________________
સર્ગ - ૧૬
પાંડવ ચરિત્રમ્
૩૫૦
બલભદ્ર બોલ્યા : ‘હે કૃષ્ણ ! જ્યારે નેમિ શિવાદેવીની કુક્ષિમાં આવ્યા ત્યારે તે શિવાદેવીએ આ પ્રકારના ચૌદ સ્વપ્ન જોયા હતા.’’
જેવી રીતે (૧) હાથી, (૨) વૃષભ, (૩) સિંહ, (૪) લક્ષ્મી, (૫) માલા, (૬) ચંદ્ર, (૭) સૂર્ય, (૮) ધ્વજ, (૯) પૂર્ણ કલશ, (૧૦) પદ્મસરોવર, (૧૧) સમુદ્ર, (૧૨) વિમાન ભવન, (૧૩) રત્નરાશિ, (૧૪) નિધૂમઅગ્નિ.
આ પ્રકારના ચૌદ સ્વપ્ન જોઈને પ્રભાત થતાં સ્વપ્નપાઠકોને જણાવ્યું. ત્યારે તેઓએ કહ્યું : “અમારા સ્વપ્ન શાસ્ત્રમાં ૭૨ (બહોંતેર) સ્વપ્નો કહ્યા છે. તેમાં ત્રીશ (૩૦) મહાસ્વપ્નો અને ૪૨ (બેંતાલીશ) સ્વપ્નો શુભ કહ્યા છે. તેમાં રહેલા આ ચૌદ સ્વપ્નોને જોઈને તીર્થંકર અને ચક્રવર્તીની માતા જાગે છે. વાસુદેવની માતા સાત, બલદેવની માતા ચાર, મંડલિકની માતા એક સ્વપ્ન જોઈને જાગે છે. આથી આ તીર્થંકર છે અને તમે બલદેવ છો, હું બલભદ્ર છું. એક જ સમયે બે ચક્રવર્તી થતા નથી.'' થોડીવાર પછી દેવે આકાશવાણી કરી કહ્યું : “હે બલભદ્ર અને કૃષ્ણ ! ઘણા વિચાર (વિકલ્પ)થી સર્યું. આજ ભરતક્ષેત્રમાં જ બાવીશમા નેમિ તીર્થંકર જિન થશે. આ નેમિ સમસ્ત સ્ત્રીઓને તૃણ જેમ તુચ્છ ગણે છે. મહાનિસૃહિ રાજ્ય લેશે નહિ.” ત્યારે તે આકાશવાણી સાંભળીને ખુશ થયેલા કૃષ્ણ બલભદ્રને પૂછીને અંતઃપુરમાં આવી ગયા. આવીને કૃષ્ણે અંતઃપુરમાં ફરતાં પોતાની પ્રિયાની આગળ નેમિના ગુણોને કહ્યા. પછી નિર્વિકારી એવા નેમિકુમારને બોલાવીને પ્રિયાની સાથે જલક્રીડા કરે છે. પછી કૃષ્ણના ઇશારાથી નારીઓ સ્વામિની સાથે સ્વેચ્છાએ ક્રીડા કરે છે.
જેમ કે લીલાવનોમાં, વાવડીઓમાં, ક્રીડાપર્વતોમાં અને સરોવરોમાં નેમિકુમારની સાથે અંતઃપુર સહિત કૃષ્ણ રમે છે.
એ પ્રમાણે દ૨૨ોજ નેમિની સાથે અને પ્રિયાની સાથે ક્રીડા કરતાં કૃષ્ણનો કેટલોક કાળ પસાર થઈ ગયો. એક દિવસ કૃષ્ણે પોતાના અંતઃપુરના રક્ષકની આગળ કહ્યું : “હે દ્વારપાલ ! તારે મારા ભાઈ નેમિકુમારને અંતઃપુર આદિ સર્વત્ર સ્થાને ઇચ્છા મુજબ ફરતાં કોઈપણ સ્થાને નિષેધ કરવો નહિ.” ફરી કૃષ્ણે સર્વ સ્ત્રીઓને બોલાવીને આ પ્રમાણે કહ્યું : હે પ્રિયાઓ ! તમારે નેમિ દેવર સાથે શંકારહિત ખેલવું.” પછી નેમિ એકલા જ કૃષ્ણના અંતઃપુરમાં ગયા. કારણ કે ધૈર્યવાળા વિકાર રહિત વિશેષ કરી અંતઃપુર આદિમાં ફરે છે.
હવે કૃષ્ણની બધી સવિકારી નારીઓએ વિકારને બતાવ્યો, તો પણ પ્રભુ નિર્વિકા૨૫ણે તેઓની સાથે ક્રીડા કરવા લાગ્યા. એક દિવસ કૃષ્ણે શિવાદેવીને અને સમુદ્રવિજયને બોલાવીને કહ્યું : “શ્રી નેમિને પરણાવતા કેમ નથી ?’’
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org