________________
સર્ગ - ૧૪
(૩૨૭.
પાંડવ ચરિત્રમ્ વડે કૃષ્ણના અગ્ર સૈનિકો ભગાડી મૂકાયા. નાસી ગયેલા તેઓએ કૃષ્ણનું શરણ સ્વીકાર્યું. કૃષ્ણ પણ ત્રણ પતાકાની નિશાનીવાળા હાથ વડે તેઓને આશ્વાસન આપ્યું. ત્યારે બલભદ્ર કૃષ્ણને કહ્યું, હે ભાઈ ! આ ચક્રવૂહ બીજા સુભટ સમૂહોના બાણો વડે અભેદ્ય છે. તેથી જમણી બાજુ મહાનેમિ, ડાબી બાજુ અર્જુન, સામે અનાવૃષ્ણિ અને પાછળ બીજા સૈનિકો પ્રવેશ કરે, એ પ્રમાણે કર્યો છતે ચક્રવ્યુહનો ભેદ થશે. નહીં તો બીજા ઘણા સુભટો વડે પણ આ ચક્રવ્યુહ લાંબાકાળે પણ ભેદી શકાય તેવો નથી. કૃષ્ણ પણ સબલવાહનવાળા તે ત્રણેને પણ તેવી જ રીતે નિયુક્ત કર્યા (જોડ્યા).
ત્યારે મહાનેમિએ જરાસંઘ રાજાનું સર્વ જીતી (જરાસંઘના મનોરથો સાથે) ચક્રવ્યુહના બે ભાગ કર્યા. એ પ્રમાણે એ ત્રણેય ચક્રવ્યુહમાં પ્રવેશી ગયા અને તે જરાસંઘની સેનાને હાથીઓ સરોવરને જેમ ડહોળી નાખે છે, તેમ ડહોળી નાખી. પછી નેમિજિન સાથે હાથીની સાથે કૂતરાની જેમ રુકમીને લડવા માટે મોકલ્યો, ત્યારે મહાનેમિની નજીકમાં રહેલા શ્રી નેમિએ ધનુષ્યનો ટંકાર કર્યો. તે અવાજથી ડરી ગયેમો કમી પલાયન થઈ ગયો એ પ્રમાણે બીજા પણ રાજાઓ નેમિના ધનુષ્યના ટંકારના અવાજથી કાયર બનેલા પલાયન થઈ ગયા.
વળી દયાના ભંડાર દેવ શ્રી નેમિ કરૂણા કરવામાં તત્પર બીજા રાજાઓના સૈનિકોના પલાયન માટે પોતાના સૈન્યની બલવૃદ્ધિને માટે દિવ્ય શંખને વગાડ્યો. તે શંખનો અવાજ કાનમાં પ્રવેશવાથી શત્રુઓના હાથમાંથી સમસ્ત શસ્ત્રો ભૂમિ પર પડી ગયા. તે શસ્ત્રો છોડીને યુદ્ધ કરવાની પ્રવૃત્તિ છોડીને પ્રભુની સામે જોતાં, તેમના રૂપને જોતાં જાણે ચિત્રમાં ચિતરેલા હોય તેવા લોકોની નજરે જોવાયા. હાથીને હણવા માટે સિંહ જેમ છલાંગ મારે તેમ અનાવૃષ્ણિ હિરણ્યનાભાદિ રાજાઓને હણવા માટે દોડ્યો. અનાવૃષ્ણિથી હણાયેલા અનેક જરાસંઘના સૈનિકો તેની સેનામાંથી પલાયન થઈ ગયા. અનાવૃષ્ણિના શરીર પર પણ ત્યારે ક્રોધના બહાનાથી ઘણો પરસેવો બહાર આવ્યો. તે ક્રોધથી ડહોળી નાખેલી જરાસંઘની સેના પાછી ફરી ગઈ. ત્યારે વાળેલા ધનુષ્યવાળા અને યાદવ સૈન્યથી ઘેરાયેલા અને ઉત્તર દિશા તરફથી ચક્રવ્યુહમાં પ્રવેશ કર્યો. ચક્રવ્યુહમાં પ્રવેશેલા તે અને કૌરવની સેનાને રમત માત્ર ગણી વળી જરાસંઘ સાથેના યુદ્ધને કંઈક અર્જુને પોતાના બાહુનું બળ બતાવ્યું.
જેમ કે જોડવું, ખેંચવું અને વિચ્છેદ કરવાનું તેનું લાઘવપણું જોઈને આકાશમાં રહેલા દેવતાઓ ખરેખર આનંદિત મનવાળા થયા.
એ પ્રમાણે એકલો હોવા છતાં અનેકથી પણ અજય (જીતી ન શકાય) તેવો અર્જુન ત્યારે ત્યાં હતો. તો પછી બંધુથી યુક્તનું તો શું કહેવું ? તેટલામાં અત્યંત પરાક્રમી ભીમ હાથ વડે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org