________________
(ચોદમો સર્ગ)
દુર્યોધનના વધથી ક્રોધિત થયેલા મગધ દેશના રાજા જરાસંઘના કહેવાથી સુંદર વાણીવાળા દૂતે આવીને કૃષ્ણને કહ્યું, “હે કૃષ્ણ ! તું કૌરવોને પૂરા કરીને મદોન્મત્ત ન થા. હજુ પણ ત્રણ ખંડનો રાજા જરાસંઘ વિજયી થઈને બેઠો છે. આ ઉત્સુક થયેલો જરાસંઘ જમાઈ કંસને અને મિત્ર દુર્યોધન એ બંનેને પોતાના હાથે જ તારા પેટમાંથી બહાર ખેંચી લાવવા માટે ઇચ્છી રહ્યો છે.”
પરંતુ જરાસંઘ તને આ પ્રમાણે કહેવડાવે છે (કહે છે) આ કુરુક્ષેત્રની ભૂમિને છોડીને સનપલ્લી નામના ગામમાં આપણા બેનું યુદ્ધ થશે. ત્યાં પણ આપણા બંનેના યુદ્ધની સાક્ષિણી આ જ સરસ્વતી છે. એ પ્રમાણે કહી દૂત અટક્યો. પછી દૂતને અવજ્ઞાપૂર્વક કૃષ્ણ કહ્યું : “અમારા જેવા ભૂખ્યાઓને આવા પ્રકારનું આમંત્રણ તારા સ્વામિએ આપ્યું છે. કૌતુકથી મારા હાથે કંસનો વધ કરાયો છે તો પણ મારા બાહુ આજ પણ સંપૂર્ણ તુષ્ટ થયા નથી. તારા સ્વામિ જરાસંઘનો વધ કરીને સંતોષ પામશે. હે દૂત ! તું જા, તારા સ્વામિને કહેજે. તત્ર (રણભૂમિએ) અમે આવીએ છીએ. તે પણ જલ્દી આવે. જેથી આપણો સંગમ (મેળાપ) સનપલ્લીમાં જ થાય.”
એ પ્રમાણે કહીને વિદાય કરેલા દૂતે પૃથ્વીપતિ જરાસંઘ પાસે આવીને તેને વિજ્ઞપ્તિ કરી. “હે દેવ ! તમે કહેલું મેં સંપૂર્ણ કૃષ્ણને કહ્યું છે.” ફરી જરાસંઘ રાજાએ દૂતને પૂછ્યું : બોલ તે કૃષ્ણ કેવા રૂપવાળો છે? કેટલી ઉંમરવાળો છે? શું તે ન્યાયવાળો છે? કેટલા બળવાળો છે?
દૂતે કહ્યું: “હે રાજેન્દ્ર ! રૂપથી કામદેવ જેવો છે. ઉંમરથી મધ્યવય (યુવાન)વાળો છે. નયથી સર્વ રીતે શ્રેષ્ઠ છે. બલથી ઇન્દ્ર સરીખા પરાક્રમવાળો છે. હવે ફરી બલનું વર્ણન કરે છે. તે આ પ્રમાણે : જે કૃષ્ણનો નાનો ભાઈ સમુદ્રવિજયનો પુત્ર અરિષ્ટનેમિ નામનો છે, તે એકલો પણ અનેક વૈરી વર્ગને ચૂરવા માટે સમર્થ છે.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org