________________
(૩૨૧
સર્ગ - ૧૩
પાંડવ ચરિત્રમ્ પાંડવોની પીઠે દુઃખી હૃદયે હાથ ફેરવ્યો. હે પુત્રો ! આ તમારો અપરાધ નથી. અમારા પુત્ર (દુર્યોધન)નો પણ નથી. આ નસીબનો જ અપરાધ છે. જે નસીબે આવા પ્રકારની દુર્બુદ્ધિ આપીને ગાંગેય દુર્યોધનાદિ આ બધા મહાવીરોનો નાશ કર્યો. એમ કહીને તે દુર્યોધનના માતાપિતા ઘણા દિવસે મળેલા પાંડવોને ભેટી પડ્યા. પછી ગાંધારીએ તે પાંડવોને કહ્યું: “હે વત્સ ! જો તમે પુત્રો છો તો મને હમણાં સંગ્રામભૂમિની સીમા પર જલ્દી લઈ જાઓ. જેથી કરીને હું પ્રાણ વિનાના પુત્રનું છેલ્લું મુખદર્શન કરૂં.”
પછી તે પાંડવો ધૃતરાષ્ટ્રને કોઈપણ રીતે સમજાવીને ત્યાં જ રાખીને રડતી આંખવાળી ગાંધારીને ભક્તિપૂર્વક હાથથી પકડીને યુદ્ધભૂમિ સુધી લઈ ગયા. દેવાંગનાઓ સાથે અને રાજાઓની રાણીઓ સાથે દુર્યોધનની પત્ની ભાનુમતિ રાણી ગાંધારીની પાછળ ચાલી. તે સ્ત્રીઓ ક્રમે કરીને રસ્તામાં જતાં મરેલા એક વીરથી અલંકૃત થયેલી ભૂમિને જોઈને હૃદયમાં અત્યંત દુઃખને પામી.
પછી શોકથી વિહલ બનેલી તે સ્ત્રીઓ મરેલા પોતપોતાના પતિઓને જોઈને છેલ્લા આલિંગનને આપતી હતી. ગાંધારી પુત્ર દુર્યોધનને ગદાના પ્રહારથી ચૂર્ણ થયેલી બે જાંઘવાળો જોઈને પુત્ર, પુત્ર એ પ્રમાણે કરીને રડવા લાગી. ભાનુમતિ પતિને તેવી જ રીતે રહેલો જોઈને કંઠમાં લગાવીને રડવા લાગી. " કેટલીક મોહના આવેગથી પરવશ બનેલી સ્ત્રીઓ પતિને ભેટે છે અને કેટલીક ભોળી સ્ત્રીઓ બીજે પડેલા મસ્તક અને બીજા પડેલાના ધડને પ્રાણપ્રિયનું એક કરીને પ્રેમપૂર્વક આલિંગન કરે છે, ભેટે છે. કેટલીક સ્ત્રીઓ અન્ય ધડ પર અન્યનું મસ્તક જોડતી એવી કેટલીક સ્ત્રીઓ સાથે પરસ્પર વિવાદ (ઝઘડો) થયો.
કેટલીક સ્ત્રીઓ પ્રાપ્ત થયેલા પતિના મસ્તકને હાથમાં લઈને પતિના દેહને શોધતી શોકના આવેશથી છૂટા થયેલા વાળવાળી અહીંતહીં ભમતી કાલિકા દેવીની જેમ શોભતી હતી. કેટલીક સ્ત્રીઓ સર્વ અંગથી ખરડાયેલા રુધિરવાળા નહિ ઓળખી શકાય તેવાને પ્રાણપ્રિયની ભ્રમણાથી અન્ય પુરુષને ફરી ફરી આલિંગન કરતી હતી. કેટલીક રક્તથી ખરડાયેલા પતિના મુખને પોતાની સાડીના છેડાથી લૂછીને ચૂંખતી હતી. કેટલીક સ્ત્રીઓ પતિના અંગની સેવા કરતી શોક્ય સાથે ઝઘડતી હતી. કેટલીક મૃત પતિને ચૂંબતી હતી. કેટલીક ભેટતી હતી. એ પ્રમાણે મૃત્યુ પામેલા તે વીરપુરુષોને વિશે તેઓની પત્નીઓ મોહની રમત ખેલતી રહેલી શોભતી (દેખાતી) હતી. પછી ગાંધારીએ દુર્યોધન નામના સ્વપુત્રને પ્રેમપૂર્વક ભેટીને ખોળામાં લઈને મોટા અવાજે આ પ્રમાણે પોકાર કર્યો.
જેમ કે હા ! વત્સ ! મહાઉત્સાહવાળા ! હા, બળવાનમાં મુગટ સમાન ! હા ! વીરરસ સરોવરવાળા ! હા ! કુલનામ સૂર્ય ! હે પુત્ર દુર્યોધન ! તું મારા પર પ્રેમ રાખનારો હોવા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org