Book Title: Pandav Charitram yane Jain Mahabharat
Author(s): Kalpyashsuri
Publisher: Jiravala Parshwanath 24 Tirthankar Trust

View full book text
Previous | Next

Page 392
________________ સર્ગ - ૧૬ ૩િપ૯) પાંડવ ચરિત્રમ્ ત્રણસોને અઠ્યાસી (૩૮૮) ક્રોડ, એંશી (૮૦) લાખ સુવર્ણ મુદ્રિકાનું એક વર્ષમાં દાન આપ્યું. સુર, અસુર, દેવ, દાનવ, રાજા, સ્ત્રીઓ તમે આવો. જે ઇચ્છા હોય તેવું ઘણા પ્રકારનું દાન પ્રભુ આપે છે. એ પ્રમાણે દીક્ષા વખતે ઘોષણા કરાવી. એ પ્રમાણે સ્વામિએ એક વર્ષ સુધી દાન આપ્યું. હવે રાજીમતિ શ્રી નેમિજિનને પશુની વાતથી પાછા વળેલા પાણીને પરશુ (કુહાડી)થી કપાયેલી લત્તાની જેમ ભૂમિ પર પડી ગઈ. સખીઓએ કરેલા શીત ઉપચારથી ચૈતન્ય (ચેતના) પામેલી આ પ્રમાણે વિલાપ કરવા લાગી. નેમિકુમારનો વિયોગ થતાં શસ્ત્રથી હણાયેલી માલતી માલાની જેમ પ્લાન (વિષાદભર્યા) મુખવાળી, કામદેવથી હણાયેલી, રાજુમતિ બાળા વિલાપ કરે છે. અરેરે ! હા ! હા! વિધિએ શું કર્યું. દષ્ટિ (આંખ) આપીને કાઢી નાંખી, મેરૂ પર ચડાવીને પાડી નાખી. મને પહેલાં પણ ખબર હતી કે હું એવી પુણ્યશાળી નથી કે આ નેમિકુમાર લગ્ન કરીને મને કૃતાર્થ કરશે. શું કડવી તુંબડી કલ્પવૃક્ષ પર ચડે છે ? હે સ્વામિન્ ! તમારા વિરહમાં આ મનોહર હાર વડે શું? તમારા વિરહમાં આ બે રત્નમય કુંડલ મને દુઃખ આપે છે. આ કંદોરો મને ખૂંચે છે. તેવી રીતે આ બે રત્નના બાજુબંધ (કડા) ગદા જેવા વજનવાળા લાગે છે. એ પ્રમાણે નેમિકુમારને ઉદેશીને બોલતી રાજીમતિએ બધા આભૂષણો ઉતારી નાખ્યા. વળી વારંવાર નેમિકુમારના ગુણોને યાદ કરતી (ગાતી) ભૂમિ પર આળોટવા લાગી. વિરહથી દુઃખી થયેલી વારંવાર છાતી કુટતી આક્રંદ કરવા લાગી. ત્યારે સખીઓએ કહ્યું - સ્નેહ વિનાના આ વર ઉપર આ તારો સ્નેહ કેવો ? તે સારું થયું, એણે તારી સાથે લગ્ન ન કર્યા. જો લગ્ન કરીને છોડી દીધી હોત તો કૂવામાં ઉતારીને દોરડું કાપવા જેવું થાત. હે સખી ! ચિંતાને કર નહિ. તારા ઉપર પ્રેમવાળો બીજો વર કરીશું. તે સાંભળી ભૃકુટી (ભમ્મર) ઊંચી કરીને રાજીમતિ બોલી : હે સખીઓ ! તમે આ શું વિચાર્યા વગરનું બોલો છો? આ જન્મમાં નેમિનાથ વિના બીજો નાથ પ્રાણ જશે તો પણ નહિ કરું? જો જમણા હાથ પર હાથ નહિ મૂકે તો દીક્ષા સમયે મારા મસ્તક ઉપર હાથ મૂકાવીશ. તે સાંભળીને બધી સખીઓએ રાજીમતિની પ્રશંસા કરી. હે સખી ! તું ધન્ય છો, પુણ્યશાળી છો. તને આ જન્મનું સુંદર ફળ મળ્યું છે (પ્રાપ્ત થયું છે). જે તે સ્વામિના હાથે દીક્ષાને ગ્રહણ કરીશ, એ પ્રમાણે બધી સખીઓ પ્રશંસા કરીને પોતાના સ્થાનમાં ચાલી ગઈ. હવે નેમિકુમાર અદ્ભૂત વાર્ષિક (વર્ષ)દાન આપીને ભવસમુદ્રને તરવા માટે નાવ સમાન ચારિત્ર (સંયમ-દીક્ષા લેવા માટે ઉત્સુક ઉલ્લાસવાળા થયા (તૈયાર થયા). ત્યારે ચોસઠ ઇન્દ્રો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438