________________
૩૪૨
પાંડવ ચરિત્રમ્
સર્ગ - ૧૫ પડ્યા. એ પ્રમાણે ચારેય પાંડવો તેમના વાત્સલ્યને યાદ કરે છે. ખોળામાં બેસાડવાનું, હાથમાં લઈને ચુંબન કરવાનું, અડધો ચાવેલો મુખવાસ ખવડાવવાનું યાદ કરતા હતા. ઇત્યાદિ વારંવાર યાદ કરતા પાંડવોએ ગાંગેય મુનિના ચરણોમાં મસ્તક નમાવ્યું.
જેમ કે પિતાએ પ્રેમ પૂર્વક અચાનક દૂરથી બોલાવેલા, બે હાથ વડે ભેટીને બાજુમાં બેસાડી જે વાતચીત કરતા અને અડધો ચાલો મુખવાસ પ્રેમ પૂર્વક ખવડાવતા.... હે પાષાણ જેવા હે કૃતઘ હૃદય ! તે યાદ કરીને કેમ ફાટી જતું નથી, એ પ્રમાણે પાંડવો મનમાં વિચારતા હતા.
ગાંગેય મુનિના ચરણોમાં પોતપોતાના મસ્તક ઝુકાવીને અશ્રુધારા વડે નિરંતર જાણે સ્નાન કરાવતા ન હોય તેવા ભક્તિ પરાયણ પાંડવો મહામુનિની સેવા કરે છે. કરૂણાસાગર મહામુનિ ગાંગેયે તે પાંડવોને ધીરેથી ધર્મલાભરૂપી આશિષ આપ્યા. તેઓ પણ આવીને હર્ષપૂર્વક મુનિની આગળ બેઠા. મુનિએ પણ નાસિકાના અગ્રભાગ પર રહેલી દૃષ્ટિને ખેંચીને આંખોને તેઓ પર લગાવી તથા મુનિપુંગવ, જીવનથી લઈને બાણના સંપર્કથી કર્કશ બનેલા હાથને તેઓની પીઠ પર વારંવાર ફેરવવા લાગ્યા. ત્યારે ગાંગેય મુનિના દર્શનમાં આસક્ત, મનોતાપ દૂર કરી દીધેલા અર્જુને ગાંગેય મુનિને વિનંતી કરી, હે તાત! તે વખતે મેં રાજ્યના લોભથી મહાહત્યાદિ પાપો કર્યા છે. તે પાપથી મલિન એવા મારી કેવી રીતે શુદ્ધિ થશે ? જો રાજ્યને માટે ભાઈઓનો ધ્વંસ કર્યો છે. હાથી, ઘોડા, સૈન્યના સમૂહોની મેં હત્યા કરી છે. એ પ્રમાણે બીજા પણ મનુષ્યના સમૂહોનો ધ્વંસ કર્યો છે તથા જ્યેષ્ઠ ધૃતરાષ્ટ્રના પુત્રોને વાણીથી વર્ણવી ન શકાય તેવું દુઃખ મેં આપ્યું છે.
હે તાત ! તમે સંસારરૂપ સમુદ્રનો પાર પામ્યા છો. મને પણ ધર્મોપદેશરૂપ દાન આપી મારા પર અનુગ્રહ કરો. જેથી કરીને આપના પદને અનુસરીને ભવસમુદ્રનો પાર પામું. તેવી રીતે આ ભાઈ આદિના પાપથી હું છૂટી જાઉં. તમે પહેલાં મને રાજ્યનો ધર્મોપદેશ આપ્યો હતો. પ્રજાનું પાલન, દેવ-ગુરુની ભક્તિ કરવારૂપ, દુઃખીઓના દુઃખને દૂર કરવારૂપ, શરણે આવેલાનું રક્ષણ કરવારૂપ ઇત્યાદિ શીખવાડ્યું હતું. રાજ્યમાં હતા ત્યારે આપે રાજ્યધર્મ શીખવ્યો હતો. તેવી રીતે વર્તમાનકાળે પણ પથ્યની ઉપમા સમાન ધર્મોપદેશ આપો મુનિ ગાંગેયે કહ્યું - ધર્મોપદેશ સાંભળો, દાન, શીલ, તપ અને ભાવ એ પ્રમાણેનો ધર્મ જિનેશ્વરોએ કહ્યો છે જે ધર્મ સેવવાથી ચારે વર્ણોને કલ્યાણકર થાય છે. તેમાં દાનની વાત કરતાં કહે છે કે :
યથાયોગ્ય કાળે સુપાત્રમાં દાન, સદ્ગુરુનો સમાગમ અને સંસારરૂપ સમુદ્રમાં બોધિ (સમ્યગ્દર્શન)નો લાભ, આ ભાગ્યથી પ્રાપ્ત થાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org