચ, મનુષ્યભવમાં જે કોઈ જીવોને પીડાવ્યા હોય તે ત્રિવિધે-ત્રિવિધ ખમાવો. હે મહામુને ! આ સંસારમાં આ બધું ચંચળ છે, એ જાણો (સમજો.)
જેમ કે લક્ષ્મી, રૂપ, પ્રિયનો યોગ, જીવન, યૌવન, બળ, આ બધુંય ખરેખર પવનથી તોફાની બનેલા સમુદ્રના તરંગની જેમ ચંચળ છે.
હે મુને ! આ સંસારમાં શરીરને જે મધુર આહારો વડે પોપ્યું છે, સુંદર વસ્ત્રાદિ વડે શણગાર્યું છે, ખુશ કર્યું છે. આભૂષણોથી શોભાવ્યું છે, તો પણ શરીર રોગાદિથી તત્પણ વિનાશ પામે છે. વિનશ્વર આ શરીર અવશ્ય છોડવા જેવું છે. બહાદુરનું અને કાયરનું મરણ સરખું જ છે. આથી તેવી રીતે મરવું કે જેથી ફરી મરણ ન થાય. હે મહામુને ! તમને અરિહંતાદિ ચાર શરણભૂત થાઓ.
જેમ કે પોતાના ગુણથી ઉન્નત સર્વે અરિહંતો, સિદ્ધો, સાધુઓ અને અરિહંત ભગવંતે કહેલો ધર્મ અશરણ એવા તમને શરણ આપનારા બનો.
હે મુને ! તમે પાંચેય પરમેષ્ઠીને નમસ્કાર કરો. જેમ કે ભવસમુદ્રમાં સર્જનોને ભૂતકાળમાં, ભવિષ્યકાળમાં પ્રવહણ (જહાજ) સમાન અને શાશ્વત એવા અરિહંત પરમાત્માને મારા નમસ્કાર હો.
જેમના ધ્યાનમાત્રથી કર્મરૂપ વન બળી ગયું છે, તેવા સિદ્ધ ભગવંતને મન-વચન-કાયાના એ ત્રણે યોગથી નમસ્કાર હો.
અરિહંત પરમાત્માના શાસનમાં સૂર્ય સમાન, પાંચ પ્રકારના આચારના પાલનહારા, ભવ્ય જીવોને બોધિત કરારા આચાર્યોને નમસ્કાર હો.
જેની પાસેથી અન્તવાસીઓ દરરોજ સૂત્ર (શાસ્ત્ર) ભણે છે અને જેઓ ઉપાધ્યાય પદે રહેલા છે, તેઓને મારા નમસ્કાર હો.
ચારિત્રરૂપ નાવમાં જેઓએ નાવિકપણાને ધારણ કર્યું છે, અસહાય (શરણ વિનાના)ને સહાય કરનારા સાધુભગવંતને મારા નમસ્કાર હો.
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org