________________
સર્ગ - ૧૪
૩િરપો
પાંડવ ચરિત્રમ્ વળી આગળ તેનું પરાક્રમ હું શું કહું? જે પોતાના બાહુબલથી આ પૃથ્વીને છત્રરૂપ કરવા માટે સમર્થ છે. તે કૃષ્ણનો મોટો ભાઈ બલભદ્ર નામનો છે. તે સેંકડો અક્ષૌહિણી થકી પણ જીતાય તેવો નથી. જે યુદ્ધમાં નાસી ગયેલા શત્રુઓને માટે શરણરૂપ છે. કૃષ્ણ, નેમિ અને બલભદ્ર એ પ્રમાણે આ ત્રણેય મહાબલવાન છે. તેઓના ક્રોડો પુત્ર મહારથી છે. તેવી રીતે કૃતજ્ઞ, યુદ્ધમાં અત્યંત તેજસ્વી, પાંચેય પાંડુપુત્રો (પોતાના પ્રાણો વડે પણ) કૃષ્ણનું ઇચ્છિત કરવા માટે ઇચ્છે છે.
જેમ કે તારાઓ જેવા આપણા સૈન્ય વડે તેજસ્વી સૂર્ય, ચંદ્ર જેવા ભીમ અને અર્જુનને યુદ્ધમાં શી રીતે સહન કરશે ? એ પ્રમાણે મારા મનને મોટી ચિંતા થઈ રહી છે. આપણા સૈન્યમાં તમે એક જ બહાદુર છો. વળી આપણા સૈન્યમાં રહેલા સુભટો તેનાં સૈન્યનો મેળાપ થતાં તે પણ પોતાના લોભમાં લંપટો લાભને જોઈને તેઓની સાથે ભળી જશે અર્થાત્ ત્યાં જતા રહેશે. આથી તમારા સૈન્યમાં હું અલ્પ પણ બળને જોતો નથી. ફરી સોમક દૂતે કહ્યું : “હે રાજન્ ! આ મહાનીતિને જાણનાર કૃષ્ણ જે તમારા જમાઈ કંસને હણીને તમને પરાક્રમી જાણીને અને પોતાને બળ વગરનો જાણીને ભાગી ગયો હતો. (પલાયન થઈ ગયો હતો.) તે કૃષ્ણ પશ્ચિમ સમુદ્રના કાંઠે જઈને લવણસમુદ્રના અધિપતિ સુસ્થિતને સારી રીતે આરાધીને ઇન્દ્રની આજ્ઞાથી ધનદે બનાવેલી સુવર્ણ મહેલથી શોભતી જિનચૈત્યોથી ભૂષિત સુવર્ણ કિલ્લાઓથી રક્ષાયેલી એવી દ્વારિકા નગરીમાં વાસ કર્યો છે.
તે પણ હમણાં ક્રોડો પોતાના પુત્રો અને ભાઈઓને લઈને જમાઈની જેમ આપનું આગમન સાંભળીને હમણાં રણમેદાનમાં સામે આવી રહેશે (આવશે). તેથી તે સ્વામિન્ ! બંને સાથે જલ્દી મળી વિચાર કરી યુદ્ધથી અટકી જાઓ.” એવા સોમક દૂતના વચન સાંભળીને ક્રોધથી ધમધમતો લાલ આંખોવાળો મગધ દેશનો રાજા જરાસંઘ આ પ્રમાણે બોલ્યો : “ઓ સોમક ! તું પણ આવું વિચાર્યા વગરનું બોલે છે. ક્યાં હું ભારતનો અધિપતિ ? અને ક્યાં તે કૂવાનો દેડકો ગોવાળિયો ? તને મારી આગળ તેના ગુણ ગાવામાં લજ્જા નથી આવતી ? હે સોમક, તો હું એવો જરાસંઘ બધા રાજાના દેખતાં આ કૃષ્ણને મૂળથી ઉખેડીને એક છત્રવાળી પૃથ્વીને કરીશ. એવો આક્ષેપ કરીને અર્થાત્ એમ કહીને પ્રયાણ માટે બધા રાજાઓને જરાસંઘે આદેશ આપ્યો, તે પછી સનપલ્લી ગામ જવા માટે જતું જરાસંઘનું સૈન્ય જોઈને કૃષ્ણના જાસુસોએ શીઘ કૃષ્ણની પાસે આવીને બધો વૃત્તાંત કહી સંભળાવ્યો.” હે કૃષ્ણ ! હે રાજેન્દ્ર ! તમારો શત્રુ જરાસંઘ સનપલ્લીની નજીક રહેલી સરસ્વતીના કાંઠે સૈન્યથી પરિવરેલો આવીને રહ્યો છે.
આથી તમે પણ સૈન્યની સાથે સામા જઈને બાણને પકડો. જેથી તે તમારા બાણો વડે પ્રાણ પ્રયાણ કરતાં જમાઈ કંસની પાસે પહોંચી જાય. તેવા વચન દૂતના મુખેથી સાંભળીને કુન્દપુષ્પ જેવા ખીલેલા ઉજ્જવલ મુખવાળા કૃષ્ણ ચાલવાનું શરૂ કર્યું. અમારે પણ કૃષ્ણના વૈરી જરાસંઘ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org