________________
સર્ગ - ૧૩
૩૨૩
પાંડવ ચરિત્રમ્ હે વીર ! મંદબુદ્ધિવાળી વિધાતાએ તને લઈ જતા તારી પ્રિયાનો શૃંગાર, હાસ્ય, વિલાસ અને આનંદ લૂંટી (હરી) લીધો છે. એ પ્રમાણે દુર્યોધનની બહેન દુઃશલ્યાએ વિલાપ કર્યો. એ પ્રમાણે બીજી પણ પોતપોતાના પ્રાણનાથને પામીને અત્યંત વિલાપ કરતી સ્ત્રીઓ ઊંચા સ્વરે આક્રંદ કરે છે. તેથી તે નારીઓને યુધિષ્ઠિરે સંસારનો અનિત્યભાવ ધર્મવચનોથી બતાવીને સંતોષ પમાડ્યો.
કહ્યું છે કે : તીર્થકરો, ગણધરો, ઈન્દ્રો, ચક્રવર્તિઓ, વાસુદેવો, બલભદ્રોને દુષ્ટવિધિએ હરી લીધા છે, તો પછી બીજા જીવોની શી વાત ? (શું ગજું?)
વજસંઘયણ શરીરવાળા અરિહંતોની જો અનિત્યતા છે, તો કેળાના ગર્ભ જેવા કોમલ બીજા જંતુઓની શી વાત કરવી ? ઇત્યાદિ ધર્મોપદેશ વડે તે વીર પત્નીઓના મનને યુધિષ્ઠિરે શાંત પાડ્યું.
પછી યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુને આગ્નેય શસ્ત્રથી બધાય રાજાનો અગ્નિસંસ્કાર કર્યો અને તે ધૃતરાષ્ટ્રના બીજા પુત્રોનું સરસ્વતી નદીને કાંઠે મૃતકાર્ય કર્યું. પછી ત્યાંથી છાવણીમાં આવીને ભાઈઓની ઔદ્ઘ દૈહિક કાર્ય ધૃતરાષ્ટ્ર સાથે જ પાંડવોએ કર્યું.
હવે પાંડવોએ તે બંધુઓની ક્રિયા કરવા થતી અંત પુરીઓનો શોક દૂર કરીને અંતઃપુરીને સંતોષ પમાડ્યો. પછી યુધિષ્ઠિરે મદદ માટે સત્યકીને આપીને ધૃતરાષ્ટ્રને સર્વ પત્નીઓની સાથે હસ્તિનાપુર મોકલ્યો અને કહ્યું કે : “હે સત્યકી ! પાડુની આગળ જઈને પ્રણામ કરવાપૂર્વક કુશલક્ષેમ પૂછીને જયની વાત કરવી, પછી કહેવું કે જ્યાં સુધી કૃષ્ણના કહેવા પ્રમાણે જરાસંઘનો વધ કરીને હું આવું નહિ. ત્યાં સુધી તમારે પોતાની પ્રજાનું પ્રયતપૂર્વક રક્ષણ કરવું. આ પ્રમાણે ક્રોધના આવેશને વશ થયેલા પાંડવો, દુર્યોધનાદિ ભાઈઓનો દ્રોણ ગુરુ વગેરે મહાવીરોનો ગાંગેયાદિ મહાપુરુષોનો જયદ્રથાદિ મહારાજાઓનો વધ કરીને પશ્ચાત્તાપ કરતાં કૃષ્ણ સાથે ક્રીડામાં તત્પર રહી વિચરે છે. ઈતિ પાંડવ ચરિત્રમાં પાંડવ અને કૌરવોના યુદ્ધનું વર્ણન નામનો ૧૩મો સર્ગ પૂર્ણ.”
આ પ્રમાણે શ્રીમત્તપાગચ્છાધિરાજ ભટ્ટારક શ્રી હીરવિજયસૂરિ પટ્ટાલંકાર ભટ્ટારક શ્રી વિજયસેનસૂરિના સામ્રાજ્ય પંડિત દેવવિજય ગણિ રચિત ગદ્યબદ્ધ સુંદર પાણ્ડવ ચરિત્રમાં પાંડવ-કૌરવ ઘોર યુદ્ધ વર્ણન નામનો તેરમો સર્ગ પૂર્ણ થયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org